________________
દરર
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५७, जैनदर्शन
કથંચિતભેદ સ્વીકારેલો છે. અર્થાત્ ઉત્પાદાદિ ત્રણે રૂપોના લક્ષણો ભિન્નભિન્ન હોવાથી તે ત્રણેમાં કથંચિતભેદ છે. (અને છતાં પણ તે ત્રણે કોઈપણ વસ્તુથી ભિન્ન કે પરસ્પરભિન્ન ઉપલબ્ધ થતા નથી અને એકવસ્તુના ઉત્પાદઆદિને બીજીવસ્તુમાં લઈ જઈ શકાતા નથી. આથી તે ત્રણે અભિન્ન છે. અને તે ત્રણે પરસ્પરભિન્ન પણ છે. કારણકે તે ત્રણેના લક્ષણ ભિન્નભિન્ન છે.)
અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે - ઉત્પાદ, વિનાશ, અને સ્થિતિ પરસ્પરભિન્ન છે. કારણ કે તે ત્રણેના લક્ષણો ભિન્ન છે. જેમ રસાદિના લક્ષણો ભિન્ન છે. તેથી તે પરસ્પરભિન્ન છે. તેમ ઉત્પાદાદિ ત્રણેના લક્ષણો પણ ભિન્ન હોવાથી તે ત્રણે પરસ્પરભિન્ન છે.
અમારા અનુમાનમાં “ભિન્નલક્ષણત્વ” હેતુ અસિદ્ધ નથી. અર્થાત્ ઉત્પાદાદિ ત્રણેના લક્ષણો ભિન્ન છે. આ હેતુ અસિદ્ધ નથી, કારણકે તે ત્રણેના લક્ષણો ભિન્નભિન્ન જ છે. અસતુનો આત્મલાભ તે ઉત્પાદ કહેવાય છે. અર્થાત્ પદાર્થ પહેલા જે સ્વરૂપે-પર્યાયે નથી, તે સ્વરૂપનો લાભ થવો તે ઉત્પાદ કહેવાય છે. સની સત્તાના વિયોગને વિનાશ કહેવાય છે. અર્થાત્ (વિદ્યમાન પર્યાયવાળી) વસ્તુના વિદ્યમાન પર્યાયનો વિયોગ થવો તે વિનાશ કહેવાય છે. દ્રવ્યરૂપે અનુવર્તનને ધ્રુવતા=સ્થિતિ કહેવાય છે. અર્થાત્ ઉત્પાદ અને વિનાશ થવા છતાં પણ દ્રવ્યરૂપથી અનુવર્તન = અન્વય રહેવો તે સ્થિતિ કહેવાય છે. આ રીતે ત્રણેના અસંકીર્ણ (ભિન્નભિન્ન) લક્ષણોની સર્વેને પ્રતીતિ થાય જ છે. તેથી તે ત્રણેના લક્ષણો ભિન્ન હોવાથી તે ત્રણેમાં કથંચિતું ભેદ છે જ.
વળી આ ઉત્પાદાદિત્રણ પરસ્પરનિરપેક્ષપણે ભિન્ન નથી જ. કારણે પરસ્પરનિરપેક્ષ વસ્તુઓ આકાશકુસુમની જેમ અસતું બની જાય છે. કહેવાનો આશય એ છે કે તે ઉત્પાદાદિ લક્ષણની ભિન્નતાના કારણે કથંચિત્ ભિન્ન હોવા છતાં પણ પરસ્પર નિરપેક્ષ નથી, પરંતુ એકબીજાની અપેક્ષા રાખે છે. તે પરસ્પર નિરપેક્ષપણે અત્યંતભિન્ન નથી. જો તે પરસ્પરનિરપેક્ષ અને અત્યંત ભિન્ન થઈ જાય તો, તેનો આકાશકુસુમની જેમ અભાવ થઈ જશે. (ઉત્પાદાદિ ત્રણ પરસ્પરનિરપેક્ષ અને અત્યંતભિન્ન નથી-) તે આ પ્રમાણે સિદ્ધ થાય છે. - કેવલઉત્પાદ સતું નથી, કારણકે સ્થિતિ અને વિગમથી રહિત છે. જેમકે કાચબાના રોમ(રૂંવાટી).
તે પ્રમાણે કેવલવિનાશ સતુ નથી, કારણ કે સ્થિતિ-ઉત્પત્તિથી રહિત છે. જેમકે કાચબાની રૂંવાટી. એ પ્રમાણે કેવલસ્થિતિ સતું નથી, કારણકે વિનાશ અને ઉત્પત્તિથી રહિત છે. જેમકે કાચબાની રૂંવાટી. (કહેવાનો આશય એ છે કે જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે, તેની જ સ્થિતિ બની રહે છે અને કાલાંતરે વિનાશ પણ થાય છે, આવું અનુભવથી સિદ્ધ જ છે. તે જ રીતે જે પદાર્થની સ્થિતિ હોય, તે વસ્તુ ક્યારેક ઉત્પન્ન પણ થયેલી જ હોય છે અને કાલાંતરે