________________
षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - १, वेदांत मत
३३१
प्रमाणादिव्यवस्था च मीमांसासमंता मता ।
अभिधेयार्थतात्पर्यं पर्यालोच्यं सुबुद्धिभिः ।।७।। વેદાંત-મતમાં પ્રમાણોની વ્યવસ્થા મિમાંસા દર્શનની જેમ જ છે. (વેદાંત-મતનો સંક્ષેપ પૂર્ણ થયો.) બુદ્ધિમાન પુરુષોએ અભિધેય અર્થના તાત્પર્યનો વિચાર કરવો.
वैराग्यरतिनाज्ञेन वेदान्तमतप्रक्रिया । संक्षिप्ता पूरिताह्यत्र बोधाय स्वाल्पमेधसाम् ।।८।।
-: વેદાંતદર્શન :વેદાંત' એટલે વેદોનો અંતભાગ, વેદોના પૂર્વભાગમાં યજ્ઞાદિ કર્મોના મંત્રો છે અને ઉત્તર ભાગમાં આત્મજ્ઞાનના મંત્રો છે. તેને ઉપનિષદ્ મંત્રો કહેવાય છે. ઉપનિષદો વેદના અંતમાં છે. તેથી વેદાંત છે અને ઉપનિષદ્ મંત્રોની એકવાક્યતા સ્થાપવા માટે રચાયેલા સિદ્ધાંતો તે વેદાંત દર્શન' છે. બાદરાયણ ઋષિનાં “બ્રહ્મસૂત્રો” વેદાંતનો મૂલાધાર છે. વેદાંતને ઉત્તરમીમાંસા પણ કહેવાય છે.
પૂર્વમીમાંસાની જેમ જ વેદાંતમાં કોઈ દેવવિશેષ ઈશ્વર તરીકે સંમત નથી.
ઉપનિષદોનાં તમામ વાક્યોનું તાત્પર્ય એક અને પ્રત્યગભિન્ન બ્રહ્મ' તત્ત્વમાં છે. આ વેદાંતનો કેન્દ્રવર્તી વિચાર છે.
બ્રહ્મની જ એકમાત્ર સત્તાનો સ્વીકાર અને બ્રહ્મ સિવાય તમામ પદાર્થની સત્તાનો અસ્વીકાર કરવાને કારણે આ દર્શન “અદ્વૈતવાદી” દર્શન તરીકે પ્રસિદ્ધ છે. દૈત=ભેદ, અદ્વૈત-અભેદ. તમામ તત્ત્વોના બ્રહ્મ સાથે અભેદનું પ્રતિપાદન અદ્વૈત સિદ્ધાંતમાં કરવામાં આવે છે.
બ્રહ્મસૂત્રો પર ઘણાં ભાષ્યો રચાયાં છે અને દરેક ભાષ્યકારે વેદાંતને અલગ અલગ રીતે સમજાવવાનો યત્ન કર્યો છે. તેમના પ્રમુખ સિદ્ધાંતનો નામમાત્રથી ઉલ્લેખ અત્રે પ્રસ્તુત છે : નામ ભાષ્ય
સિદ્ધાંત (૧) શંકર શારીરકભાષ્ય
નિર્વિશેષાદ્વૈત (૨) ભાસ્કર ભાસ્કરભાષ્ય
ભેદભેદ શ્રીભાષ્ય
વિશિષ્ટાદ્વૈત (૪) મધ્વ
પૂર્ણપ્રજ્ઞભાષ્ય (૫) નિમ્બાર્ક
વેદાંતપારિજાતભાષ્ય વૈતાદ્વૈત
(૩) રામાનુજ