________________
२९४
षड्दर्शन समुद्यय भाग-१, श्लोक-३७ सांख्यदर्शन
પાંચેય તન્માત્રાઓ હોય છે. પરંતુ તેમાં એકતન્માત્રા મુખ્ય હોય છે. તે ૧/૨ ભાગ રોકે છે. અને બાકીની તન્માત્રાઓ ૧/૮ ભાગ રોકે છે.
अध्यवसायो बुद्धिर्धर्मो ज्ञानं विरागं ऐश्वर्यम् ।
सात्विकमेतद्कपं तामसमस्भाद् विपर्यस्तम् ।।२३।। ભાવાર્થ નિશ્ચય એ બુદ્ધિ (મહતુ)નું લક્ષણ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ તેનું સાત્વિકસ્વરૂપ છે અને તેનાથી વિપરીત (અધર્મ, અજ્ઞાન, રાગ અને અનૈશ્વર્ય) એ તેનું તામસરૂપ છે.
સાંખ્યસૂત્રમાં બુદ્ધિનું લક્ષણ બાંધતાં કહે છે કે અધ્યવસાયો વૃદ્ધિ સાર-૧૩ અધ્યવસાય બુદ્ધિનું લક્ષણ છે અને અધ્યવસાય એટલે નિશ્ચય. જોકે નિશ્ચય એ જ બુદ્ધિ નથી. નિશ્ચય એ બુદ્ધિનો વ્યાપાર છે. નિશ્ચય કરવો એ બુદ્ધિનું કાર્ય છે. નિશ્ચય એ વૃત્તિ અર્થાત્ ધર્મ છે. અને બુદ્ધિ ધર્મ છે. એટલે અહીં બુદ્ધિને અધ્યવસાય ધર્મ-ધર્મી વચ્ચેના અભેદોપચારથી કહેવામાં આવેલ છે. મહાન અને બુદ્ધિ ઉપરાંત તેના મતિ, બ્રહ્મા, ખ્યાતિ, પ્રજ્ઞા, સન્નતિ, સ્મૃતિ એવા પણ નામ છે.
अभिमानोऽहङ्कारस्तस्माद् द्विविधः प्रवर्तते सर्गः ।
एकादशकश्च गणस्तन्मात्रपञ्चकश्चैव ।।२४ ।। ભાવાર્થ અભિમાન એ અહંકારનું લક્ષણ છે. એમાંથી બે પ્રકારની સૃષ્ટિ ઉદ્ભવે છે. (૧) અગિયાર ઇન્દ્રિયોનો સમુદાય અને (૨) પાંચ તન્માત્રાઓ.
બુદ્ધિનો વ્યાપાર નિશ્ચય છે એમ જોયું. આ નિશ્ચયનો કોઈ આધાર પણ હોવો જોઈએ. “મેં આ નિશ્ચય કર્યો અથવા હું જાણું છું' એ રીતે જ એ થઈ શકે. આ “હું” પણું છે, તેને અભિમાન કહેવામાં આવે છે. એ એક પ્રકારની આત્મલલિતા છે. અને આ પ્રકારની અસ્તિમતિવાળું જે બુદ્ધિનું પ્રાદુર્ભત રૂપ છે, તેનું જ નામ અહંકાર છે.
सात्त्विक एकादशकः प्रवर्तते वैकृतादहधकारात् ।
भूतादेस्तबमात्रः स तामसस्तैजसादुभयम् ।।२५।। ભાવાર્થ સાત્ત્વિક એવા “વકૃત' અહંકારમાંથી અગિયારનો સમુદાય ઉત્પન્ન થાય છે. “ભૂતાદિ' અહંકારમાંથી તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. અને તેથી તે તામસું છે. અને (રાજસ્ એવા) “તેજસ' અહંકારમાંથી ઊભયની ઉત્પત્તિ થાય છે.
આ કારિકામાં અહંકારના ત્રણ સ્વરૂપો દર્શાવ્યા છે. સાત્ત્વિક, રાજસ્ અને તામસું. સાત્ત્વિક અહંકારને વકૃતઅહંકાર કહેવામાં આવે છે. રાજસ્ ને તૈજસુ અને તામસુને ભૂતાદિઅહંકાર એવા નામ આપવામાં આવ્યા છે.
યુક્ટીરિયાળિ વધુ શો-માન-રસનત્વ ધ્યાના
वाक्-पाण-पाद-पायूपस्थानि कर्मेन्द्रियाण्याहुः ।।२६।। ભાવાર્થ ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, રસના અને ત્વચા એ(પાંચ) જ્ઞાનેન્દ્રિયો છે. વાણી, હાથ, પગ, મલોત્સર્ગની ઇન્દ્રિય અને જનનેન્દ્રિય એ (પાંચ)કર્મેન્દ્રિયો છે.
उभयात्मकमत्र मनः सङ्कल्पकमिन्द्रियं च साधात् ।
गणपरिणामविशेषानानात्वं बाह्यभेदाश्च ।।२७।। કારિકા-૨૭: મન ઉભયયાત્મક (બંને પ્રકારની ઇન્દ્રિયોના સ્વભાવવાળું) છે. તે સંકલ્પધર્મવાળું છે. અને સાધર્મને લીધે તે ઇન્દ્રિય છે. ગુણોના વિશિષ્ટ પ્રકારના પરિણામોને લીધે ઇન્દ્રિયોનું વૈવિધ્ય અને બાહ્યભેદો સંભવે છે.