________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४६१
તેથી આ પ્રકારે “હું સુખી છું” ઇત્યાદિ ‘' પ્રત્યયરૂપ માનસપ્રત્યક્ષથી પ્રસિદ્ધ આત્માનો લોપકરનારો “આત્મા નથી” આવો પક્ષ રજૂ કરે છે, તે સ્પષ્ટરૂપે પ્રત્યક્ષવિરુદ્ધ નામનો પક્ષાભાસ છે. જેમ કોઈ કાનથી સંભળાતા શબ્દને અશ્રાવણ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે તો, પ્રત્યક્ષવિરુદ્ધ પક્ષાભાસ દોષ આવે છે, તેમ “હું” રૂપે પ્રતિભાસ થતા આત્માનો લોપ કરવો તે પણ પ્રત્યક્ષવિરુદ્ધ પક્ષાભાસ છે. તથા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરનારા આગળ બતાવાશે તે અનુમાનો હોવા છતાં “આત્મા નથી' એવું કહેવું તે અનુમાનવિરુદ્ધ પણ છે. જેમ “શબ્દ નિત્ય છે' તે કહેવું અનુમાનવિરુદ્ધ છે. કારણ કે પક્ષ શબ્દ અનિત્ય છે. કારણ કે તે ઉચ્ચારણની પછી ઉત્પન્ન થાય છે.”—આ પ્રતિપક્ષઅનુમાનથી બાધિત છે. તેમ “આત્મા નથી' તેમ કહેવું પણ અનુમાનવિરુદ્ધ છે.
વળી નાના બાળકથી માંડીને સ્ત્રીઓ-પુરુષો સુધી તમામ સંસારના જીવો આત્માનો અનુભવ કરે છે, તે આત્માનું નિરાકરણ કરવું તે “સૂર્ય પ્રકાશકર્તા નથી' કહેવાની જેમ લોકવિરુદ્ધ પણ છે. આ રીતે લોકપ્રસિદ્ધઆત્માનો લોપ કરવાવાળોહેતુ લોકવિરોધી હોવાના કારણે અકિરિ -કર હેત્વાભાસે છે.
વળી જેમ કોઈ પુત્ર “મારી માતા વધ્યા છે” આવું બોલે તો પોતે જ પોતાના વચનનો વિરોધી બને છે. કારણ કે પોતાની માતા વધ્યા નથી, તેનો પ્રબળ સાક્ષી તે પોતે જ છે. તેવી રીતે હું હું નથી” આવું બોલતો ચાર્વાકુ પણ પોતાના વચનનો વિરોધી બને છે.
આમ ઉપરોક્ત પ્રતિપાદિત કરેલી યુક્તિથી આત્માનું સ્વસંવેદન પ્રત્યક્ષ થતું હોવાથી ‘સત્યન્ત પ્રત્યક્ષત્વ’ હેતુ પણ અસિદ્ધ છે.
तथानुमानगम्योऽप्यात्मा । तानि चामूनि-जीवच्छरीरं प्रयत्नवताधिष्ठितं, इच्छानुविधायिक्रियाश्रयत्वात्, रथवत् १ । श्रोत्रादीन्युपलब्धिसाधनानि कर्तृप्रयोज्यानि, करणत्वात्, वास्यादिवत् २ । देहस्यास्ति विधाता, आदिमत्प्रतिनियताकारत्वात्, घटवत् । यत्पुनरकर्तृकं तदादिमत्प्रतिनियताकारमपि न भवति, यथाभ्रविकारः : यः स्वदेहस्य कर्ता स जीवः । प्रतिनियताकारत्वं मेर्वादीनामप्यस्ति, नच तेषां कश्चिद्विधातेति तैरनैकान्तिको हेतुः स्यात्, अतस्तद्व्यवच्छेदार्थमादिमत्त्वविशेषणं द्रष्टव्यम् ३ । तथेन्द्रियाणामस्त्यधिष्ठाता, करणत्वात्, यथा दण्डचक्रादीनां कुलाल: ४ । विद्यमानभोक्तृकं शरीरं, भोग्यत्वात्, भोजनवत् । यश्च भोक्ता स जीवः ५ । अथ साध्यविरुद्धसाधकत्वाद्विरुद्धा एवैते हेतवः । तथाहि-घटादीनां कादिरूपाः कुम्भकारादयो मूर्ता