________________
५२२
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
દેખાતો ભેદ સકારણ છે. કારણ કે નિષ્કારણત્વમાં ક્યાં તો વસ્તુ એકાંતે સતું હોય છે, ક્યાં તો એકાંતે અસતું હોય છે, અર્થાત્ ફલમાં દેખાતો આ ભેદ નિષ્કારણ માનશો તો તે નિત્ય સતું કે નિત્ય અસત્ માનવાનો પ્રસંગ આવશે. અર્થાત્ તે હંમેશાં હોય કે હંમેશાં ન હોય તેવું માનવું પડશે. આમ જગતમાં ફળમાં દેખાતો ભેદ સકારણ જ હોય છે અને તે કારણ તરીકે પુણ્ય-પાપરૂપ અદૃષ્ટકર્મ છે. તેથી આગમમાં કહ્યું છે કે,
તુલ્યસામગ્રીવાળા પુરુષોના સુખ-દુ:ખરૂપ ફલમાં જે વિશેષતા દેખાય છે, તે કારણવિના હોતી નથી. હે ગૌત્તમ ! જેમ ઘટ કારણ વિના ઉત્પન્ન થતો નથી, તેમ સમાન સામગ્રીવાળા પુરુષોને સુખ-દુ:ખાદિની વિચિત્રતા પણ કારણવિના ઉત્પન્ન થર્ટી નથી. IIII” 'અથવા કારણ અનુમાનથી તથા કાર્ય અનુમાનથી આ પ્રમાણે પુણ્ય-પાપની સિદ્ધિ થાય છે.
કારણાનુમાન : “દાનાદિ શુભક્રિયાઓનું તથા હિંસાદિ અશુભક્રિયાઓનું ફળભૂત કાર્ય છે. કારણ કે કારણ છે. જેમકે ખેતીવગેરેની ક્રિયા.” આ અનુમાનથી
તે ક્રિયાઓનું જે ફળ છે તે પુણ્ય અને પાપ જાણવું. જેમ ખેતી વગેરે ક્રિયાઓનું ફળ ડાંગર, જવ, ઘઉં વગેરે છે, તેમ તે ક્રિયાઓનું ફળ પુણ્ય અને પાપ જાણવું.
શંકા જેમ ખેતીવગેરે ક્રિયા દષ્ટએવા શાલિ વગેરેના ફળમાત્રથી પૂર્ણપ્રયોજનવાળી થાય છે, તેમ દાનાદિક્રિયા અને હિંસાદિક્રિયા, એમ સર્વે પણ ક્રિયાઓ પ્રશંસાઆદિ અને માંસભક્ષણાદિસ્વરૂપ દષ્ટફળમાત્રથી પૂર્ણ પ્રયોજનવાળી થાઓ.
તેના ફલ તરીકે પુણ્ય-પાપની કલ્પના કરવાની શી જરૂર છે ? - કહેવાનો આશય એ છે કે જેમ ખેતી વગેરે ક્રિયાઓનું સાક્ષાત્પ્રયોજન ધાન્યની પ્રાપ્તિ છે. તે પ્રાપ્ત થતાં પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. પછીથી કોઈ અદૃષ્ટફલની કલ્પના કરાતી નથી. તેમ દાનાદિક્રિયાઓનું સાક્ષાપ્રયોજન પ્રશંસા, માન, સન્માનાદિ છે તે પ્રાપ્ત થતાં, તે ક્રિયાનું પ્રયોજન પણ સિદ્ધ થઈ જાય છે. તો પછી અદષ્ટ એવા પુણ્યની કલ્પના કરવાની શી જરૂર છે ? તથા પશું હિંસાદિ ક્રિયાઓનું માંસ ભક્ષણાદિ સાક્ષાત્ પ્રયોજન સિદ્ધ થઈ જતાં, અદૃષ્ટ એવા પાપની કલ્પના કરવાની શી જરૂર છે ?
વળી સર્વલોકો પણ મોટાભાગે ખેતી વગેરેની ક્રિયાઓના તથા હિંસાદિ ક્રિયાઓના દૃષ્ટ ફળમાત્રમાં જ પ્રવર્તે છે. દાનાદિકિયાના અદષ્ટફળમાં તો અલ્પ લોકો જ પ્રવર્તે છે, ઘણા લોકો પ્રવર્તતા નથી. તેથી કૃષિ, હિંસાદિ અશુભક્રિયાઓના અદષ્ટફળનો અભાવ હોવાથી દાનાદિ શુભક્રિયાઓના અદષ્ટફળનો પણ અભાવ જ થઈ જશે. આથી પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ નથી.