________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५७, जैनदर्शन
પૂર્વપક્ષ (બૌદ્ધઃ) ઉત્પન્ન થવાવાળા અને વિનાશ પામનારા ધર્મોને છોડીને અન્ય કોઈ અતિરિક્તધર્મીનો સદ્ભાવ જ નથી. અર્થાત્ ધર્મ જ પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. તે ધર્મોમાં રહેનારો કોઈ સ્થાયિ અન્વયી ધર્મી જ નથી..
જેને : (ઉત્તરપક્ષ) : આવું ન કહેવું જોઈએ. કારણકે ધર્મરૂપ આધારરહિત કેવળ ધર્મોની ઉપલબ્ધિ હોતી નથી. ધર્મારૂપ એકઆધારમાં રહેલા ધર્મોની જ પ્રતીતિ થાય છે. અર્થાત્ ધર્મ કોઈને કોઈ આધારભૂત આધારમાં જ પ્રતીત થાય છે. ઉત્પદ્યમાન અને વિપદ્યમાનધર્મો અનેકભિન્ન અને અનિત્ય હોવા છતાં તે તે અનેક ધર્મોનો આધારભૂત ધર્મી દ્રવ્યરૂપે ધ્રુવ-સ્થિર અને નિત્ય છે. તાદૃશ ધર્મી અબાધિત પ્રત્યક્ષપ્રમાણનો વિષય બને છે. તેથી ધર્મીનો અપલાપ કરવો શક્ય નથી. જો તમે લોકો અબાધિત પ્રત્યક્ષપ્રમાણના વિષયભૂત ધનો પણ અપલાપ કરશો તો, તે જ ન્યાયે સકળ ધર્મોના અપલોપનો પણ પ્રસંગ આવશે અને તેથી ઉભયનો લોપ થવાથી જગતના સમસ્ત વ્યવહારોના ઉચ્છેદની પણ આપત્તિ આવશે. (ટુંકમાં “ઘટ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે” આ પ્રતીતિમાં ઉત્પાદ અને વિનાશરૂપ ધર્મના આધારભૂત ઘટરૂપધર્મી અનુભવસિદ્ધ જ છે. તેથી) આ પ્રમાણે વસ્તુ અનંતધર્માત્મક સિદ્ધ થાય છે.
પ્રયોગઃ “વિવાદાસ્પદ વસ્તુ = ચર્ચાનો વિષય બનેલી જગતની સમસ્તવસ્તુ એક-અનેક, નિત્યઅનિત્ય, સતુ-અસતુ, સામાન્ય-વિશેષ, વાચ્ય-અવાચ્ય આદિરૂપથી અનંતધર્માત્મક છે. કારણ કે તે પ્રમાણે જ (અનંતધર્માત્મક રૂપથી જ) અબાધિતપ્રતીતિનો વિષય બને છે. જે પદાર્થ જે સ્વરૂપે જ અબાધિતપ્રતીતિનો વિષય બને છે. તે પદાર્થ તે સ્વરૂપે જ પ્રમાણનો વિષય બને છે. જેમકે ઘટ પદાર્થ ઘટસ્વરૂપે પ્રતીતિનો વિષય બને છે, તેથી તે ઘટસ્વરૂપે જ પ્રમાણનો વિષય બને છે, પરંતુ પટસ્વરૂપે પ્રમાણનો વિષય બનતો નથી. તે પ્રમાણે જ અબાધિત પ્રતીતિનો વિષય બનતી વસ્તુ છે, તેથી અનંતધર્માત્મક વસ્તુ જ પ્રમાણના વિષય તરીકે માનવી જોઈએ. અર્થાત્ નિત્યઅનિત્ય, એક-અનેક આદિ સ્વરૂપથી જ સમસ્ત પદાર્થોનો નિબંધિત પ્રતિભાસ થાય છે. આથી સમસ્ત વસ્તુઓ અનેક-એકઆદિ અનેકાન્તાત્મકરૂપથી જ પ્રમાણનો વિષય માનવી જોઈએ.
અમારો હેતુ સ્વરૂપાસિદ્ધ પણ નથી. કારણ કે અનંતધર્માત્મકરૂપથી જ અબાધિતપ્રતીતિનો વિષય બનતી વસ્તુઓ સર્વત્ર વિદ્યમાન છે. અર્થાતુ અનેકાન્તાત્મકરૂપથી જ સમસ્ત વસ્તુઓનો અબાધિત પ્રતિભાસ થાય છે.
દ્રવ્યરૂપથી વસ્તુ એક અને નિત્ય છે. પર્યાયની દૃષ્ટિએ વસ્તુ અનેક અને અનિત્ય છે. સ્વરૂપ, સ્વ-ક્ષેત્ર આદિની દૃષ્ટિએ વસ્તુ સદાત્મક છે, પર-રૂપ, પર-ક્ષેત્ર આદિની દૃષ્ટિએ વસ્તુ અસદાત્મક છે. સજાતીય પદાર્થોમાં એક જેવા અનુવૃત્ત=અનુગત પ્રત્યયનું કારણ હોવાથી વસ્તુ સામાન્યાત્મક છે. વિજાતીય પદાર્થોથી વ્યાવૃત્તિનું કારણ હોવાથી (અર્થાતું વ્યાવૃત્તપ્રત્યયનું કારણ હોવાથી) વસ્તુ વિશેષાત્મક છે. (વસ્તુના) સ્વ-પર પર્યાયો ક્રમથી શબ્દો દ્વારા કહી શકાતા