________________
षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन
३४१
ભાવનાના પરિપાક દશાએ યોગિને તે તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. તેમજ જ્યારે પુરુષરુપ આત્માને ધ્યેય લઈને ભાવના કરવામાં આવે, ત્યારે તે ભાવનાની પરિપાક દશાએ યોગીને તે તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. તે સાક્ષાત્કાર કે જે ચિત્તવૃત્તિના નિરોધરુપ યોગનું ફલ છે. તે નિરોધરુપ યોગને સામિત સમાધિ કહેવાય છે.)
સમાધિની સાધના માટે યોગનાં આઠ અંગો સહાયક બને છે. યમ-નિયમ-આસન પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિ આ આઠ યોગાંગો છે.
અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે. શૌચ-સંતોષ-તપસ્વાધ્યાય-ઈશ્વર પ્રણિધાન આ નિયમો છે. મન-વચન-કાયની પવિત્રતાને શૌચ કહેવાય છે. ગમે તેવી અવસ્થામાં સંપ્રાપ્ત વસ્તુથી અતિરિક્ત વસ્તુનો લોભ ન કરવો તે સંતોષ છે. ઇચ્છાનિરોધ તે તપ છે. (યોગદર્શન અનુસાર) “ફોન' પ્રણવ પૂર્વકના મંત્રનો જાપ કરવો તે સ્વાધ્યાય. પોતાના સમસ્ત કાર્યો ઇશ્વરને અર્પણ કરવા તે ઈશ્વર પ્રણિધાન.
આસન એટલે શરીરના સંસ્થાન વિશેષ પ્રાણાયામ = શ્વાસ-પ્રખ્વાસની ગતિનો વિચ્છેદ કરવો. પ્રત્યાહાર = ઇન્દ્રિય નિગ્રહ ધારણા = પદાર્થના જે દેશમાં (મસ્તક વિ.) ધ્યેયનું ચિંતન કરવું હોય ત્યાં ચિત્તને સ્થિર
કરવું.
ધ્યાન = ધ્યેયમાં ચિત્તની એકાગ્રતા. સમાધિ = ધ્યાનમાં જ્યારે ધ્યાતા-ધ્યય-ધ્યાનનો ભેદ વિલીન થઈ જાય તે અવસ્થા સમાધિ છે. યમ-નિયમ-આસન-પ્રાણાયામ અને પ્રત્યાહારથી દેહ-ઇન્દ્રિય અને પ્રાણનો નિગ્રહ થાય છે.
ધારણા-ધ્યાન-સમાધિથી ચિત્તનો નિગ્રહ થાય છે. ધારણા, ધ્યાન, સમાધિની એકત્ર પ્રવૃત્તિને “સંયમ' કહે છે. સંયમથી અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને નિરોધ થવાથી ગુણો પુરુષાર્થશૂન્ય બની પોતપોતાના કારણમાં વિલીન પામી જાય છે. ફળસ્વરુપે પુરુષ સ્વરુપમાં પ્રતિષ્ઠિત બની કેવલ્ય પ્રાપ્ત કરે છે. આ જ વાત કરી પાંતજલયોગસૂત્રની સમાપ્તિ થાય છે.
पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरुप-प्रतिष्ठा वा चितिशक्तिरिति ।।४-३४ ।।