________________
३३२
षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - १, वेदांत मत
() શ્રીકંઠ શૈવભાષ્ય
શૈવવિશિષ્ટાદ્વૈત (૭) શ્રીપતિ શ્રીકરભાષ્ય
વીરશૈવવિશિષ્ટાદ્વૈત (૮) વલ્લભ અણુભાષ્ય
શુદ્ધાદ્વૈત (૯) વિજ્ઞાનભિક્ષુ વિજ્ઞાનામૃતભાષ્ય
અવિભાગાદ્વૈત (૧૦) બલદેવ ગોવિંદભાષ્ય
અનિત્યભેદભેદ ઉપરોક્ત મતોમાં આચાર્ય શંકરનો “નિર્વિશેષાદ્વૈત-મત વધુ પ્રચલિત છે. અદ્વૈતવાદને સમજવા કેટલાક અન્ય સિદ્ધાંતો ખ્યાલમાં રાખવા જરૂરી છે. (૧) આત્મા સ્વયંસિદ્ધ છે. તેની સિદ્ધિ માટે કોઈ પ્રમાણની જરૂર નથી. (૨) આત્મા જ્ઞાન=જ્ઞપ્તિ સ્વરૂપ છે. (૩) જ્ઞાતા અને જ્ઞાન ભિન્ન ભિન્ન નથી. (૪) જ્ઞાનના વિષયભૂત પદાર્થોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.
જગતમાં દેખાતી વસ્તુઓનું આકાર સહિત સ્વરૂપ જે ઉત્પત્તિશીલ અને વિનાશશીલ છે, તે સત્ય નથી. કારણ કે સત્ય હંમેશાં ત્રિકાલાતીત હોય છે. તમામ પદાર્થોનું મૂળ ઉપાદાન સ્વરૂપ જે સદા અવિનાશી છે, તે જ સત્ય છે અને તે એક જ છે. આ તત્ત્વનું નામ જ “બ્રહ્મ' છે. બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લયનું કારણ છે. સત્, ચિત્ અને આનંદસ્વરૂપ છે. તે ત્રિગુણાતીત છે. જીવ કે જગતના કોઈ ગુણ તેની પર આરોપિત નથી. તે ત્રણ પ્રકારના ભેદથી મુક્ત છે. ભેદના ત્રણ પ્રકાર છે : (૧) વિજાતીય ભેદ (૨) સજાતીય ભેદ (૩) સ્વગત ભેદ.
મનુષ્ય અને પશુની જાતિ ભિન્ન છે, માટે તે બે વચ્ચે વિજાતીય ભેદ છે. ભારતીય મનુષ્ય અને વિદેશી મનુષ્ય વચ્ચે દેશકૃત સજાતીય ભેદ છે અને પ્રત્યેક મનુષ્ય અન્ય તમામ મનુષ્યોથી અને વસ્તુઓથી જુદો છે. “સ્વગત ભેદને કારણે.
દૃશ્યમાન જગતમાં દૈતની પ્રતીતિ “માયાને કારણે થાય છે. માયા એટલે અજ્ઞાન. જેમ અગ્નિની દાહક શક્તિ છે, તેમ માયા બ્રહ્મની જ એક શક્તિ છે. તે સતું પણ નથી, અસતુ પણ નથી. સદસતું પણ નથી. સદસદ્ ભિન્ન પણ નથી. તેના સ્વરૂપનું નિર્વચન કરવું શક્ય નથી, તે સત્ત્વ, રજસુ, તમસુ આ ત્રણ ગુણાત્મક છે અને જ્ઞાનની વિરોધિની છે.
આ માયાને જ સમષ્ટિ સમૂહના અભિપ્રાયથી એક અને વ્યષ્ટિના અભિપ્રાયથી અનેક કહેવામાં આવે છે.
સમષ્ટિ અજ્ઞાનની ઉત્કૃષ્ટ ઉપાધિ છે તે વિશુદ્ધ છે, કારણકે સત્ત્વગુણ પ્રધાન છે.