________________
३९८
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
આ રીતે કાર્યત્વહેતુના કૃતબુદ્ધિ-ઉત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ થતી ન હોવાથી કાર્યવહેતું વિશેષણાસિદ્ધ બને છે.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ)ઃ અમે પહેલાં કહી ચુક્યા છીએ કે જે જમીનને ખોદીને, તે ખાડાને તેવોને તેવો ભરી દેવામાં આવે તો પણ કૃતબુદ્ધિ થતી નથી, આથી “જે કાર્યો હોય તે કૃતબુદ્ધિને ઉત્પન્ન કરે–આવો કોઈ નિયમ નથી.
જેન (ઉત્તરપક્ષ:) : તમારી વાત ઉચિત નથી. કારણકે જે જમીનને ખોદીને, તેવીને તેવી પુન: ભરી દેતાં તે જમીન ખોદ્યા વિનાની જમીનની સમાન બની જાય છે. આથી ત્યાં કુતબુદ્ધિ થતી નથી, પરંતુ પૃથ્વી આદિમાં કોઈ અકૃત્રિમ વસ્તુનું સારૂપ્ય નથી કે જેથી પૃથ્વીવગેરેમાં અકૃત્રિમત્વની બુદ્ધિ ઉત્પન્ન થાય અને તેથી પૃથ્વી વગેરેમાં કૃતબુદ્ધિ ઉત્પન્ન ન થાય ! અર્થાત્ પૃથ્વીવગેરેમાં અકૃત્રિમ વસ્તુનું સારૂપ્ય નથી. તેથી તેમાં કૃતબુદ્ધિ ન થવામાં કોઈ કારણ નથી, છતાં કૃતબુદ્ધિ કેમ થતી નથી ? વળી તમે કોઈ અકૃત્રિમ પૃથ્વી માની નથી. અને જો કોઈ અકૃત્રિમ પૃથ્વી સ્વીકારશો અને પૃથ્વી વગેરેની બીજા અકૃતિમ પૃથ્વી સાથે સમાનતા માનશો તો, પૃથ્વી આદિમાં કાર્યવહેતુ અસિદ્ધ બની જશે. કારણ કે અકૃત્રિમપૃથ્વી કોઈનાથી બનાવેલી ન હોવાથી કાર્ય નથી.
વળી પૃથ્વી વગેરેને અકૃત્રિમ માનવાથી, પૃથ્વી વગેરે ઈશ્વરકૃત છે'-આવા તમારા સિદ્ધાંતનો અપલાપ થશે. અર્થાત્ અપસિદ્ધાંત નામનો દોષ આવી પડશે.
આ રીતે કાર્યત્વ હેતુનું “કૃતબુદ્ધિ-ઉત્પાદકત્વ' રૂપ વિશેષણ અસિદ્ધ થવાથી કાર્યવહેતુ વિશેષણાસિદ્ધિદોષથી દૂષિત બની જાય છે.
सिध्यतु वा, तथाप्यसौ विरुद्धः, घटादाविव शरीरादिविशिष्टस्यैव बुद्धिमत्कर्तुरत्र प्रसाधनात् । नन्वेवं दृष्टान्तदाान्तिकसाम्यान्वेषणे सर्वत्र हेतूनामनुपपत्तिरिति चेत, न । धूमाद्यनुमाने महानसेतरसाधारणस्याग्नेः प्रतिपत्तेः । अत्राप्येवं बुद्धिमत्सामान्यप्रसिद्धेर्न विरुद्धत्वमित्यप्ययुक्तं, दृश्यविशेषाधारस्यैव तत्सामान्यस्य कार्यत्वहेतोः प्रसिद्धर्नादृश्यविशेषाधारस्य, तस्य स्वप्नेऽप्यप्रतीतेः, खरविषाणाधारतत्सामान्यवत् । ततो यादृशात्कारणाद्यादृशं कार्यमुपलब्धं तादृशादेव तादृशमनुमातव्यं, यथा यावद्धर्मात्मकाद्वह्नर्यावद्धर्मात्मकस्य धूमस्योत्पत्तिः सुदृढप्रमाणात्पतिपन्ना तादृशोदेव धूमात्तादृशस्यैवाग्नेरनुमानमिति । एतेन 'साध्यसाधनयोर्विशेषण व्याप्ती गृह्यमाणायां सर्वानुमानोच्छेदप्रसक्तिः' इत्याद्यपास्तं द्रष्टव्यमिति । तथाऽकृष्टप्रभवैस्तरुतृणादिभिर्व्यभिचार्ययं हेतुः ।