________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४५५
અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકાર્યું જ નથી. “પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે બીજા નહિ” આ તમારા વચનથી અનુમાનપ્રમાણભૂત જ નથી.
અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારવામાં પણ અનુમાનથી વિવક્ષિતઅર્થની પ્રતીતિ થઈ શકતી નથી.
પૂર્વપક્ષ (ચાર્વાક) : “ચૈતન્યની ઉત્પત્તિ ભૂતોથી થાય છે' આ સિદ્ધ કરનાર નિમ્નોક્ત અનુમાન છે - “શરીરરૂપે પરિણત થયેલા ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, કારણ કે શરીરના સદૂભાવમાં જ ચૈતન્યનો સદુભાવ હોય છે. જેમ મહુડાઆદિના મિશ્રણમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે અને તે દારૂ કહેવાય છે, તેમ ભૂતોનો જ્યારે શરીરના રૂપમાં વિશિષ્ટમિશ્રણ થવાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, ત્યારે તે જ આત્મા કહેવાય છે.” આ અનુમાનથી ચૈતન્યની ભૂતકાર્યતા સિદ્ધ કરી શકાય છે.
જેન (ઉત્તરપક્ષ)ઃ તમારી વાત ઉચિત નથી, કારણ કે અનુમાનપ્રયોગમાં કહેલો “શરીરના સદ્ભાવમાં જ ચૈતન્યનો સદ્દભાવ હોય છે-” આ હેતુ અનૈકાન્તિક (વ્યભિચારિ) છે. કારણ કે મૃત અવસ્થામાં શરીર વિદ્યમાન હોવાછતાં પણ ચૈતન્યનો અભાવ હોય છે. આથી તમારા અનુમાનથી ચૈતન્યની ભૂતકાર્યતા સિદ્ધ થતી નથી.
ચાર્વાક (પૂર્વપક્ષ) પૃથ્વી, જલ, તેજ અને વાયુસ્વરૂપ ચારભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. મૃતશરીરમાં વાયુ હોતો નથી. તેથી વાયુના અભાવથી મૃતશરીરમાં ચૈતન્યનો અભાવ હોય છે. આથી અમારા ઉપરોક્તઅનુમાનમાં હેતુ અનૈકાન્તિક નથી.
ઉત્તરપક્ષ (જૈન)ઃ શરીરમાં કાણાં હોવાથી શરીરમાં સુતરાં વાયુ સંભવે છે. શરીરના નાક વગેરે અમુક ભાગોમાં ખાલી જગ્યા હોય છે, તેમાં વાયુ હોવાની પૂરી સંભાવના છે અને હવા તો થોડો પણ અવકાશ મળે ત્યાં પહોંચી જતી હોય છે.
વળી વાયુનો અભાવ હોવાથી ચૈતન્યનો અભાવ તમે કહો છો, તો ગુદા વગેરેના માર્ગદ્વારા પેટમાં ભરપૂર હવા ભરી દેવામાં આવે તો મૃત અવસ્થામાં પણ શરીરમાં ચૈતન્ય ઉત્પન્ન થશે. પરંતુ વાયુનું સંપાદન કરવા છતાં પણ ચૈતન્ય પ્રાપ્ત થતું નથી. તેથી ચૈતન્ય શરીરનું કાર્ય નથી.
પૂર્વપક્ષ (ચાર્વાક) અમે માત્ર વાયુના સદ્ભાવમાં ચૈતન્યનો સદ્ભાવ માનતા નથી. પરંતુ પ્રાણ-અપાન અર્થાત્ શ્વાસ-ઉશ્વાસસ્વરૂપ વાયુના અભાવથી મૃત અવસ્થામાં શરીરમાં ચૈતન્યનો અભાવ છે. અર્થાત્ મૃત અવસ્થામાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી નથી. તસ્વરૂપ વાયુના અભાવથી ચૈતન્યનો અભાવ છે.