________________
४८६
षड्दर्शन समुझय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: વનસ્પતિમાં સચેતનતાને સિદ્ધ કરતા અનુમાનપ્રયોગો: (૧) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વનસ્પતિમાં થતું બાલ, કુમાર, વૃદ્ધાવસ્થાપણું બીજી રીતે સંગત થતું નથી. જેમકે સ્ત્રીનું શરીર (૨) વનસ્પતિઓ સચેતન છે. કારણકે વનસ્પતિની પ્રતિનિયતવૃત્તિ બીજી રીતે સંગત થતી નથી. જેમકે સ્ત્રીનું શરીર.
(૩) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે નિદ્રા લેવી, જાગવું, સ્પર્શદિના કારણે ઉલ્લાસ પામવો-સંકોચ પામવો, બીજાને આશ્રયિને આરોહણ કરવું વગેરે અનેક વિશિષ્ટક્રિયાઓ, બીજી રીતે સંગત થતી નથી. જેમકે સ્ત્રીનું શરીર.
(૪) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે અવયવો છેદતાં પ્લાન થવું, બીજીરીતે સંગત થતું નથી. જેમકે સ્ત્રીનું શરીર.
(૫) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે પ્રતિનિયત પ્રદેશોમાંથી ગ્રહણ કરાતો આહાર બીજી રીતે સંગત થતો નથી. જેમકે સ્ત્રીનું શરીર.
(૯) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વૃક્ષનું આયુર્વેદમાં કહેલું આયુષ્ય બીજીરીતે ઘટતું નથી. જેમકે સ્ત્રીના શરીરનું આયુષ્ય.
(૭) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વૃક્ષમાં આયુર્વેદમાં કહેલી ઇષ્ટ-અનિષ્ટ આહાર નિમિત્તક વૃદ્ધિ-હાનિ બીજીરીતે ઘટતી નથી. જેમકે ઇષ્ટ-અનિષ્ટ આહારનિમિત્તક વૃદ્ધિ હાનિવાળું સ્ત્રીનું શરીર.
(૮) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વનસ્પતિમાં આયુર્વેદમાં કહેલા (વનસ્પતિને થતા) તે તે રોગો બીજી રીતે ઘટતા નથી. જેમકે સ્ત્રીના શરીરના રોગો.
(૯) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વનસ્પતિમાં ઔષધના પ્રયોગથી વૃદ્ધિ, હાનિ, ઘા રૂજાવા, ભાંગેલા ભાગો સંધાઈજવા વગેરે બીજીરીતે સંગત થતું નથી. જેમકે ઔષધ પ્રયોગથી વૃદ્ધિ-હાનિવગેરેવાળું સ્ત્રીનું શરીર.
(૧૦) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે વનસ્પતિના શરીરની પ્રતિનિયત વિશિષ્ટરસ, વીર્ય, સ્નિગ્ધતા, રુક્ષતા બીજી રીતે ઘટતી નથી. જેમકે સ્ત્રીનું વિશિષ્ટશરીર.
(૧૧) વનસ્પતિઓ સચેતન છે. કારણ કે તેને વિશિષ્ટદોહદો થાય છે. જેમકે સ્ત્રીના શરીરમાં થતા વિશિષ્ટદોહદો.
આ રીતે પક્ષની સાથે પ્રત્યેકહેતુઓને જોડતાં ઉપરોક્ત અનુમાનપ્રયોગોથી વનસ્પતિઓ સચેતન છે તે સિદ્ધ થાય છે.