________________
४४०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४७, जैनदर्शन
આથી જ વૈશેષિકો દ્વારા મનાયેલ જ્ઞાનાદિ તથા રૂપાદિગુણો, ઉલ્લેષણાદિ પાંચકર્મો, સામાન્ય, વિશેષ, સમવાય, જીવ અને અજીવથી સ્વતંત્રપણે (અતિરિક્તપણે) પોતાનું અસ્તિત્વ ધરાવતા નથી. તે, તે બંનેના સ્વભાવરૂપ જ છે. અર્થાત્ તે બધાનો જીવ-અજીવ પદાર્થોમાં સમાવેશ થઈ જાય છે. કારણ કે (કોઈપણ પ્રમાણ) ગુણઆદિ પદાર્થોને દ્રવ્યથી સર્વથા ભિન્નરૂપે જાણી શકતું નથી. કેમકે દ્રવ્યવિના ગુણોનો ઉપલંભ થતો નથી. આથી તે દ્રવ્યાત્મક છે. જો ગુણઆદિ પદાર્થને દ્રવ્ય માનવામાં આવે તો, જેવી રીતે ગુણરહિત દ્રવ્યનો અભાવ થઈ જાય છે, તેમજ દ્રવ્યરૂપ આશ્રયવિના ગુણાદિ પણ નિરાધાર થઈ જવાના કારણે અસતુરૂપ બની જવાની આપત્તિ આવશે.
બૌદ્ધો દ્વારા પરિકલ્પિત દુઃખાદિ ચારતત્ત્વોને જીવ અને અજીવથી પૃથક્ જાતિપણે ન કહેવા જોઈએ, કારણ કે સર્વજગત જીવ-અજીવ એમ બે રાશિ દ્વારા વ્યાપ્ત છે તથા જીવ-અજીવ બે રાશિથી અવ્યાપ્તપદાર્થ સસલાના શૃંગની જેમ અસત્ છે.
પૂર્વપક્ષ: તો પછી તમે લોકોએ જીવ-અજીવ બેરાશિથી પુણ્ય-પાપાદિનું પૃથઉપાદાન કર્યું છે, તે યુક્તિયુક્ત નથી. કારણ કે તમારા મતે બેરાશિથી સર્વજગત વ્યાપ્ત છે.
ઉત્તરપક્ષ (જૈન:) : આવું ન કહેવું, (કારણ કે પુણ્ય-પાપાદિનો જીવ-અજીવ બે રાશિમાં સમાવેશ થઈ જ જાય છે. સંવર, નિર્જરા, મોક્ષનો જીવરાશિમાં સમાવેશ થાય છે. પાપ, પુણ્ય, આશ્રવ, બંધનો સમાવેશ અજીવમાં થાય છે). તો પણ લોકોને પુણ્ય અને પાપના વિષયમાં વિપ્રતિપત્તિ (સંદેહ) છે. સંદેહના નિરાકરણ માટે પૃથકઉપદાન કરી તેની સિદ્ધિ કરી છે. આથી પુણ્યાદિનું પૃથફઉપાદાન અદુષ્ટ છે. આશ્રવ-બંધ સંસારનું તથા સંવર-નિર્જરા મોક્ષનું પ્રતિપાદન કરવામાં ઉપયોગી હોવાથી, તેઓનું પૃથકુઉપાદાન પણ અદુષ્ટ છે.
જે પ્રમાણે સંવર-નિર્જરા મોક્ષના કારણ છે. આશ્રવ કર્મબંધનું કારણ છે, પુણ્ય-પાપરૂપ બંને કર્મબંધ સંસારનું કારણ છે, તે પ્રમાણે આગમથી સ્વીકારવું જોઈએ. અર્થાત્ આગમમાં પુણ્ય, પાપ, આશ્રવ, બંધને સંસારના કારણ કહ્યા છે અને સંવર-નિર્જરાને મોક્ષના કારણ કહ્યા છે. તે સ્વીકારવું જોઈએ.
તેમાં શુભકર્મના પુદ્ગલોને પુણ્ય કહેવાય છે. અશુભકર્મના પુદ્ગલોને પાપ કહેવાય છે. જેનાથી કર્મ આવે છે તે આશ્રવ. તે મન-વચન-કાયાના વ્યાપારસ્વરૂપ અને પુણ્ય-પાપના કારણ રૂપ એમ બે પ્રકારનો છે. આશ્રવના નિરોધને સંવર કહેવાય છે. ગુપ્તિ, સમિતિ, સિવિધ યતિધર્મ, અનુપ્રેક્ષા (બારભાવના), પરિષહ, ચારિત્ર આશ્રવનો પ્રતિબંધ કરનારા હોવાથી, (ગુપ્તિ વગેરેને) સંવર કહેવાય છે. તે સંવર બે પ્રકારનો છે. (૧) સર્વસંવર, (૨) દેશસંવર. (ચૌદમા ગુણસ્થાનકે સર્વસંવર થાય છે.)