________________
૨૮
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन
અર્થાત્ વિષયની અનંતર-પશ્ચાતુ વિષયના સહકારિસમનત્તરપ્રત્યયરૂપ ઇન્દ્રિયોના જ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનને માનસપ્રત્યક્ષ કહેવાય છે.
બૌદ્ધદર્શનમાં જ્ઞાનના ચાર પ્રત્યય(કારણ) માનવામાં આવે છે. (૧) આલંબનપ્રત્યય, (૨) સહકારિપ્રત્યય, (૩) અધિપતિપ્રત્યય, (૪) સમનત્તરપ્રત્યય. અહીં ઘટજ્ઞાનના વિષયમાં આ ચારે પ્રકારના પ્રત્યયોનો પરિચય આ પ્રકારે છે –
નેત્રથી ઘટનું જ્ઞાન થવામાં પહેલું કારણ ઘટ જ છે. તે વિષય થવાથી “આલંબનપ્રત્યય કહેવાય છે. પ્રકાશ વિના ચક્ષુ ઘટનું જ્ઞાન કરી શકાતું નથી. આથી પ્રકાશને “સહકારિપ્રત્યય કહેવાય છે.
ઇન્દ્રિયનું નામ “અધિપતિ છે. તેથી ‘અધિપતિપ્રત્યય સ્વયં ઇન્દ્રિય છે. આ ચોથું કારણ, ગ્રહણ કરવાની અને વિચારકરવાની જે શક્તિ છે. જેના ઉપયોગથી
કોઈપણ વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. અને તે “સમનત્તરપ્રત્યય' કહેવાય છે. ((ટૂંકમાં ચક્ષુઆદિઇન્દ્રિયોથી જે વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયું છે તે જ્ઞાનને સમનત્તરપ્રત્યય બનાવીને જે મન ઉત્પન્ન થાય છે તે જ માનસપ્રત્યક્ષ છે.) અહીં માનસપ્રત્યક્ષની વ્યાખ્યામાં “સમનત્તરપ્રત્યય' વિશેષણનું ગ્રહણ હોવાથી યોગિજ્ઞાનમાં માનસપ્રત્યક્ષત્વની આપત્તિનું નિરાકરણ થાય છે. કારણ કે યોગિજ્ઞાનમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ ઉપાદાનકારણ બનતું નથી તથા ઇન્દ્રિયજ્ઞાનને “સમનત્તરપ્રત્યય' બનાવીને યોગી જ્ઞાન થતું નથી. પરંતુ પદાર્થોની ભાવનાના પ્રકર્ષપર્યન્તથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે યોગિજ્ઞાન છે.
સમનન્તરપ્રત્યય' શબ્દ સ્વસંતાનવર્તિ ઉપાદાનજ્ઞાનમાં રુઢીથી પ્રસિદ્ધ છે. અર્થાતુ સમનત્તરપ્રત્યય' શબ્દનો પ્રયોગ પોતાની જ સંતાનમાં થવાવાળા ઉપાદાનભૂત પૂર્વેક્ષણમાં રુઢીથી થાય છે. તેથી આપણા જેવા લોકોના જ્ઞાનનું સાક્ષાત્કાર કરવાવાળા યોગિજ્ઞાનમાં, આપણું જ્ઞાન ભિન્ન સંતાનવર્તિ હોવાના કારણે “સમનન્તરપ્રત્યય' ઉપાદાનકારણ બનતું નથી. (પરંતુ આપણું જ્ઞાન તો યોગિજ્ઞાનમાં આલંબનભૂતકારણ બને છે. આથી આપણું જ્ઞાન યોગિજ્ઞાનમાં “સમનન્તરપ્રત્યય' ન બનતાં “આલંબન-પ્રત્યય' જ બને છે.)
સર્વ ‘ચિત્ત” અને “ચત્તો'નું સ્વરૂપ જેના વડે સંવેદન કરાય છે તે સ્વસંવેદનપ્રત્યક્ષ કહેવાય છે. વસ્તુમાત્રને ગ્રહણ કરનારા જ્ઞાનને ચિત્ત કહેવાય છે. ચિત્તમાં થનારા ભાવોને ચૈત્ત કહેવાય છે. અર્થાત્ ચૈત્ત એટલે વસ્તુના વિશેષસ્વરૂપનું ગ્રાહક જ્ઞાન-સુખ, દુઃખ અને ઉપેક્ષારૂપ જ્ઞાન. (ચિત્ત અને ચૈત્ત ધર્મોનું સ્વરૂપ આગળ ટીપ્પણીમાં વિસ્તારથી બતાવેલ છે.) તે ચિત્ત અને ચૈત્તના ધર્મોનું સ્વરૂપ જેના વડે સંવેદન કરાય તે સ્વસંવેદનપ્રત્યક્ષ. (દિડાગે “સ્વસંવેદનપ્રત્યક્ષ'નું લક્ષણ કરતાં