________________
૪૩૮
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४७, जैनदर्शन
ભૂખની પીડા અનુમાનથી સિદ્ધ જ છે. તે અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – “કેવલિનું શરીર સુધાદિવડે પીડા અનુભવે છે. કારણ કે શરીર છે. જેમકે આપણું શરીર.
વળી “જેમ કેવલિનું શરીર સ્વભાવથી પ્રસ્વેદાદિ (પસીના વગેરે)થી રહિત હોય છે. એ પ્રમાણે કવલાહારનો અભાવ પણ હોય છે.”–આવું કહેવું તદ્દન અનુચિત છે, કારણ કે તેમાં કોઈ પ્રમાણ નથી.
તેથી આ પ્રમાણે દેશોનપૂર્વક્રોડ વર્ષ રહેનારા કેવલિના શરીરને લાંબા આયુષ્યની અપેક્ષા છે, તેમ તેની સાથે નિયત જોડાયેલ સહકારી કારણ આહારની પણ અપેક્ષા હોય જ છે તથા તૈજસશરીર પહેલા ખાધેલા ખોરાકને પચાવે છે અને તેમાંથી રક્તાદિ બનાવે છે. અને સ્વપર્યાપ્તિ દ્વારા તેમાંથી શરીર બને છે.
આ પ્રકારે જીવને પુન: ભૂખ લાગે છે. વેદનીયકર્મના ઉદયમાં આહારગ્રહણમાં કારણરૂપ ઉપરોક્ત બતાવેલી સમગ્ર સામગ્રી કેવલજ્ઞાનિમાં સંભવે છે. તેથી કયા કારણથી કેવલજ્ઞાનિને ભોજન હોતું નથી તેમ કહો છો ?
ચાર ઘાતિકર્મો સુધાની વેદનાના ઉદયમાં સહકારી કારણ છે. કેવલજ્ઞાનમાં ચાર ઘાતિકર્મોનો ક્ષય થયો હોવાથી, તેમને સુધાની વેદના હોતી નથી”—આવું કહેવું પણ ઉચિત નથી. કારણ કે ક્ષુધા વેદનીયના ઉદયમાં ચારઘાતિકર્મો સહકારિ કારણ નથી. કે જેથી ચારઘાતિકર્મના અભાવમાં સુધાવેદનીયના ઉદયનો પણ અભાવ હોય !
આ રીતે કેવલજ્ઞાનિને પણ ભોજન (આહારગ્રહણ-કવલાહાર) સિદ્ધ છે.
અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – “કેવલજ્ઞાનિને કવલાહાર હોય છે, કારણકે કેવલજ્ઞાન અને કવલાહારને એકસાથે રહેવામાં વિરોધ નથી. જેમકે કેવલજ્ઞાનની વિદ્યમાનતામાં સાતવેદનીયના સદૂભાવનો વિરોધ નથી, તેમ કેવલજ્ઞાનની વિદ્યમાનતામાં કવલાહારના સદ્ભાવનો વિરોધ આવતો નથી. - આ રીતે કેવલિભક્તિ વ્યવસ્થાપન સ્થળ (સામાન્યથી પૂર્ણ થાય) છે. Ifજવા अथ तत्त्वान्याह । હવે જૈનદર્શનના તત્ત્વો કહે છે.
जीवाजीवौ तथा पुण्यं पापमास्रवसंवरौ ।
बन्धो विनिर्जरामोक्षौ नव तत्त्वानि तन्मते ।।४७ ।। શ્લોકાર્થ જૈનમતમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે.