________________
७२६
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५९, वैशेषिक दर्शन
।। अर्हम् ।। ॥अथ पञ्चमोऽधिकारः ।। वैशेषिकदर्शन ।। अथ वैशेषिकमतविवक्षया प्राह । હવે વૈશેષિકમતનું નિરૂપણ કરે છે.
देवताविषयो भेदो नास्ति नैयायिकैः समम् । __वैशेषिकाणां तत्त्वे तु विद्यतेऽसौ निदर्श्यते ।।५९।। શ્લોકાર્થઃ વૈશેષિકોને દેવતાના સ્વરૂપના વિષયમાં તૈયાયિકો સાથે મતભેદ નથી. પરંતુ તત્ત્વના વિષયમાં મતભેદ છે તે બતાવાય છે.
व्याख्या-अस्य लिङ्गवेषाचारदेवादिनैयायिकप्रस्तावे प्रसङ्गेन प्रागेव प्रोचानम् । मुनिविशेषस्य कापोती वृत्तिमनुष्ठितवतो रथ्यानिपतितांस्तण्डुलकणानादायादाय कृताहारस्याहारनिमित्तात्कणाद इति संज्ञा अजनि । तस्य कणादस्य मुनेः पुरः शिवेनोलूकरूपेण मतमेतत्प्रकाशितम् । तत औलूक्यं प्रोच्यते । पशुपतिभक्तत्वेन पाशुपतं चोच्यते । कणादस्य शिष्यत्वेन वैशेषिकाः काणादा भण्यन्ते । आचार्यस्य च प्रागभिधानीपरिकर इति नाम समानायते ।। ___ अथ प्रस्तुतं प्रस्तूयते । देव एव देवता तद्विषयो भेदो-विशेषो वैशेषिकाणां नैयायिकैः समं नास्ति एतेन यादृग्विशेषण ईश्वरो देवो नैयायिकैरभिप्रेतः, तादृग्विशेषणः स एव वैशेषिकाणामपि देव इत्यर्थः । तत्त्वे तु तत्त्वविषये पुनर्विद्यते भेदः । असौ तत्त्वविषयो भेदो निदर्श्यते-प्रदर्श्यते ।।५९।। ટીકાનો ભાવાનુવાદઃ
વૈશેષિકોના લિંગ, વેષ, આચાર તથા દેવતા આદિનું સ્વરૂપ તૈયાયિકમતના નિરૂપણના સમયે પ્રસંગથી બતાવી દીધું છે. એક વિશિષ્ટમુનિ કાપોતીવૃત્તિથી માર્ગમાં પડેલા ચોખાના કણોને ગ્રહણ કરી કરીને ઉદરપૂરણ કરતા હતા. આથી તેમની કણાદ=કણને આદ = ખાવાવાળા સંજ્ઞા હતી. અર્થાત્ આહારને નિમિત્તે માર્ગમાં પડેલા ચોખાના દાણાને ગ્રહણ કરીને ઉદરપૂરણ કરતા તે મુનિવિશેષની કણાદ સંજ્ઞા હતી. અર્થાત્ લોકો તેમને કણાદ મુનિ કહેતા હતા. (જે પ્રમાણે કબૂતર રસ્તામાં પડેલા અનાજના દાણાને ચાંચથી વીણી-વીણીને આજીવિકા ચલાવે છે, તે પ્રમાણે ગૃહસ્થ પાસેથી યાચના કર્યા વિના રસ્તામાં પડેલા દાણાના ભોજનથી