________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५७, जैनदर्शन
તેનો વિનાશ પણ થતો જોવાય છે. તે પ્રમાણે જે વસ્તુનો વિનાશ થાય છે, તેની પૂર્વાવસ્થામાં ઉત્પત્તિ થયેલી જ હોય છે. આમ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ પરસ્પર સાપેક્ષ છે. જો તેને પરસ્પર નિરપેક્ષ માનશો તો કાચબાની રૂંવાટીની જેમ અસ બની જશે, કારણકે કાચબાની રૂંવાટી ઉત્પન્ન ન થતી હોવાથી જ તેમાં સ્થિતિ અને વિનાશ જોવા મળતા નથી. તે રીતે સ્થિતિ જોવા મળતી ન હોવાથી જ ઉત્પાદ અને વિનાશ પણ અનુભવપથમાં આવતા નથી અને વિનાશ થતો જોવા મળતો નથી, તેથી ઉત્પાદ અને સ્થિતિ પણ અનુભવપથમાં આવતા નથી. આનાથી ઉત્પાદાદિ ત્રણ પૈકી, બેની અસત્તાથી એકની અસત્તા સિદ્ધ થાય છે. તેથી ફલિત થાય છે કે ઉત્પાદાદિ ત્રણે પરસ્પરસાપેક્ષ છે. પરસ્પરનિરપેક્ષપણે એકપણ સત્ સિદ્ધ થતા નથી. આમ એક વસ્તુમાં તે ત્રણે સાથે રહે છે.).
આ પ્રમાણે પરસ્પર સાપેક્ષ જ ઉત્પાદાદિ ત્રણ સત્ બને છે અને વસ્તુમાં પણ તેની પરસ્પર સાપેક્ષ જ સત્તા હોય છે. (અર્થાત્ આ ત્રણરૂપથી યુક્ત વસ્તુ જ સતું હોય છે, તે ત્રણ ધર્મોથી રહિત વસ્તુ અસત્ બની જાય છે.) આ રીતે ઉત્પાદાદિને પરસ્પર સાપેક્ષ હોવાથી વસ્તુને ત્રયાત્મક કેમ ન કહેવાય ? અર્થાત્ વસ્તુ ઉત્પાદાદિ ત્રણ ધર્મોને સાપેક્ષ હોવાથી ત્રયાત્મક કહેવાય જ છે - સિદ્ધ થઈ જ જાય છે. તેથી કહ્યું છે કે... “(એક રાજાએ સુવર્ણના ઘટને તોડવા માટે સોનીને કહ્યું, ત્યારે) સુવર્ણઘટ નાશ થતે છતે રાજકુમારીએ શોક કર્યો અને તેમાંથી જ્યારે સોનીએ મુકુટને બનાવવાનું ચાલું કર્યું ત્યારે) મુકુટ ઉત્પન્ન થતે છતે રાજકુમારે પ્રીતિને ધારણ કરી - (રાજકુમાર ખૂશ થયો. છતાં પણ આ બંને અવસ્થામાં સુવર્ણ સુવર્ણ તરીકે રહેતું હોવાથી, તેના ખજાનામાં હાનિ થતી ન હોવાથી) રાજા મધ્યસ્થતાને ધારણ કરે છે. આમ (ઘટરૂપ) પૂર્વ આકારના પરિક્ષયરૂપ અને તેનાથી અપર(મુકુટરૂપ) આકારની ઉત્પત્તિરૂપ ઉભય અવસ્થાનો આધાર એક સુવર્ણ બને છે. અર્થાતુ આકાર બદલાવા છતાં સુવર્ણ સુવર્ણ તરીકે સ્થિર રહે છે.”
(તેથી એક સુવર્ણમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણ ધર્મો રહી ગયા, આનાથી) સ્થિત થાય છે કે – સિદ્ધ થાય છે કે વસ્તુ ત્રયાત્મક હોય છે.
(આપ્તમીમાંસામાં પણ) કહ્યું છે કે “ઘટ, મુકુટ અને સુવર્ણના અર્થી માણસો, તેના નાશ, ઉત્પાદ અને સ્થિતિમાં અનુક્રમે શોક, પ્રમોદ અને મધ્યસ્થતાને પામે છે. આથી શોકાદિ ક્રિયા સહેતુક સિદ્ધ થાય છે. (અર્થાત્ ત્રણ ભિન્ન વ્યક્તિઓને એકસાથે થયેલા ત્રણ પ્રકારના ભાવો (સુવર્ણરૂપ વસ્તુની) વિનાશ, ઉત્પાદ અને સ્થિતિરૂપ ત્રણ અવસ્થાઓ વિના થઈ શકતા નથી. આથી ત્રણ વ્યક્તિઓને થતા ભિન્નભિન્ન ત્રણભાવો, વસ્તુમાં રહેલા ત્રણધર્મોને કારણે થયા છે તે સિદ્ધ થાય છે. તેનાથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે).”
તથા “દૂધના વ્રતવાળો દહીં ખાતો નથી, દહીંના વ્રતવાળો દૂધ ખાતો નથી અને