________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
१५५
નૈયાયિક : આવું ન કહેવું, કારણ કે “સં’ શબ્દનું ગ્રહણ છ સન્નિકર્ષના પ્રતિપાદન માટે છે અને (ઉપરોક્ત બતાવેલા) આ સત્રિકર્ષો જ જ્ઞાન ઉત્પાદનમાં સમર્થકારણ છે. પણ સંયુક્તસંયોગાદિ જ્ઞાનોત્પત્તિમાં કારણ નથી. આ પ્રમાણે “” ગ્રહણથી જ્ઞાનોત્પત્તિમાં કારણભૂત છે સગ્નિકર્મોનો લાભ થાય છે. તેથી ‘’ ગ્રહણ વ્યર્થ નથી. સાર્થક જ છે. તથા “ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્નજ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અહીં ઉત્પત્તિનું ગ્રહણ સન્નિકર્ષમાં કારકત્વનું સૂચન કરવા માટે છે. અર્થાત્ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ કારક છે, એમ જણાવવા માટે છે.
કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયનો નિકટપણાથી અર્થ (પદાર્થ)ની સાથે સંબંધ થાય છે. અને ઇન્દ્રિયાર્થના સંબંધથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેથી કહ્યું છે કે
સ્વ-સ્વ અર્થો (વિષયો)ની સાથે ઇન્દ્રિય, ઇન્દ્રિય સાથે મન, અને મન સાથે આત્મા (સંબંધ કરે છે.) આ શીધ્ર ક્રમ છે. જ્યાં મન જાય છે, ત્યાં આ આત્મા ગયેલો જ છે. (તેથી) મનનો આ યોગ જ શું અગમ્ય છે ? ||૧II” (કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયનો સ્વ અર્થ (વિષય)ની સાથે સંબંધ થાય છે અને ઇન્દ્રિયની સાથે મનનો તથા મનની સાથે આત્માનો સંબંધ થાય છે અને આ સંબંધથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ કે “આ ઘટ છે” ઇત્યાદિ.
અહીં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. ત્યાં જ્ઞાનનું ગ્રહણ સુખાદિની નિવૃત્તિ માટે છે. કારણ કે સુખાદિ અજ્ઞાનરૂપ છે. (વળી જ્ઞાન અને સુખાદિમાં જે ભેદ છે તે પ્રત્યક્ષસિદ્ધ છે.) સુખાદિ આલાદાદિ સ્વભાવવાળા છે. અને તે ગ્રાહ્યતા અનુભવાય છે. (અર્થાત્ અર્થની-વિષયની પ્રાપ્તિ થતાં અનુકૂલતા-પ્રતિકૂળતાના યોગે જે સુખ દુઃખ થાય છે તે ગ્રાહ્યતા અનુભવાય છે.) પણ જ્ઞાન અર્થના અવગમના સ્વભાવરૂપ છે અને ગ્રાહકતયા અનુભવાય છે. (અર્થાત્ જ્ઞાન અર્થ-વિષયને જણાવવાના સ્વભાવવાળું છે અને તે જ્ઞાન વસ્તુમાં રહેલ સુખ-દુ:ખ, આદિને ગ્રહણ કરનાર (ગ્રાહક) છે. આમ જ્ઞાન ગ્રાહકતયા અનુભવાય છે.) તેથી આ રીતે જ્ઞાન તથા સુખાદિમાં ગ્રાહ્ય-ગ્રાહકતા સ્પષ્ટભેદ પ્રત્યક્ષથી સિદ્ધ જ છે.
પ્રત્યક્ષના લક્ષણમાં જે ઉપદેશ્ય' પદ છે, તેની વિવક્ષા કરે છે. નામ-કલ્પનાથી રહિતને અવ્યપદેશ્ય કહેવાય છે. નામ અને કલ્પના હોતે છતે તે શાબ્દપ્રમાણ થઈ જાય છે. (પ્રત્યક્ષ પ્રમાણ નહીં થાય.) આથી “અવ્યપદેશ્ય' વિશેષણને ગ્રહણ કર્યું છે. અવ્યપદેશ્ય પદનું ગ્રહણ ૭. નામ અને કલ્પનારહિતને અવ્યપદેશ્ય કહેવાય છે. નિયાયિકોએ પ્રત્યક્ષના જે બે પ્રકાર માન્યા છે, તેમાં
નિર્વિકલ્પકપ્રત્યક્ષનું સૂચન “અવ્યપદેશ્ય પદથી થાય છે અને વ્યવસાયાત્મક પદથી સવિકલ્પકપ્રત્યક્ષનું સૂચન જાણવું. વળી આ વિષયમાં વિશેષ વિચારીએ તો, જેમાં વિશેષણ હોય તે વ્યપદેશ્ય. અને જેમાં વિશેષણ ન હોય તે અવ્યપદેશ્ય. અર્થાત્ વિશેષણ વગરનું ઉત્પન્ન થયેલું જે શુદ્ધજ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. જ્યારે તેમાં વિશેષણ જોડાય, ત્યારે તે વ્યપદેશ્ય બને છે. જેમકે-ઘટજ્ઞાનમાં ઘટત્વ વિશેષણ અને વૃક્ષજ્ઞાનમાં વૃક્ષત્વ વિશેષણ છે,