________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७ सांख्यदर्शन
મન ઊભયાત્મક છે. સર્વઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને સાથે તેનો સંપર્ક રહે છે. કારણ કે મનના સંયોગ વિના કોઈપણ ઇન્દ્રિય પ્રવૃત્ત થઈ શકતી નથી.
२९५
મનનું અસાધારણલક્ષણ ‘સંકલ્પ’ છે. સંકલ્પનો અર્થ ગૌડ. આપે છે કે – પ્રવૃત્તિ ત્ત્પત્તિ અર્થાત્ દ્વિવિધ ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓનું નિયામક છે. પરંતુ વાચ. મિશ્ર બીજીરીતે સમજાવે છે
संकल्पयति = विशेषणविशेष्यभावेन विवेचयतीति -
ઇન્દ્રિયો પદાર્થોનો સન્નિકર્ષ પામે છે. પરંતુ તે પદાર્થો શું છે તેના સ્વરૂપ વગેરેની સ્પષ્ટતા હોતી નથી. પ્રત્યક્ષની પ્રથમ ભૂમિકા ‘વં વિશ્ચિત્' એ પ્રકારની નિર્વિકલ્પ હોય છે, પરંતુ નિર્વિકલ્પપ્રત્યક્ષનો વ્યવહારમાં ઉપયોગ થઈ શકતો નથી. તેથી સવિકલ્પપ્રત્યક્ષ થવું જોઈએ. ‘આ કંઈક છે’ તેના બદલે ‘આ ઘટ છે.' વગેરે નામ, જાતિ, ધર્મ અને ક્રિયાથી યુક્તપદાર્થ સમજાય તે જરૂરી છે. આ સવિકલ્પકતા એ મનનું કાર્ય છે.
મનને ઇન્દ્રિય કહી છે. કારણ કે તે અન્ય દસ ઇન્દ્રિયો સાથે સાધર્મ ધરાવે છે. સર્વ ઇન્દ્રિયોની જેમ મનનું પણ ઉપાદાન સાત્ત્વિક અહંકાર છે.
અહીં એક પ્રશ્ન થાય કે આ અગિયાર ઇન્દ્રિયો જો સાત્ત્વિક અહંકારમાંથી જ ઉત્પન્ન થઈ હોય, એટલે કે તેનું ઉપાદાન એક જ હોય તો પછી તે સર્વમાં ભિન્નતા કેમ દેખાય છે ? એકમાંથી ઉત્પન્ન થવા છતાં નાનાત્વ કેમ છે ? તેનો જવાબ આ પ્રમાણે છે. મુળપરિગાવિશેષાત્ યાઘમેવાત્ હૈં । ત્રણગુણની પ્રવૃત્તિ પુરૂષના ઉપભોગ માટે છે. આ ઉપભોગ શબ્દવગેરે વિષયોના અનુભવરૂપે થાય છે. એટલે આ ગુણો અમુકરીતે વિકાર પામે તો શબ્દદ્વારા અનુભવ થાય. બીજીરીતે વિકાર પામે તો રૂપદ્વારા અને એ રીતે પાંચે પ્રકા૨ના અનુભવો થઈ શકે છે. એક ઇન્દ્રિય પાંચેય અનુભવ કરાવી શકતી નથી. આથી આ બાહ્યવિષયોની વિવિધતાને કારણે ઇન્દ્રિયોમાં નાનાત્વ છે. તેમ સ્પષ્ટ થાય છે.
સંજ્વળ એટલે સવિકલ્પપ્રત્યક્ષ નક્કી કરવું એમ નહીં, પણ અહંકારને - થયેલા પ્રત્યક્ષનો અનુભવ કરાવવો. અહંકાર અને બુદ્ધિ ‘હું ઘટનું જ્ઞાન મેળવું છું.’ એમ જ્યારે અનુભવ કરે છે. ત્યારે મન પણ તે ક્રિયામાં ભાગીદાર બને છે. માત્ર ચક્ષુ જ પદાર્થને જોતું નથી. મન પણ તેમાં ભાગ ભજવે છે. આ અર્થમાં તે ઇન્દ્રિયથી જુદું પડે છે. અને બીજી રીતે આ જ્ઞાનનું કરણ હોવાથી ઇન્દ્રિય પણ કહી શકાય.
शब्दादिषु पञ्चानामालोचनमात्रमिष्यते वृत्तिः । वचनादानविहरणोत्सर्गानन्दाश्च पञ्चानाम् ।। २८ ।
ભાવાર્થ : રૂપ વગેરે (પાંચ વિષયો)નું માત્ર આલોચનકરવું એ પાંચ જ્ઞાનેન્દ્રિયનું કાર્ય છે. બોલવું, લેવું, ચાલવું, મલત્યાગ અને આનંદ એ પાંચે કર્મેન્દ્રિયનું કાર્ય છે.
स्वालक्षण्यं वृत्तिस्त्रयस्य सैषा भवत्यसामान्या । ।
सामान्यकरणवृत्तिः प्राणाद्या वायवः पञ्च ।। २९ ।।
ભાવાર્થ : (અહંકાર, બુદ્ધિ અને મન) એ ત્રણના જે પોતપોતાના લક્ષણો (ખાસધર્મો) છે. તે જ તેમની વિશેષતા છે. અને પ્રાણ વગેરે પાંચ વાયુઓ એ તેમના સામાન્યધર્મો છે.
બુદ્ધિ, અહંકાર અને મનને પોતપોતાના અસાધારણધર્મો છે. જેમકે બુદ્ધિનું લક્ષણ અધ્યવસાય છે. અહંકારનું લક્ષણ અભિમાન. અને મનનું લક્ષણ સંકલ્પ છે. તેવી જ રીતે બુદ્ધીન્દ્રિયોના પણ પોતપોતાના વિશેષધર્મો છે. અને આ સર્વમાં સામાન્યતત્ત્વ તે પાંચ પ્રાણોનું હોવું તે. મુખ્યતઃ તે પાંચ પ્રાણ, પ્રાણ-અપાન-સમાન-ઉદાન અને વ્યાન એ નામે પ્રસિદ્ધ