________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४८७
અથવા ઉપરોક્ત કહેલા તમામ હેતુઓનો સંગ્રહ કરીને અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - વનસ્પતિઓ સચેતન છે. કારણકે વનસ્પતિમાં જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, રોગાદિ સમુદાયનો સદ્ભાવ છે. જેમ સ્ત્રીમાં જન્માદિના સર્ભાવથી તેની સચેતના સિદ્ધ છે, તેમ વનસ્પતિમાં પણ જન્મ, મૃત્યુ વગેરેના સદ્ભાવથી સચેતના સિદ્ધ થાય છે.
શંકા દહીં પણ ઉત્પન્ન થાય છે. છતાં પણ તે અચેતન છે, સચેતન નથી. તેથી તમારો હેતુ વ્યભિચારી બને છે. જે ઉત્પન્ન થાય તે સચેતન હોય તેવા કોઈ નિયમ નથી.
સમાધાનઃ અમે માત્ર “ઉત્પન્ન થાય તે સચેતન હોય તેમ નથી કહ્યું, પરંતુ જે ઉત્પન્ન થાય, મૃત્યુ પામે, વૃદ્ધાવસ્થા પામે ઇત્યાદિ સમુદિત જન્માદિને સચેતનતા પ્રત્યે હેતુ બનાવ્યો છે. તેથી અમારો હેતુ વ્યભિચારી નથી, કારણ કે દહીં માત્ર ઉત્પન્ન થાય છે, પરંતુ મૃત્યુ પામતું નથી કે વૃદ્ધાવસ્થા પણ પામતું નથી, તેથી દહીંને લઈને હેતુ વ્યભિચારિ બનતો નથી.
તેથી આ પ્રમાણે પૃથ્વી વગેરે પાંચનું સચેતનત્વ (જીવત્વ) સિદ્ધ થાય છે અથવા આપ્તપુરુષ શ્રી તીર્થંકર પરમાત્માના નિર્દોષવચનના સંગ્રહરૂપ આગમવચનથી પૃથ્વી વગેરે સર્વેની સચેતનતા સિદ્ધ થઈ જાય છે.
द्वीन्दियादिषु च कृमिपिपीलिकाभ्रमरमनुष्यजलचरस्थलचरखेचरपधादिषु न केषांचित्सात्मकत्वे विगानमिति । ये तु तत्रापि विप्रतिपद्यन्ते तान् प्रतीदमभिधीयते । इन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा, इन्द्रियव्युपरमेऽपि तदुपलब्धार्थानुस्मरणात् । प्रयोगोऽत्रइह यो यदुपरमे यदुपलब्धानामर्थानामनुस्मर्ता स तेभ्यो व्यतिरिक्तिः, यथा गवाक्षरुपलब्धानामर्थानां गवाक्षोपरमेऽपि (तदनुस्मर्ता) देवदत्तः । अनुस्मरति चायमात्मान्धबधिरत्वादिकालेऽपीन्द्रियोपलब्धानर्थान् अतः स तेभ्योऽर्थान्तरमिति । अथवेन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा, इन्द्रियव्यापृतावपि कदाचिदनुपयुक्तावस्थायां वस्त्वनुपलम्भात् । प्रयोगश्चात्र-इन्द्रियेभ्यो व्यतिरिक्त आत्मा, तद्व्यापारेऽप्यर्थानुपलम्भात् । इह यो यद्व्यापारेऽपि यैरुपलभ्यानर्थान्नोपलभते स तेभ्यो भिन्नो दृष्टः, यथाऽस्थगितगवाक्षेऽप्यन्यमनस्कतयानुपयुक्तोऽपश्यंस्तेभ्यो देवदत्त इति । अथवेदमनुमानम्समस्तीन्द्रियेभ्यो भिन्नो जीवाऽन्येनापलभ्यान्येन विकारग्रहणात् । इह योऽन्येनोपलभ्यान्येन विकारं प्रतिपद्यते स तस्माद्भिन्नो दृष्टः, यथा प्रवरप्रासादोपरिपूर्ववातायनेन रमणीमवलोक्यापरवातायनेन समायातायास्तस्याः करादिना कुचस्पर्शादिवि