________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४५७
ટીકાનો ભાવાનુવાદ: “મૃતઅવસ્થામાં શરીરમાંથી તૈજસ (ગરમી) નિકળી જવાના કારણે ચૈતન્યનો અભાવ હોય છે.”–આવું કહેવું ઉચિત નથી. કારણ કે મૃતશરીરને અગ્નિથી ગરમી આપવામાં આવે તો શરીરમાં પર્યાપ્તગરમી આવી જવાના કારણે તમારામતે ચૈતન્ય આવી જવું જોઈએ. તો ચૈતન્ય આવતાં તે શરીર આગમાં બળી જવાના બદલે સજીવન થઈ જવાની આપત્તિ આવશે.
વળી જો “મૃતઅવસ્થામાં વાયુ-અગ્નિનો અભાવ હોવાનાકારણે ચૈતન્યનો અભાવ છે” આવું તમારાદ્વારા સ્વીકારાય, તો મૃતશરીરમાં કેટલાક સમય પછી ઉત્પન્ન થતા કૃમિઓમાં ચૈતન્ય ક્યાંથી આવશે ? કારણ કે તમારામતે મૃતશરીરમાં વાયુ-અગ્નિનો અભાવ હોવાથી મૃતશરીર ચૈતન્યને ઉત્પન્ન કરવા સમર્થ જ નથી.
આથી તમારા સર્વે કુતર્કો નિરર્થક છે. વળી જો પૃથ્વી વગેરે ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થઈ જતું હોય તો, ચૈતન્યનો ભૂતમાત્રથી ઉત્પન્ન થવાનો સ્વભાવ હોવાથી તથા ભૂતોનો પણ ચૈતન્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોવાથી સર્વકાળે સર્વસ્થળે પુરુષાદિમાં જેમ ચૈતન્ય ઉત્પન્ન થાય છે, તેમ ઘટાદિમાં પણ ચૈતન્ય ઉત્પન્ન થઈ જશે. કારણ કે ભૂતોને ચૈતન્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ તથા ચૈતન્યનો ભૂતોથી ઉત્પન્ન થવાનો સ્વભાવ હોવાથી પુરુષાદિની જેમ ઘટાદિ પણ ભૂતોથી બનેલ છે. અર્થાત્ ઘટાદિની ઉત્પત્તિમાં અને પુરુષાદિની ઉત્પત્તિમાં નિમિત્ત સમાન છે અને એ પ્રમાણે ઘટ અને પુરુષ એકસમાન બની જશે, બંનેમાં ભિન્નતા રહેશે નહિ.
પૂર્વપક્ષ (ચાર્વાક) : તમે અમારી વાતને સમજ્યા વિના ખંડન કર્યા કરો છો. અમે તો કહીએ છીએ કે “જ્યારે ભૂતોનું વિશિષ્ટમિશ્રણ થઈને શરીરરૂપે પરિણમન થાય છે તથા તેમાં શ્વાસોશ્વાસ ચાલવા માંડે છે, ત્યારે તેનાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. સાધારણભૂતોથી નહિ.” આથી તમે ઘટાદિમાં સાધારણભૂતોને જોઈને ચૈતન્યોત્પત્તિની આપત્તિ આપો છો, તેનો હવે અવકાશ નથી.
ઉત્તરપક્ષ (જૈન) તમારી વાત ઉચિત નથી. કારણ કે તમારા મતે ભૂતોનું શરીરરૂપે પરિણમન થવું જ સંગત નથી. તમે બતાવો કે ભૂતોનું શરીરરૂપે પરિણમન થાય છે, તે (૧) પૃથ્વી આદિ ભૂત હોવામાત્રથી થાય છે ? કે (૨) અન્ય કોઈવસ્તુ તે ભૂતોને શરીરરૂપે પરિણાવે છે ? કે (૩) કારણવિના અકસ્માત જ ભૂત શરીર બની જાય છે ?
તેમાં “ભૂતોનું શરીરરૂપે પરિણમન થાય છે, તે પૃથ્વી આદિ ભૂત હોવા માત્રથી થાય છે.” – આ પ્રથમકલ્પના સ્વીકારવા યોગ્ય નથી. કારણકે પૃથ્વી આદિ ભૂતોની સત્તાનો સર્વત્ર સર્ભાવ હોવાથી સર્વત્ર પણ શરીરરૂપે પરિણમન પામી જવાનો પ્રસંગ આવશે. અર્થાતુ પૃથ્વી આદિ ભૂત