________________
६८८
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
તથા તમે લોકો કાન ખોલીને સાંભળી લો કે દરેક જીવોને પ્રસિદ્ધ = સ્વાનુભવસિદ્ધ તથા પ્રમાણથી પ્રસિદ્ધ એવા પણ અનેકાંતની વિરુદ્ધબુદ્ધિવાળા તમે તથા અન્ય કણાદ, અક્ષપાદ, બુદ્ધ આદિના શિષ્યો દ્વારા પોતાના શાસ્ત્રવ્યવહારોની સિદ્ધિ માટે) પ્રયોજેલા સર્વે પણ હેતુઓ (હવે આગળ બતાવાતી) વિવક્ષાથી અસિદ્ધતા-વિરુદ્ધતા-અર્નકાન્તિક્તાને પામે છે તે જાણવું. અર્થાત્ અસિદ્ધાદિ હેત્વાભાસતાને પામે છે તે જાણવું. (તે વિવફા આ પ્રમાણે છે-) પહેલાં તેઓને પોતાના હેતુઓની વિરુદ્ધતા કહેવાય છે – જો એક જ હેતુના વાસ્તવિક ત્રણ કે પાંચ રૂપો માનો છો, તો તે હેતુ અનેકાત્મક જ બની જશે. તેનાથી અનેકાન્તાત્મક હેતુની જ સિદ્ધિ થઈ જાય છે. તેથી તમારા એકાંતથી વિપર્યય અનેકાંતની સિદ્ધિ થતાં વિરુદ્ધદોષ આવે છે. કારણકે તમે લોકોએ એક હેતુને અનેકધર્માત્મક (પંચરૂપ કે ત્રિરૂપ) માન્યો છે.
શંકા જે પક્ષધર્મનું સપક્ષમાં સત્ત્વ છે, તે જ વિપક્ષથી સર્વતઃ વ્યાવૃત્ત છે. અર્થાત્ જે પક્ષધર્મ હેતુની સપક્ષમાં વૃત્તિ છે, તે જ વિપક્ષમાં અવૃત્તિ છે. અર્થાત્ હેતુની વિપક્ષવ્યાવૃત્તિ જ સપક્ષસત્ત છે. આથી હેતુ એકરૂપ જ છે, અનેકરૂપ નથી, કે જેથી અમારે અનેકાંતનો સ્વીકાર કરવો પડે !
સમાધાન ભાવરૂપ અન્વય અને અભાવરૂપ વ્યતિરેકને સર્વથા તાદાત્મ હોઈ ન શકે. અર્થાત્ ભાવરૂપ અન્વય અને અભાવરૂપ વ્યતિરેકને સર્વથા એક માની શકાય નહિ. અથવા જો તે બંને વાસ્તવિક રીતે એક હોય તો સર્વહેતુઓ ક્યાં તો કેવલાન્વયી બની જશે કે ક્યાં તો કેવલવ્યતિરેકી બને જશે. તે હેતુઓ ત્રિરૂપી કે પંચરૂપી રહેશે નહિ. તેથી તમારા મતે તે ત્રિરૂપી કે પંચરૂપી ન હોવાથી) સાધનાભાસ બનશે અને તેથી સાધનાભાસહેતુ પણ સાધ્યનો ગમક બની જશે.
શંકાઃ વિપક્ષાસત્ત્વને અમે માનતા જ નથી. પરંતુ સાધ્યના સર્ભાવમાં હેતુનું અસ્તિત્વ તથા સાધ્યના અસદ્ભાવમાં હેતુનું નાસ્તિત્વ માનીએ છીએ. (અર્થાત્ સપક્ષસત્ત્વનું ફલિતરૂપ જ વિપક્ષાસત્ત્વ છે.) તેથી વિપક્ષાસત્ત્વ સાક્ષસત્તથી ભિન્ન નથી.
સમાધાન : તમારી વાત અસત્ય છે. કારણકે તમારા મતે વિપક્ષાસત્ત્વ તાત્ત્વિક=વાસ્તવિક રૂપ ન હોવાથી હેતુમાં ત્રિરૂપતા કે પંચરૂપતા કેવી રીતે આવી શકશે. હવે જો (ત્રિરૂપતાની સિદ્ધિ માટે)વિપક્ષાસત્ત્વને પક્ષધર્મતા અને સાક્ષસત્ત્વરૂપ બે ધર્મો = રૂપોથી ભિન્નરૂપ માનશો, તો એકરૂપવાળો હેતુ, અનેકાંતરૂપ = અનેકરૂપવાળો (અનાયાસેન) બની જશે અને તે અનેકાંતાત્મક હેતુ તથાભૂત અનેકાંતાત્મક સાધ્યની સાથે અવિનાભાવ રાખતો હોવાથી અનેકાંત વસ્તુનો જ સાધક બનશે. આ રીતે પરવાદિઓ દ્વારા ઉપન્યસ્ત સર્વે પણ હેતુઓ (પોતાની માન્યતાના એકાંતથી વિરુદ્ધ અનેકાંતની સાથે અવિનાભાવ