________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६९, मीमांसकदर्शन
તેથી સર્વજ્ઞતાની સિદ્ધિમાં પ્રમાણપંચકની પ્રવૃત્તિ ન હોવાથી સર્વજ્ઞતા અભાવપ્રમાણનો જ વિષય બને છે. અર્થાત્ સર્વજ્ઞ જ નથી. અનુમાન પ્રયોગ : “સર્વજ્ઞ જ નથી, કારણકે તે સદુપલંભક પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોનો વિષય બનતો નથી. જેમકે સસલાનું શીંગડું.” ૬૮॥
यदि देवस्तद्वचनानि च न सन्ति, तर्हि कुतोऽतीन्द्रियार्थज्ञानमित्याशंक्याह
७७२
જો સર્વજ્ઞ દેવ અને સર્વજ્ઞ દેવ પ્રરૂપિત વચનોના સંગ્રહરૂપ આગમો નથી, તો અતીન્દ્રિય પદાર્થોનું પરિજ્ઞાન કોનાથી થશે ? આ શંકાનો પરિહાર કરતાં મીમાંસકો કહે છે કે... तस्मादतीन्द्रियार्थानां साक्षाद्द्रष्टुरभावतः ।
नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः । ६९ ।।
શ્લોકાર્થઃ (જે કારણથી સર્વજ્ઞ દેવ નથી.) તે કારણથી અતીન્દ્રિયપદાર્થોના સાક્ષાત્ દ્રષ્ટા ઉપલબ્ધ થતા નથી. તેથી જ નિત્યવેદવાક્યોથી અતીન્દ્રિયપદાર્થોનો યથાર્થપણે નિશ્ચય થાય છે.
व्याख्या-तस्मात्-ततः कारणात् कुतो हेतुत इत्याह । अतीन्द्रियार्थानां इन्द्रियविषयातीतपदार्थानामात्मधर्माधर्मकालस्वर्गनरकपरमाणुप्रभृतीनां साक्षात् - स्पष्टप्रत्यक्षावबोधेन દ્રઘુ:-જ્ઞાતુરમાવતો અસન્દ્રાદ્ધિતો नित्येभ्यो- अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावेभ्योऽवधारणस्येष्टविषयत्वाद्वेदवाक्येभ्य एवं यथार्थत्वविनिश्चयः-अर्थानामनतिक्रमेण यथार्थं तस्य भावो यथार्थत्वं यथावस्थिपदार्थत्वं तस्य विशेषेण निश्चयो भवति । नित्यत्वेनापौरुषेयेभ्यो वेदवचनेभ्य एव यथावदतीन्द्रियाद्यर्थज्ञानं भवति, न पुनः सर्वज्ञप्रणीतागमादिभ्यः, सर्वज्ञादीनामेवाभावादिति भावः । यथाहुस्ते - " अतीन्द्रियाणामर्थानां साक्षाद्द्रष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति । । १ । । ” नन्वपौरुषेयानां वेदानां कथमर्थपरिज्ञानमिति चेत्, अव्यवच्छिन्नानादिसंप्रदायेनेति ।। ६९ ।।
ટીકાનો ભાવાનુવાદ :
-
જગતમાં સર્વજ્ઞ દેવ નથી અને તેથી પ્રમાણભૂત આગમો પણ નથી, ત્યારે અતીન્દ્રિયપદાર્થોનું પરિજ્ઞાન કોનાથી થાય છે ? આ શંકાના સમાધાનમાં જણાવે છે કે - આત્મા, ધર્મ, અધર્મ, કાલ, સ્વર્ગ, નરક, પરમાણુ વગેરે પદાર્થો ઇન્દ્રિયોના વિષય બની શકતા નથી. આ અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્ અર્થાત્ સ્પષ્ટ પ્રત્યક્ષજ્ઞાનથી સાક્ષાત્કાર કરનારા જ્ઞાતાનો અભાવ હોવાથી અપ્રચ્યુત-અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળા નિત્યવેદવાક્યોથી જ યથાર્થપણે વિનિશ્ચય થાય છે. (શ્લોકમાં અવધારણ બોધક ‘ત્ત્વ' કાર ન હોવા છતાં પણ અવધારણ ઇષ્ટ હોવાથી વ્યાખ્યામાં ‘વ’ કારનો ઉપયોગ કર્યો છે.) જેમાં પદાર્થોના વાસ્તવિકસ્વરૂપનું અતિક્રમણ ન થતું