________________
षड्दर्शन समुचय भाग-२, श्लोक-६२-६३, वैशेषिक दर्शन
७४१
પ્રત્યક્ષ અને અનુમાનનું નિરૂપણ પ્રમાણ અધિકારમાં કરીશું. સ્મૃતિ અતીતવિષયક હોય છે. અર્થાત્ અતીતપદાર્થોને જાણવાવાળી સ્મૃતિ હોય છે. તે ગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ નથી. અર્થાત્ અનુભવ દ્વારા ગૃહતપદાર્થને જાણવાવાળી હોવાથી પ્રમાણ નથી.
વ્યાસાદિઋષીઓને અતીતાદિ અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં તથા ધર્મ-અધર્મ આદિના વિષયમાં (ઇન્દ્રિયોની સહાયતા વિના) જે પ્રતિભજ્ઞાન થાય છે, તે આર્ષજ્ઞાન કહેવાય છે. તે પ્રાતિજજ્ઞાન પ્રાયઃ ઋષીઓને જ થાય છે. ક્યારેક લૌકિકપુરુષોને પણ થાય છે. જેમકે કોઈક કન્યા કહે છે - “આવતી કાલે મારો ભાઈ અવશ્ય આવશે, એ પ્રમાણે મારું હૃદય કહે છે.” આ આર્ષજ્ઞાન પ્રત્યક્ષ જ છે. (૧૩).
અનુગ્રહ = અનુકૂલસંવેદનને સુખ કહેવાય છે. જેનો આત્માને ઉપઘાત કરવાનો સ્વભાવ છે, તે દુઃખ કહેવાય છે. તે દુઃખ આકર્ષ, દુઃખાનુભવ, વિચ્છાયતા = મનમલીનતા તથા નિસ્તેજતા આદિમાં કારણ બને છે. (૧૫)
સ્વ કે પરને માટે અપ્રાપ્તપદાર્થને પ્રાપ્ત કરવાની પ્રાર્થનાને ઇચ્છા કહેવાય છે. કામ, અભિલાષા, રાગ, સંકલ્પ, કારુણ્ય, વૈરાગ્ય, ઠગવાની ઇચ્છા, ગૂઢભાવ ઇત્યાદિ ઇચ્છાના ભેદો = રૂપો જ છે. (૧૬)
કર્તાને ક્રિયાનું ફળ આપનાર, આત્મા અને મનના સંયોગથી ઉત્પન્ન થનાર, ધર્મ અને અધર્મરૂપ બે ભેદવાળા, સ્વકાર્યવિરોધી = પોતાના કાર્યભૂતસુખ-દુઃખાદિ ફળથી જ જેનો વિનાશ થાય છે, તે આત્માના ગુણને અદષ્ટ કહેવાય છે.
અદષ્ટ બે પ્રકારનું છે. એક ધર્મ અને બીજો અધર્મ. ધર્મ પુરુષનો ગુણ છે. કર્તાના પ્રિય, હિત અને મોક્ષમાં કારણ બને છે. અતીન્દ્રિય છે. અંત્યસુખ સંવિજ્ઞાનવિરોધી છે. અર્થાત્ અંતિમસુખનું યથાર્થજ્ઞાન થતાં તે વિનાશ પામે છે. અંતિમસુખ જ તત્વજ્ઞાન દ્વારા ધર્મનો નાશ કરે છે. જ્યાં સુધી અંતિમસુખ છે, ત્યાં સુધી ધર્મ રહે છે. (અર્થાતું જ્યાં સુધી તત્ત્વજ્ઞાનની પૂર્ણતા થતી નથી, ત્યાં સુધી ધર્મનું કાર્ય સુખ ચાલું રહે છે. તત્ત્વજ્ઞાન થયા બાદ પણ પ્રારબ્ધ કર્મોના ફળરૂપ અંતિમસુખ સુધી ધર્મ રહે છે. અંતિમ સુખને ઉત્પન્ન કર્યા બાદ તત્ત્વજ્ઞાનથી ધર્મનો નાશ થાય છે.)
તે ધર્મ પુરુષ અને અંત:કરણના સંયોગથી વિશુદ્ધ વિચારો દ્વારા વર્ણાશ્રમધર્મનું શ્રુતિસ્મૃતિવિહિત માર્ગથી પાલન કરવાથી ઉત્પન્ન થાય છે. તેના સાધન સામાન્યરૂપથી શ્રુતિમૃતિઓમાં બતાવેલા અહિંસાદિ છે. વિશેષરૂપથી બ્રાહ્મણ, ક્ષત્રિય આદિના પૂજન, અધ્યયન, શસ્ત્રધારણ આદિ અનેક આચારો જાણવા. (૧૭) અધર્મ પણ આત્માનો ગુણ છે. કર્તાને અહિત અને પ્રત્યપાયનું કારણ છે. અતીન્દ્રિય