________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - १४, १५, १६, नैयायिक दर्शन
१४७
પ્રમાણ છે. અને બીજા જ્ઞાનની ઉત્પત્તિમાં જે જ્ઞાનનો વ્યાપાર કરાય છે, તે જ્ઞાન પણ જ્ઞાનનું જનક હોવાથી પ્રમાણરૂપ છે.
પરંતુ જ્ઞાનનું અજનક જ્ઞાન પ્રમાણનું ફળ હોય, પણ પ્રમાણ ન હોય. (અર્થાત્ જે જ્ઞાન બીજા જ્ઞાનની ઉત્પત્તિ કરતું નથી, તે પ્રમાણ ન હોય. પરંતુ ફળરૂપ છે.)
(૨) પ્રમેય : પ્રમાણથી જન્ય જ્ઞાનવડે ગ્રાહ્યવસ્તુને પ્રમેય કહેવાય છે. (તે પ્રમેય બાર પ્રકારે છે.)
(૩) સંશય: ડોલાયમાન પ્રતીતિને સંશય કહેવાય છે. અર્થાત્ એક જ ધર્મિમાં પરસ્પરવિરોધી પ્રતીતિને સંશય કહેવાય છે.
અહીં શ્લોક-૧૪માં પ્રમાણ, પ્રમેય અને સંશય એમ ત્રણે પણ પદની પછી ‘વ’ કારનો પ્રયોગ છે, તે પ્રમાણાદિ ત્રણેને અન્યોન્ય અપેક્ષા હોવાથી સમુચ્ચય માટે કરેલ છે. કહેવાનો આશય એ છે કે પ્રમાણદ્વારા પ્રમેયનું જ્ઞાન થાય છે, પ્રમેય પ્રમાણ વડે ગ્રાહ્યવસ્તુ છે અને પ્રમેયનું સંશયરહિત યથાર્થજ્ઞાન પ્રમાણ કરાવતું હોવાથી પ્રમાણનું કાર્ય પ્રમેયનું જ્ઞાન કરાવવું અને સંશયનું નિરાકરણ કરવું તે છે. સંશય હોય ત્યાં સુધી પ્રમેયનું જ્ઞાન યથાર્થ બનતું નથી. આમ પ્રમાણ, પ્રમેય અને સંશય ત્રણેને પરસ્પર અપેક્ષા હોવાથી ‘વ’ કારના પ્રયોગ દ્વારા સમુચ્ચય કર્યો છે.
(૪) પ્રયોજનઃ ઇચ્છિત સાધવાયોગ્ય, પ્રયોજન કહેવાય છે. અર્થાત્ ઇચ્છિત વસ્તુને ઉદ્દેશીને, તેને સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિ થાય છે, તેને પ્રયોજન કહેવાય છે. (૫) દષ્ટાંતઃ વાદિ અને પ્રતિવાદિ બંન્નેને સંમત ઉદાહરણને દષ્ટાંત કહેવાય છે.
શ્લોક-૧૫માં દષ્ટાંત' પદ પછીનું ‘’ સમુચ્ચયાર્થક છે અને તે પછીનો ‘કથ' શબ્દ પઆનન્તર્યમાં છે
(૯) સિદ્ધાંત સર્વદર્શનને સંમતશાસ્ત્રાદિ તે સિદ્ધાંત છે.
(૭) અવયવ : પક્ષાદિ અનુમાનના અંગોને અવયવ કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન, આ પાંચ અવયવો છે.
(૮) તર્ક : સંદેહની પછી થનારા (વસ્તના) અન્વયધર્મના ચિંતનને તર્ક કહેવાય છે. જેમકે અહીં અત્યારે સ્થાણું સંભવે છે. કહેવાનો આશય એ છે કે સ્થાણુંને જોયા બાદ સંદેહ થયેલો કે “આ સ્થાણું છે કે પુરુષ'. આ સંદેહ પછી વિચાર આવે કે” અત્યારે સંધ્યાનો સમય છે, તેની આસપાસ
૫. મંગલ, અનંતર આરંભ, પ્રશ્ન, કન્ય આ અર્થ માટે અથ શબ્દ વપરાય છે. અહીં અથ શબ્દ આનન્તર્યમાં
વપરાયેલ છે. એકપદાર્થ કે જે અન્ય પદાર્થથી ભિન્ન હોય, તે તેનાથી અનન્તર કહેવાય છે. અથવા જે બે પદાર્થો વચ્ચે કાર્ય-કારણભાવ હોય છે તે પદાર્થોમાંનું જે કાર્ય છે તે કારણથી અનંતર કહેવાય છે. અહીં પ્રથમ અર્થમાં “અનંતર' છે.