________________
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
ટીકાનો ભાવાનુવાદ:
વ્યાખ્યા પ્રત્યક્ષનું બીજું નામ અધ્યક્ષ પણ છે. અનુમાનનું બીજું નામ લેગિક છે. શ્લોકમાં ‘’ અને ‘તથા” શબ્દ સમુચ્ચયાર્થક છે. ઉપમાન એટલે ઉપમિતિ અને શબ્દ દ્વારા ઉત્પન્ન (થતું જ્ઞાન) શાબ્દિક = આગમ કહેવાય છે.
શબ્દનું પ્રત્યક્ષ શ્રવણેન્દ્રિયથી જ થાય છે. શ્રવણેન્દ્રિય આકાશસ્વરૂપ હોવાથી શબ્દની સાથે શ્રવણેન્દ્રિયનો સમવાયસંબંધ છે. શબ્દવૃત્તિલૌકિકવિષયતા સંબંધથી શબ્દનું શ્રાવણપ્રત્યક્ષ શબ્દમાં વૃત્તિ છે. ત્યાં શ્રવણેન્દ્રિય વૃત્તિ શબ્દનો સમવાયસંબંધ (સગ્નિકર્ષ) સ્વરૂપસંબંધથી વૃત્તિ છે. આવી જ રીતે શબ્દવૃત્તિ શબ્દવ, કત્વ, ખત્યાદિ જાતિનું પ્રત્યક્ષ પણ શ્રવણેન્દ્રિયથી જ થાય છે. એમાં સમાવેત સમવાયસગ્નિકર્ષ કારણ બને છે. શબ્દસમવેત (શબ્દવાદિ) વૃત્તિ-લૌકિકવિષયતા સંબંધથી શ્રાવણપ્રત્યક્ષ શબ્દવાદિજાતિમાં રહે છે. ત્યાં શ્રવણેન્દ્રિય સમવેત શબ્દવૃત્તિ શબ્દવનો સમવાય સ્વરૂપસંબંધથી વૃત્તિ છે. અભાવ પ્રત્યક્ષના કારણભૂત સન્નિકર્ષનો વિચારકરતાં પૂર્વે અભાવનું અધિકરણ પ્રત્યક્ષ માટે યોગ્ય છે કે નહીં ? અભાવનો પ્રતિયોગ કોઈપણ સ્થાને પ્રત્યક્ષનો વિષય બને છે કે નહીં ? જે ઇન્દ્રિયથી અભાવનું પ્રત્યક્ષ કરવાનું છે તે ઇન્દ્રિયમાટે તે યોગ્ય છે કે નહિ ? ઇત્યાદિનો વિચાર કરીને પછી જ, અભાવના પ્રત્યક્ષની યોગ્યતાયોગ્યતાનો વિચાર કરવો જોઈએ. પરમાણુમાં રૂપાભાવનું પ્રત્યક્ષ ચક્ષુ ઇન્દ્રિયથી થતું નથી. કારણકે રૂપાભાવનું અધિકરણ પરમાણુ યોગ્ય નથી. પરમાણુમાં પ્રત્યક્ષની પ્રત્યે કારણભૂત મહતુપરિમાણ નથી. તેથી અધિકરણની અયોગ્યતાને લઈને રૂપાભાવનું પ્રત્યક્ષ થતું નથી. જલાદિમાં ગંધાભાવનું પ્રત્યક્ષ ચહ્યુઇન્દ્રિયથી થતું નથી. કારણકે ગંધાભાવના પ્રત્યક્ષની પ્રત્યે ચક્ષુ ઇન્દ્રિય અયોગ્ય છે. તેજમાં ગુરુત્વાભાવ હોવાછતાં તેનું પ્રત્યક્ષ થતું નથી. કારણકે ગુરુત્વાભાવનો પ્રતિયોગી ગુરુત્વ અતીન્દ્રિય છે. એટલે કહેવાનો આશય એ છે કે “યત્ર ચા સ્તર્વે ૩પગે” આ આરોપનો વિષય જે અભાવ બને છે. એનું પ્રત્યક્ષ થાય છે. સામાન્યત: આ આરોપની સંભાવના ન હોય ત્યાં અભાવનું પ્રત્યક્ષ થતું નથી. અભાવનું પ્રત્યક્ષ, અભાવવૃત્તિ લૌકિકવિષયતા સંબંધથી અભાવમાં રહે છે અને ત્યાં અભાવ પ્રત્યક્ષના કારણભૂત ઇન્દ્રિયસંયુક્ત વિશેષણતા વગેરે સકિર્યો સ્વરૂપસંબંધથી રહે છે. દ્રવ્યાધિકરણ અભાવના પ્રત્યક્ષમાં ઇન્દ્રિય સંયુક્ત વિશેષણતાસત્રિકર્ષ કારણ બને છે. ચક્ષુ અને વફઇન્દ્રિયથી ભૂતલમાં ઘટાભાવનું પ્રત્યક્ષ થાય છે. આગ્રાદિમાં ધ્રાણેન્દ્રિયથી સુરભિગંધાભાવનું પ્રત્યક્ષ થાય છે. દ્રવ્યમાં રસનેન્દ્રિયથી અસ્લાદિરસાભાવનું પ્રત્યક્ષ થાય છે. અને મનથી આત્મામાં દુ:ખાભાવનું પ્રત્યક્ષ થાય છે. તેથી ઘટમાવવઃ ભૂત, સુરમાન્યાવિવવાઘ, સારસામાવવમ્ અને દુ:સ્થામાવવાનું માત્મા, ઇત્યાકારક પ્રતીતિના વિષયભૂત દ્રવ્યાધિકરણ અભાવપ્રત્યક્ષમાં અનુક્રમે ચક્ષુ:-સંયુક્ત(મૂત૪)વિશેષણતા તથા વફસંયુક્ત(પૂત૪)વિશેષણતા, પ્રાણસંયુક્ત(માધ્ય)વિશેષણતા, રસનસંયુક્ત(૪)વિશેષણતા અને મન સંયુક્ત (માતા) વિશેષણતા સન્નિકર્ષતા કારણ બને છે. અભાવના અધિકરણ ભૂતલાદિદ્રવ્યો ઇન્દ્રિયસંયુક્ત છે. એમાં અભાવ વિશેષણ છે. અર્થાત્ તાદૃશ વિશેષણતા સત્રિકર્ષ અભાવમાં છે. જ્યાં અભાવનું પ્રત્યક્ષ પણ ઉક્ત વિષયતા સંબંધથી વિદ્યમાન છે. અને ઇન્દ્રિયસંયુક્ત વિશેષણતાસગ્નિકર્ષના ઇન્દ્રિયના ભેદથી પાંચ ભેદ છે. શ્રવણેન્દ્રિયથી શ્રોત્રાવચ્છિન્નવિવરરૂપ આકાશમાં શબ્દાભાવનું પ્રત્યક્ષ થાય છે. પરંતુ તેમાં શ્રવણેન્દ્રિય સંયુક્ત