________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
७२५
શ્વેતાંબરોના સંમતિતર્ક, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, તત્વાર્થપ્રમાણવાર્તિક, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંતજયપતાકા, અનેકાંતપ્રવેશ, ધર્મસંગ્રહિણી, પ્રમેયરત્નકોષ, ઇત્યાદિ અનેક તર્કગ્રંથો છે. દિગંબરોના પ્રમેયકમલમાર્તડ, ન્યાયકુમુદચન્દ્ર, આપ્તપરીક્ષા, અષ્ટસહસ્ત્રી, સિદ્ધાંતસાર અને ન્યાયવિનિશ્ચિયટીકા વગેરે તર્કગ્રંથો છે. પ૮.
|| આ પ્રમાણે શ્રીતપાગચ્છરૂપી આકાશમંડળમાં સૂર્ય જેવા તેજસ્વી પૂ. શ્રી દેવસૂરિશ્વરજી મહારાજાના ચરણસેવી શ્રીગુણરત્નસૂરીશ્વરજી મહારાજા વિરચિત તર્કરહસ્યદીપિકા નામની કદર્શન સમુચ્ચયગ્રંથની ટીકામાં જૈનમતના સ્વરૂપનો નિર્ણાયક ચોથો અધિકાર ભાવાનુવાદ સહિત સાનંદ પૂર્ણ થાય છે.