________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ७०, मीमांसकदर्शन
-૭૭૨
હોય તે યથાર્થ કહેવાય. યથાર્થનો ભાવ તે યથાર્થત્વ = યથાર્થતા. તે યથાર્થત્વનો અર્થાત્ યથાવસ્થિતપદાર્થત્વનો વિશેષથી નિશ્ચય વેદવાક્યોથી જ થાય છે. આવું મીમાંસકોને ઇષ્ટ છે. તેઓનો આશય એ છે કે અપૌરુષેય એવા નિત્યવેદવચનોથી જ યથાવતું અતીન્દ્રિય પદાર્થોનું પરિજ્ઞાન થાય છે. પરંતુ અતીન્દ્રિય પદાર્થોનું પરિજ્ઞાન સર્વજ્ઞપ્રણીત આગમાદિથી થતું નથી. કારણકે સર્વજ્ઞ અને સર્વજ્ઞપ્રણીત આગમનો જ અભાવ છે. કહ્યું પણ છે કે.... “અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્ દ્રષ્ટા વિદ્યમાન નથી. તેથી નિત્યવેદવાક્યોથી જે અતીન્દ્રિય પદાર્થોને જૂએ છે અને જાણે છે, તે જ સાચો દેખવાવાળો છે – અતીન્દ્રિયદર્શી છે.”
શંકા : વેદ અપૌરુષેય છે. તેના કોઈ આદ્યપ્રણેતા નથી. તો તે અપૌરુષેયવેદોના અર્થનું પરિજ્ઞાન કેવી રીતે થશે ?
સમાધાન : વેદ અપૌરુષેય તથા તેના કોઈ આદ્યપ્રણેતા ન હોવા છતાં પણ અર્થ તથા પાઠની પરંપરા અનાદિકાલથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે. તેમાં કોઈ વિચ્છેદ પડ્યો નથી. તેનાથી જ વેદના વાક્યોના અર્થનો યથાર્થનિર્ણય થઈ જાય છે. કોઈ
अथैतदेव दृढयन्नाह - આ જ વાત વધુ સ્પષ્ટ કરતાં કહે છે
अत एव पुरा कार्यों वेदपाठः प्रयत्नतः ।
ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्मसाधनी ।।७०।। શ્લોકાર્થ આથી જ પહેલી વયમાં પ્રયત્નપૂર્વક વેદપાઠ કરવો જોઈએ. પછી ધર્મને સિદ્ધ કરવા માટે ધર્મની જિજ્ઞાસા કરવી જોઈએ.
व्याख्या : अत एव सर्वज्ञाद्यभावादेव पुरा पूर्वं वेदपाठः ऋग्यजुःसामाथर्वणानां पाठः प्रयत्नतः कार्यः । ततः किं कर्त्तव्यमित्याह-'ततो धर्मस्य' इति । ततो वेदपाठादनन्तरं धर्मस्य जिज्ञासा कर्तव्या । धर्मो हयतीन्द्रियः, ततः स कीदृक्केन प्रमाणेन वा ज्ञास्यत इत्येवं ज्ञातमिच्छा कार्या । सा कीदशी धर्मसाधनी - धर्मसाधनस्योपायः ।।७।। ૨ અહીં નહિ આપેલી કેટલીક મીમાંસકોની માન્યતા મીમાંસાનો સિદ્ધાંત : મીમાંસા દર્શનમાં
અથાતો “ઘર્ષ વિજ્ઞાન” | અર્થાત્ - હવે ધર્મની જિજ્ઞાસા થાય છે. તેની પછી ધર્મનું લક્ષણ બતાવ્યું છે કે “પોવનારસનો ઘ:” અર્થાતુ પ્રેરણાના ઉપદેશવાળો અર્થ જ ધર્મ છે. કહેવાનો આશય એ છે કે જે કાર્ય મહાપુરૂષોના લોકોપકારી ઉપદેશની પ્રેરણાથી અથવા આદેશને માનીને કરવામાં આવે, તે જ ધર્મ છે. આથી તે કરવું નત્તિકકર્તવ્ય છે.