________________
५५८
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
સારું, હવે તમે અમને બતાવો કે.. મોક્ષના માટે જે બુદ્ધદીક્ષા ગ્રહણ કરવામાં આવે છે, તેનાથી શું થાય છે? શું પ્રાક્ટનરાગાદિનો ક્ષય કરાય છે કે ભાવિકોલમાં રાગ ઉત્પન્ન નથી થતો ? કે રાગોત્પાદકશક્તિનો નાશ થાય છે? કે સંતાનનો ઉચ્છેદ થાય છે? કે રાગાદિ સત્તતિ આગળ ઉત્પન્ન થતી નથી ? કે નિરાશ્રવચિત્તસન્નતિ ઉત્પન્ન થઈ જાય છે ?
તેમાં પ્રથમપક્ષ સંગત નથી. અર્થાત્ બુદ્ધદીક્ષાથી પ્રાપ્તનરાગાદિનો નાશ થાય છે - આ પ્રથમપક્ષ સંગત થતો નથી, કારણ કે તમારા મનમાં વિનાશ નિહેતુક હોવાથી પ્રવજ્યાથી રાગાદિનો ક્ષય ઉત્પન્ન થઈ શકતો નથી.
પ્રવજ્યાથી ભાવિરાગાદિનો અનુત્પાદ થાય છે.' - આ દ્વિતીયપક્ષ પણ અસુંદર છે. કારણ કે ઉત્પાદના અભાવને જ અનુત્પાદ કહેવાય છે. તે અનુત્પાદ અભાવરૂપ હોવાથી કેવી રીતે ઉત્પન્ન કરાય ? (તમારા મનમાં અનુત્પાદ પણ ઉત્પાદનો વિનાશ સ્વરૂપ હોવાથી નિર્દેતુક છે. તે તો આપોઆપ ઉત્પન્ન થાય છે. તેથી પ્રવજ્યાથી ભાવિરાગાદિનો અનુત્પાદ થાય છે, એમ કહેશો તો) અપસિદ્ધાંતનો પ્રસંગ આવશે. અર્થાત્ અપસિદ્ધાંત નામના નિગ્રહસ્થાનમાં આવી જશો.
બુદ્ધદીક્ષાથી રાગાદિની ઉત્પાદકશક્તિનો ક્ષય છે.' આ તૃતીયપક્ષ પણ ઉચિત નથી, કારણ કે તે શક્તિનો ક્ષય પણ અભાવરૂપ હોવાથી નિહેતુક હોવાના કારણે તમારામતમાં તેની ઉત્પત્તિનો વિરોધ છે. અર્થાતુ શક્તિનો ક્ષય અભાવરૂપ છે. અભાવની ઉત્પત્તિ નિર્દેતુક હોય છે. તેથી તેની ઉત્પત્તિ માનવામાં તમારો વિરોધ છે. આથી તૃતીયપક્ષ ઉચિત નથી.
આનાથી સંતાનનો ઉચ્છેદ તથા સંતાનનો અનુત્પાદ=ઉત્પાદાભાવ પક્ષ પણ નિરસ્ત થાય છે. કારણકે જેમ ક્ષણનો ઉચ્છેદ અને ક્ષણનો અનુત્પાદ વિનાશરૂપ હોવાથી નિર્દેતુક છે, તેમ સંતાનનો ઉચ્છેદ અને સંતાનનો અનુત્પાદ બંને પણ અભાવરૂપ હોવાથી નિર્દેતુક છે. તેથી કારણોથી તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે.) વળી (તમે લોકોએ) વાસ્તવિક સંતાનનો સ્વીકાર જ કર્યો ન હોવાથી, સંતાનના ઉચ્છેદ કરવાના પ્રયાસ વડે શું ? (અર્થાતુ જે વસ્તુનો સ્વીકાર જ કર્યો નથી, તેની ઉત્પત્તિ-વિનાશનો પ્રશ્ન જ ક્યાંથી હોય !) શું મરેલાને મારવાનું ક્યાંય પણ જોવા મળે છે ? તેમ વાસ્તવિક સંતાન જ નથી, ત્યાં તેના ઉચ્છેદનો પ્રયાસ જ કેવી રીતે હોય ?. તેથી સંતાન-ઉચ્છેદસ્વરૂપ મુક્તિ ઘટતી નથી.
નિરાશ્રવચિત્તસંતતિની ઉત્પત્તિસ્વરૂપ મોક્ષ છે અને તે પ્રવજ્યાના પુરૂષાર્થથી સાધ્ય છે અર્થાતુ જે ચિત્તસંતતિ પૂર્વે અવિદ્યા અને તૃષ્ણાથી સંયુક્ત હતી, તે ચિત્તસંતતિ પ્રવ્રજ્યાથી અવિદ્યા અને તૃષ્ણાથી રહિત બને છે અને તે જ મોક્ષ છે. તેના માટે પ્રવજ્યા છે' - આ પક્ષ ઉચિત પ્રતીત થાય છે. માત્ર તમે અમને કહો કે તે ચિત્તસંતતિ સાન્વય છે કે નિરન્વય છે ? જો તમે