________________
षड्दर्शन समुचय भाग-२, श्लोक - ४५-४६, जैनदर्शन
३८३
તથા ભગવાન જીવાદિપદાર્થોના યથાવસ્થિત ઉપદેશક છે. આમ “મૃતાર્થપ્રાશ?” વિશેષણ દ્વારા ભગવાનનો વચનાતિશય કહેવાયો.
વળી તે ભગવાને ઘાતિ-અઘાતિ સઘળાયે જ્ઞાનાવરણાદિકર્મોનો સર્વથાલય કરીને પરમ પદને પ્રાપ્ત કર્યું છે. આમ આ વિશેષણથી સઘળાયે કર્મના લયસ્વરૂપ સિદ્ધાવસ્થા ભગવાનમાં કહેવાઈ.
બીજાદર્શનના સુગાદિ દેવો મોક્ષ પ્રાપ્ત કરીને પણ તીર્થઉપર આપત્તિના સંભવમાં પુન: સંસારમાં અવતાર લેતા હોય છે. બીજાઓએ કહ્યું છે કે... “જ્ઞાનિ એવા ધર્મતીર્થના કર્તાઓ પરમપદ (મોક્ષને) પામીને, ફરીથી પણ તીર્થની દુર્દશા જોઈને (તીર્થના ઉદ્ધાર માટે) સંસારમાં જાય છે.”
(આવી રીતે સંસારમાં પુનઃ આવતા) તે દેવો પરમાર્થથી મોક્ષગતિને પામ્યા જ નથી. કારણકે સર્વકર્મના ક્ષયનો અભાવ છે. જો પરમાર્થથી સંપૂર્ણ કર્મક્ષય થયો હોય તો સંસારમાં પુન: અવતરવાનું રહેતું જ નથી. જેથી કહ્યું છે કે “જેમ બીજ અત્યંત બળી જતાં (તે બીજમાંથી) અંકુરાનો પ્રાદુર્ભાવ થતો નથી, તેમ (સંસારના કારણરૂપ) કર્મબીજ (અત્યંત) બળી જતાં ભવરૂપી અંકુરો-આરોહિત થતો નથી.”
પૂ.આ. સિદ્ધસેન દિવાકરસૂરિજીએ સંસારમાં પુનઃ અવતાર લેનારા અન્યતીર્થકરોની પ્રબળ મોહવૃત્તિને પ્રગટ કરતાં કહ્યું છે કે...” હે ભગવન્!તારા શાસનને નહિ સમજેલા પ્રબળમોહના સામ્રાજ્યમાં એવું કહે છે કે... જે આત્માઓએ કર્મરૂપી ઇન્ધનને બાળી નાખી સંસારનો નાશ કર્યો છે, તેઓ પણ મોક્ષને છોડીને ફરીથી અવતાર લે છે તથા મુક્ત થઈને પણ પુન: શરીર ધારણ કરે છે. ખરેખર તેઓ પોતાના આત્માનું તો કલ્યાણ કરી શક્યા નથી અને બીજાના કલ્યાણ માટે શૂરતા બતાવે છે. તે માત્ર મોહનું સામ્રાજ્ય જ છે.” વિશેષવિસ્તારથી સર્યું. તેથી આ પ્રમાણે ચારઅતિશયોથી સનાથ અને મુક્ત જે દેવ છે, તે જ દેવપણે આશ્રય કરવા યોગ્ય છે તથા તે જ બીજાઓને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. પરંતુ ઇતરસરાગિ અને ભવમાં અવતાર લેનાર દેવ નહીં. તે અહિં સૂચિત થાય છે.
ननु मा भूत्सुगतादिको देवः, जगत्स्रष्टा त्वीधरः किमिति नाङ्गीक्रियते ? तत्साधकप्रमाणाभावादिति ब्रूमः । अथास्त्येव तत्साधकं प्रमाणम्-क्षित्यादिकं बुद्धिमत्कर्तृक , कार्यत्वात्, घटादिवत् । न चायमसिद्धो हेतुः, क्षित्यादेः सावयवत्वेन A. ઈશ્વરની જગત્કર્તૃત્વની ચર્ચા ભિન્ન-ભિન્ન ગ્રંથોમાં નીચે પ્રમાણે જોવા મળે છે.
"गहाभूतचतुष्टयगुपलब्धिमत्पूर्वकं कार्यत्वात्... सावयवत्वात्” - प्रशस्त० कन्द० पृ० ५४ । प्रश० व्यो० पृ० ३०१ । वैशे०