________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
થઈ જાય છે.” – આવું હોય તો સસલાના શીંગડાદિ અસદુપદાર્થોની પણ ઉત્પાદાદિ ત્રણના યોગથી સત્તા થઈ જશે. - અર્થાત્ તે સતું બની જશે.
પદાર્થો પહેલાથી જ સતુ હોય તો અર્થાતુ ઉત્પાદાદિ ત્રણના સંયોગની પૂર્વે જ સતું હોય તો તે પદાર્થો સ્વરૂપથી જ સતુ છે અને જે પદાર્થ સ્વરૂપથી જ સતુ છે, ત્યારે તેનામાં ઉત્પાદાદિના સંબંધની કલ્પના કરી સત્તા માનવી નિરર્થક છે. તથા જે પ્રકારે પદાર્થોમાં ઉત્પાદાદિથી સત્તા આવે છે, તે જ પ્રકારે જો ઉત્પાદ, વ્યય અને ધ્રુવતામાં અન્ય ઉત્પાદાદિથી સત્તા આવતી હોય, તો તેનામાં પણ અન્યથી આવશે. આ રીતે અનવસ્થા ચાલશે. અને અનવસ્થા દૂષણ આવશે.
જો ઉત્પાદ, વ્યય અને સ્થિતિ અન્ય ઉત્પાદાદિની અપેક્ષા વિના સ્વતઃ જ સત્ છે, તો સમસ્તપદાર્થો પણ સ્વત: જ સત્ બને છે. તે પદાર્થોમાં પણ ઉત્પાદાદિથી સત્ત્વની કલ્પના કરવી નિરર્થક છે.
સમાધાન : અમે લોકો (પદાર્થથી) ભિન્ન એવા ઉત્પાદ, લય અને સ્થિતિના યોગથી પદાર્થની સત્તા સ્વીકારતા નથી. પરંતુ ઉત્પાદાદિત્રયયોગાત્મક જ સત્તાનો સ્વીકાર કરીએ છીએ. (અર્થાત્ અમે લોકો પદાર્થ સ્વતંત્ર છે, અને ઉત્પાદાદિ ત્રણ (પદાર્થથી ભિન્ન=) સ્વતંત્ર છે. અને ઘટમાં પાણીના સંયોગની જેમ ઉત્પાદાદિથી પદાર્થમાં સત્તા આવી જાય છે, એવું અમે માનતા નથી. પરંતુ ઉત્પાદ, લય અને સ્થિતિ આ ત્રણે નો યોગન્નતાદાત્મ જ વસ્તુ છે અને તે સત્ છે. ઉત્પાદાદિ પૃથક અને વસ્તુ પૃથફ છે તેવું નથી.)
જેમકે પૃથ્વી, પર્વતાદિ સર્વ વસ્તુઓ દ્રવ્યની દ્રષ્ટિએ ઉત્પન્ન થતી નથી કે નાશ પામતી નથી. કારણકે તેમાં પુદ્ગલ દ્રવ્યનો પરિફુટઅન્વય (કાયમી હોવાપણારૂપ અન્વય) જોવા મળે છે. (અહીં એક સિદ્ધાંત યાદ રાખવો કે કોઈપણ અસતુદ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને કોઈપણ સતું પદાર્થનો અત્યંતનાશ થતો નથી, બલકે રૂપાંતર અવશ્ય થતા રહે છે. આથી કોઈપણ વસ્તુનો ઉત્પાદ કે અત્યંતલય તો થઈ શકતો જ નથી.)
શંકા કાપેલા અને પુનઃ ઉત્પન્ન થયેલા નખ, વાળઆદિમાં અન્વયના દર્શન દ્વારા વ્યભિચાર આવે છે. કહેવાનો આશય એ છે કે તમે ઉપર વસ્તુમાં થતા પરિસ્કુટઅન્વયને કારણે ઉત્પત્તિ અને વિનાશનો નિષેધ કર્યો છે તે યોગ્ય નથી. કારણકે કાપી નાખેલા નખ અને વાળમાં “આ તે જ નખ કે વાળ છે.” આવા અન્વયના દર્શન થતા હોવા છતાં પણ નખ અને વાળની ઉત્પત્તિ અને વિનાશ પણ થાય જ છે. તેથી અન્વયદર્શનથી ઉત્પત્તિવિનાશનો નિષેધ કર્યો તે લેશમાત્ર ઉચિત નથી.