________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३९९
ટીકાનો ભાવાનુવાદ
અથવા માની પણ લઈએ કે પૃથ્વી વગેરેમાં ‘આ ઈશ્વરે બનાવેલ છે. આવી કૃતબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તો પણ કાર્યવહેતુ વિરુદ્ધ છે. કારણકે જેમ ઘટાદિમાં શરીરી, અલ્પજ્ઞકર્તા સિદ્ધ થાય છે, તેમ પૃથ્વી વગેરેના કર્તા પણ શરીરી અને અસર્વજ્ઞ જ સિદ્ધ થશે. પરંતુ તમારા માનેલા અશરીરી સર્વજ્ઞ કર્તા સિદ્ધ થશે નહિં. તેથી પૃથ્વી વગેરેના કર્તા તરીકે સર્વજ્ઞ અને અશરીરી કર્તાની સિદ્ધિ કાર્યવહેતુથી થવાને બદલે શરીર અને અસર્વજ્ઞ કર્તાની સિદ્ધિ થતાં કાર્યત્વ હેતુ વિરુદ્ધ બની જાય છે.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : દૃષ્ટાંત અને દૃષ્ટત્તિકનું સામ્ય શોધવામાં તો સર્વત્ર હેતુઓની અસંગતિ થઈ જશે. અર્થાત્ કોઈપણ સ્થળે દષ્ટાંત આપવામાં આવ્યું હોય, તે દૃષ્ટાંત દાષ્ટબ્લિક સાથે પૂર્ણ પણે સમાનતા રાખતું હોય તેવું જોવા મળતું નથી. પરંતુ અમુકઅંશોની સમાનતાને આગળ કરીને (દન્તિકને સમજાવવા) દૃષ્ટાંત અપાતું હોય છે. જેમકે “ચન્દ્રમાની સમાન મુખ છે.” અહીં ચન્દ્રમાનું આકાશમાં રહેવું, રાત્રિમાં પ્રકાશવું વગેરે ધર્મો મુખમાં ન હોવા છતાં ચંદ્રમાં રહેલા આલ્હાદકત્વને આગળ કરીને મુખ સાથે સમાનતા બતાવાતી હોય છે. દૃષ્ટાંત તો કોઈ મુખ્યધર્મની મુખ્યતાએ અપાતું હોય છે. પર્વતમાં અગ્નિને સિદ્ધ કરવા માટે આપવામાં આવેલ મહાનસીયઅગ્નિ દષ્ટાંતમાં પર્વતીયઅગ્નિના બધા જ ધર્મો ક્યાં જોવા મળે છે ? ટુંકમાં દૃષ્ટાંત અને દૃષ્ઠન્તિકની પૂર્ણપણે સમાનતાનો આગ્રહ રાખશો તો સર્વ પણ અનુમાનોના ઉચ્છેદની આપત્તિ આવશે.
જૈન (ઉત્તરપક્ષ) : પર્વતમાં અગ્નિના અનુમાન કરવાના સમયે પર્વતીયઅગ્નિ અને મહાનસીયઅગ્નિ, આ બંને વિશેષઅગ્નિઓમાં રહેનાર અગ્નિત્વ સામાન્યધર્મ હોય છે. આથી તે અનુમાન કરવું યુક્ત છે. પરંતુ ઘટાદિના શરીરિ અને અસર્વજ્ઞ કર્તા તથા પૃથ્વીવગેરેના અશરીરિ અને સર્વજ્ઞ કર્તામાં કોઈ સામાન્ય કર્તુત્વ ધર્મ નથી કે જેનાથી સામાન્યકર્તાની સિદ્ધિ થઈ શકે.
તમે એમ કહેશો કે “સામાન્યકત્વ પ્રસિદ્ધ જ છે. માટે ઘટાદિના ઉદાહરણથી પૃથ્વીવગેરેના કર્તા તરીકે અશરીરી અને સર્વજ્ઞ કર્તાની સિદ્ધિમાં કોઈ બાધ નથી”
તો તમારી આ વાત યુક્ત નથી, કારણ કે આજ સુધીમાં કોઈએ પણ અશરીરી તથા સર્વજ્ઞા કર્તાવિશેષનો અનુભવ જ કર્યો નથી. પર્વતીયઅગ્નિ તથા મહાનસીયઅગ્નિ બંને દશ્ય છે. આથી તેમાં રહેવાવાળો અગ્નિત્વ નામનો સામાન્યધર્મ પ્રસિદ્ધ થઈ શકે છે. પરંતુ કુંભાર આદિ શરીરિકર્તા દશ્ય હોવા છતાં પણ ઈશ્વર નામનો અશરીરી અને સર્વજ્ઞ કર્તા આજસુધીમાં સ્વપ્નમાં પણ અનુભવાયો નથી કે જેથી બંનેમાં રહેલો કર્તુત્વ નામનો સામાન્યધર્મ પ્રસિદ્ધ થઈ