________________
२००
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २६, नैयायिक दर्शन
મહાનસ છે.) આથી દૃષ્ટાંતનો ઉપદેશ પૃથગુ કર્યો છે. વળી જ્યાં સુધી સ્પષ્ટષ્ટાંતનું અવલંબન ન હોય, ત્યાં સુધી અન્વય-વ્યતિરેકથી યુક્ત અર્થ (વિષય) સ્કૂલના જ પામે છે. કહ્યું છે કે
જ્યા સુધી આલંબનરૂપ ૧દૃષ્ટાંત વડે (અર્થનું) અવલંબન કરાતું નથી, ત્યાં સુધી વિદ્વાનને (પણ) વિષય બનીને (સામે) આવેલો અર્થ ચલિત થાય છે – નિશ્ચિત થતો નથી. અર્થાતુ અર્થનો નિશ્ચય થતો નથી. તેના”
વળી સિદ્ધાંત ચાર પ્રકારનો છે. સિદ્ધાંતના કયા કારણે ચાર ભેદ છે ? ઉત્તર : સર્વતંત્રાદિના ભેદથી ચાર પ્રકાર છે. (૧) સર્વતંત્રસિદ્ધાંત, (૨) પ્રતિતંત્રસિદ્ધાંત, (૩) અધિકરણસિદ્ધાંત, (૪) અભ્યપગમસિદ્ધાંત, એમ સિદ્ધાંતના ચારભેદ જાણવા. અહી તંત્રશબ્દથી શાસ્ત્ર જાણવું.
(૧) સર્વતંત્રસિદ્ધાંત : સર્વશાસ્ત્રો સાથે જેનો વિરોધ નથી અને સ્વશાસ્ત્રમાં પ્રતિપાદિત અધિકૃત જે અર્થ તે સર્વતંત્રસિદ્ધાંત કહેવાય છે અને તે સર્વશાસ્ત્રોને સ્વીકાર્ય વિષય છે.
જેમકે પ્રમેયના સાધન પ્રમાણો. (પ્રમાણનું ફલ પ્રમેય છે. આથી પ્રમેયનું સાધન પ્રમાણ છે.) 'ઘાણ, રસન, ત્વ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયો અને તેના ગંધાદિ અર્થો, પ્રમાણ વડે પ્રમેયનું જ્ઞાન. ઇત્યાદિ.
અહીં પ્રમાણ, ઇન્દ્રિય, અર્થો ઇત્યાદિ સર્વશાસ્ત્રોને સંમત હોવાથી તે પ્રતિપાદિત અર્થ સર્વતંત્ર સિદ્ધાંત કહેવાય છે.
(૨) પ્રતિતસિદ્ધાંત : સમાનશાસ્ત્રમાં સિદ્ધ અને પરશાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થને પ્રતિતંત્રસિદ્ધાંત કહેવાય છે. જેમકે નૈયાયિકો અને વૈશેષિકો ઇન્દ્રિયોને ભૌતિક (ભૂતથી ઉત્પન્ન થયેલ) માને છે. અને સાંખ્યો અભૌતિક માને છે. (૩૧) ન્યાયસૂત્રમાં દૃષ્ટાંતનું લક્ષણ : ઐશીપરીક્ષાનાં ત્રિર્થે વૃદ્ધિસાચં ત કુરાન્ત ll૧-૧-૨૫ અર્થાત્ લૌકીક
અને પરીક્ષક માણસોનું જે વિષયમાં બુદ્ધિનું સામ્ય થાય તે દૃષ્ટાંત કહેવાય છે. (૩૨) ન્યાયસૂત્રમાં સર્વતંત્રસિદ્ધાંતનું લક્ષણ : સર્વતન્ત્રાવરુદ્ધસ્તન્નધિતોડ: સર્વતન્દ્રસિદ્ધાન્તઃ II૧-૧-૨૮. અર્થ
સ્પષ્ટ છે (૩૩) ન્યાયસૂત્રમાં પ્રતિતસિદ્ધાંતનું લક્ષણ : સનીનતિન્દ્રસિદ્ધ: પુરતત્રસિદ્ધઃ તિતત્વસિદ્ધાન્તઃ ||૧-૧-૨૯ી.
સમાનતંત્રમાં જે અર્થ સિદ્ધ હોય અને પરતંત્રમાં જે અર્થ અસિદ્ધ હોય, એવો જે અર્થ તે પ્રતિતંત્રસિદ્ધાંત કહેવાય છે. ઘણી બાબતોમાં તૈયાયિકો અને વૈશોષિકોને સમનતા હોવાથી તે બંને સમાનતંત્ર કહેવાય છે. જેમકે વૈશેષિકો અને નૈયોયિકો બંને પૃથ્વી, અપુ, તેજસુ, વાયુ અને આકાશ આ પાંચભૂતમાંથી અનુક્રમે ઘાણ, રસન, ચક્ષુ, સ્પાર્શન અને શ્રોત્ર ઇન્દ્રિયો બનેલી માને છે અને તેથી તે સમાનતંત્ર કહેવાય.
જ્યારે સાંખ્યો ઇન્દ્રિયોને પંચમહાભૂતમાંથી બનેલ માનતા નથી. સાંખ્યો માને છે કે પ્રકૃતિમાંથી મહતું (બુદ્ધિ) તત્ત્વ ઉત્પન્ન થાય છે. બુદ્ધિમાંથી અહંકાર અને અહંકારમાંથી ઘાણાદિ પાંચ જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થાય છે. આથી સાંખ્યો પરતંત્ર કહેવાય. આથી ઇન્દ્રિયોને ભૌતિક માનવી તે પ્રતિતંત્રસિદ્ધાંત (eતે તે (પ્રતિ)દર્શનમાં માન્યસિદ્ધાંત) કહેવાશે.