________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५२, जैनदर्शन
५५७
तदुच्छेदादिप्रयासेन ? न हि मृतस्य मारणं क्वापि दृष्टम्, तन्न सन्तानोच्छेदलक्षणा मुक्तिर्घटते । अथ निराश्रयरूपचित्तसन्तत्युत्पत्तिलक्षणा सा तत्प्रयाससाध्येति पक्षस्तु ज्यायान् । केवलं सा चित्तसन्ततिः सान्वया निरन्वया वेति वक्तव्यम्, आद्ये सिद्धसाधनं, तथाभूत एव चित्तसन्ताने मोक्षोपपत्तेः, बद्धो हि मुच्यते नाबद्धः, द्वितीयोऽनुपपन्नः, निरन्वये हि सन्तानेऽन्यो बध्यतेऽन्यश्च मुच्यते, तथा च बद्धस्य मुक्त्यर्थं प्रवृत्तिर्न स्यात्, कृतनाशादयश्च दोषाः पृष्टलग्ना एव धावन्ति ।
ટીકાનો ભાવાનુવાદ વળી જગતમાં સર્વે બુદ્ધિમાનપુરુષો કોઈપણ કાર્યમાં બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ આ કાર્ય કરવાથી મને અમુક લાભ થશે, આવા અનુસંધાનપૂર્વક બુદ્ધિમાનપુરુષો કાર્ય કરવામાટે પ્રવૃત્ત થાય છે. હવે તમે બતાવો કે તમારો મોક્ષમાર્ગના અભ્યાસમાં પ્રવૃત્તિકરનારો તથા “આનાથી મને મોક્ષ મળશે” આવા અનુસંધાનપૂર્વક પ્રવૃત્તિ કરનારો કોણ છે ? આવો વિચાર જ્ઞાનક્ષણ કરશે કે સંતાન કરશે ? તે પણ તમારે બતાવવું જોઈએ.
જો તમે કહેશો કે “જ્ઞાનક્ષણ તાદશઅનુસંધાનપૂર્વક પ્રવર્તે છે' .તો તે ઉચિત નથી, કારણ કે તે જ્ઞાનક્ષણ એકક્ષણસ્થાયી અને નિર્વિકલ્પ હોવાના કારણે આટલા વિચારણારૂપ વ્યાપારોને કરવા માટે સમર્થ નથી. (આટલો લાંબો વિચાર તો દસ-વીસ ક્ષણ રહેવાવાળું સવિકલ્પકજ્ઞાન જ કરી શકે છે.) તેથી જ્ઞાનક્ષણ તાદશઅનુસંધાનપૂર્વક પ્રવર્તે છે, તેમ કહેવું શક્ય નથી.
જો તમે એમ કહેશો કે “જ્ઞાનક્ષણરૂપ સંતાન તાદશઅનુસંધાનપૂર્વક પ્રવૃત્તિ કરે છે' - તો તે ઉચિત નથી. કારણ કે પરસ્પરભિન્ન જ્ઞાનક્ષણરૂપ સંતાનિઓથી અતિરિક્તસત્તા રાખનારી સંતાન બૌદ્ધો વડે સ્વીકારાયેલી નથી.
આથી જેમ જ્ઞાનક્ષણ તેવા પ્રકારનો લાંબો વિચાર કરી શકતી નથી. તેમ જ્ઞાનક્ષણરૂપ સંતાન પણ તે વિચાર કરવામાં સમર્થ થઈ શકતી નથી.
વળી તમારા મનમાં સર્વપદાર્થો ક્ષણિક છે તથા રાગાદિસંસ્કારોનો પણ બીજીક્ષણમાં નિરન્વય=નિર્દૂલવિનાશ થઈ જાય છે. અર્થાત્ રાગાદિનો નાશ આપોઆપ થઈ જશે, તેના યોગે મોક્ષ પણ આપોઆપ થઈ જશે, તો પછી મોક્ષ માટેના પુરુષાર્થવ્યર્થ જ છે. અર્થાત્ મોક્ષ માટે લેવાતી બુદ્ધદીક્ષા વ્યર્થ જ જશે. કારણકે તમે રાગાદિના ઉપરમને જ મોક્ષ માન્યો છે. ઉપરનો અર્થ નાશ થાય છે અને નાશ તો તમારા મતમાં નિર્દેતુક છે. તે કારણોથી થતો નથી, સ્વભાવથી જ આપોઆપ થઈ જાય છે અને તેથી રાગાદિનો ઉપરમ પ્રયાસવિના જ સિદ્ધ છે. તેથી રાગાદિના ક્ષય માટે પ્રવજ્યારૂપ અનુષ્ઠાનાદિપ્રયાસ નિષ્ફલ જ છે.