________________
પદ્દર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોજ - ૨૪, ૫, ૬, નૈવાવિક વર્ણન
પક્ષીઓ ફરે છે, હલન-ચલન થતું નથી, તેથી સ્થાણું જ સંભવે છે.” આ રીતે સ્થાણુના અન્વયધર્મના ચિંતનને તર્ક કહેવાય છે.
१४८
(૯) નિર્ણય : સંદેહની પછી તર્ક દ્વારા નક્કી થાય કે ‘આ આ જ છે’-આવું અવધારણ કરવું તે નિર્ણય કહેવાય છે. દા.ત. ‘આ સ્થાણું જ છે’-આવો નિશ્ચય તે નિર્ણય કહેવાય છે. તર્ક અને નિર્ણય બે પદોનો દ્વન્દ્વ સમાસ થયેલો છે.
(૧૦) વાદ : ગુરુની સાથે તત્ત્વનિર્ણય માટે બોલવું (ચર્ચા કરવી) તે વાદ કહેવાય છે. (૧૧) જલ્પ : બીજાની સાથે જીતવાની ઇચ્છાથી બોલવું (ચર્ચા કરવી) તે જલ્પ કહેવાય છે. (૧૨) વિતંડા : વસ્તુતત્ત્વને વિચાર્યાવિના બોલ-બોલ કરવું તે વિતંડા. (અથવા વાદિએ સ્થાપેલા પક્ષનો સ્પર્શકર્યાવિના (વાદિના) તત્ત્વનું પ્રતિવાદિદ્વારા ખંડન કરવું અથવા પ્રતિવાદિ દ્વારા તત્ત્વમાં જુઠોઆરોપ મુકવો તે વિતંડા કહેવાય છે.)
(૧૩) હેત્વાભાસ : જે હેતુ ન હોય પણ હેતુ જેવો ભાસતો હોય તેને હેત્વાભાસ કહેવાય છે. અર્થાત્ તે સમ્ય ́તુઓ નથી.
(૧૪)છલ : બીજાનાવચનના વિઘાતમાટે વિકલ્પોને ઉત્પન્ન કરવા તે છલ કહેવાય છે. અર્થાત્ વાદિના ઇષ્ટ અર્થ કરતાં જુદા અર્થની ઉપપત્તિ કરીને વાદિએ કહેલા વાક્યનું ખંડન કરવું તેનું નામ છલ છે.
:
(૧૫) જાતિ : અસમ્યગ્ દૂષણોને જાતિ કહેવાય છે, (અથવા સાધર્મ્સ અને વૈધર્મ્સથી સાધ્યનો પ્રતિષેધ કરવો તેનું નામ જાતિ છે.)
(૧૬) નિગ્રહ સ્થાન : જે કહેવાદ્વારા વક્તાનો પરાજય થઈ જાય=વક્તા નિગૃહીત થઈ જાય તે નિગ્રહસ્થાન કહેવાય છે. આમ નજીકમાં (ઉપર) કહેલા પ્રમાણ આદિનું આ પ્રકારે સામાન્યથી સ્વરૂપ કહ્યું. ત્યાં પ્રારંભમાં પ્રમાણતત્ત્વની પ્રરૂપણા ક૨વાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ તેનું સામાન્યલક્ષણ અને પ્રમાણની સંખ્યા કહે છે.
પ્રમાણનું સામાન્યલક્ષણ અર્થોપધ્ધિહેતુ: ચાસ્ત્રમાળમ્। અર્થાત્ પદાર્થના ઉપલબ્ધિ (જ્ઞાન)માં જે કારણ હોય તેને પ્રમાણ કહેવાય છે.
-
પ્રમાણદ્વારા ગ્રાહ્ય એવા સ્તંભ, કુંભ, મેઘઆદિ બાહ્યઅર્થોની તથા સુખ-દુઃખાદિ આંતરઅર્થોની ઉપલબ્ધિ (જ્ઞાન) થાય છે. “વ્યાાનતો વિશેષપ્રતિપત્તિ અર્થાત્ “પદની વ્યાખ્યાકરવાથી વિશેષજ્ઞાન થાય છે.” આ ન્યાયથી અહીં અવ્યભિચારિ, અવ્યપદેશ્ય (શબ્દથી કહી ન શકાય તેવું), વ્યવસાયાત્મિક (નિશ્ચયાત્મક) અર્થોપલબ્ધિ ગ્રહણકરવી જોઈએ. પણ ઉપલબ્ધિ માત્ર નહીં.
તે ઉપલબ્ધિનો જે હેતુ (કા૨ણ) તે પ્રમાણ છે. અર્થોપલબ્ધિ પ્રમાણનું ફલ છે.