________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
શ્લોકાર્થ : બૌદ્ધદર્શનમાં બે પ્રમાણ જાણવા. એક પ્રત્યક્ષ અને બીજું અનુમાન, કારણ કે સમ્યગુજ્ઞાન બે પ્રકારે છે. આથી પ્રમાણ પણ બે જ હોઈ શકે, અધિક નહિ.)
व्याख्या-तथाशब्दः प्रागुक्ततत्त्वापेक्षया समुद्यये, चशब्दोऽवधारणे, ततोऽयमर्थः । सौगतदर्शने द्वे एव प्रमाणे विज्ञेये, न पुनरेकं त्रीणि चत्वारि पञ्च षड्वा प्रमाणानि । एतेन चार्वाकसांख्यादिपरिकल्पितं प्रमाणसंख्यान्तरं बौद्धा न मन्यन्त इत्यावेदितं भवति । ते द्वे के प्रमाणे इत्याह 'प्रत्यक्षमनुमानं च' कुतो द्वे एव प्रमाणे इत्याह । सम्यगविपरीतं विसंवादरहितमिति यावज्ज्ञानं यतो हेतोर्द्विधा । सर्वं वाक्यं सावधारणमिति न्यायादद्विधैव न त्वेकधा त्रिधा वेति । अत्र केचिदाहः-यथात्र द्विधेत्युक्ते हि द्विधैव न त्वेकधा त्रिधा
આત્મા છે, એવું માનવા નાગાર્જુન તૈયાર નથી. નાગાર્જુનનું કહેવું છે કે.... કેટલાક લોકો (બોદ્ધનો જે એક વિશિષ્ટ સંપ્રદાય છે કે જે પુગલવાદનો સમર્થક છે. તેને સમ્મિતીલોકો કહેવાય છે.) દર્શન, શ્રવણ, વેદનઆદિ થવાની પૂર્વે જ એક પુદ્ગલપદાર્થ (આત્મા, જીવ)ની કલ્પના માને છે. તેઓની યુક્તિ છે કે (જે માધ્યમિક કારિકામાં જણાવેલ છે.) વયં વિદ્યમાનશાનાદ્રિ ભવિષ્યતિ માવસ્થતામ્ય: સૌષત્તિમાવો વ્યવસ્થિતઃ II !૨ી-વિદ્યમાન વ્યક્તિ જ ઉપાદાનનું ગ્રહણ કરે છે. વિદ્યમાન દેવદત્ત ધનનો સંગ્રહ કરે છે. અવિદ્યમાન વધ્યાપુત્ર ગ્રહણ કરતો નથી. આથી વિદ્યમાન હોવાથી જ પુદ્ગલ દર્શન, શ્રવણાદિ ક્રીયાઓને ગ્રહણ કરશે, અવિદ્યમાન નહીં. આ યુક્તિ પર નાગાર્જુનનો આક્ષેપ છે કે દર્શનાદિથી પૂર્વે વિદ્યમાન આત્માનું જ્ઞાન આપણને કયા પ્રકારે થશે ? આત્મા અને દર્શનાદિ ક્રિયાઓનો પરસ્પર સાપેક્ષસંબંધ છે. જો દર્શનાદિ વિના જ આત્માની સ્થિતિ હોય, તો દર્શનાદિક્રિયાઓની સ્થિતિ પણ આત્માવિના થઈ જશે. માધ્યમિકકારિકામાં, આ જ કહ્યું છે કેविनापि दर्शनादीनि यदि चासौ व्यवस्थितः । अमून्यपि भविष्यन्ति विना तेन न संशयः ।।९/४ ।। સમગ્ર દર્શન, શ્રવણ,વેદન આદિ ક્રિયાઓથી પૂર્વે અમે કોઈપણ વસ્તુ (આત્મા)નું અસ્તિત્વ માનતા નથી કે જેના જ્ઞાન માટે કોઈ અન્ય પદાર્થની આવશ્યક્તા રહે. પરંતુ અમે પ્રત્યેક દર્શનાદિક્રિયાથી પૂર્વે આત્માનું અસ્તિત્વ માનીએ છીએ.” પ્રતિવાદિના આ તર્કના ઉત્તરમાં નાગાર્જુનનું કહેવું છે કે જો આત્મા સમગ્ર દર્શનાદિથી પૂર્વે નહીં સ્વીકારવામાં આવે તો તે આત્મા એકપણ દર્શનાદિથી પૂર્વમાં સિદ્ધ થતો નથી. કારણકે જે વસ્તુ સર્વપદાર્થોની પૂર્વે નથી હોતી, તે વસ્તુ એક-એક પદાર્થની પૂર્વે પણ નથી હોતી. જેમકે રેતીમાં તેલ. સમગ્ર રેતીમાંથી તેલ ઉત્પન્ન નથી થતું, તેવી દશામાં એક-એક પણ રેતીના કણમાંથી પણ તેલ ઉત્પન્ન નહીં થાય. આ જ વાત માધ્યમિકકારિકામાં કરી છે. सर्वेभ्यो दर्शनादिभ्यो यदि पूर्वो न विद्यते । एकैकस्मात् कथं पूर्वो दर्शनादेः स युज्यते ।। ९/७ ।। વળી દર્શન-શ્રવણાદિ જે મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે, તે મહાભૂતોમાં પણ આત્મા વિદ્યમાન નથી. આ જ વાત માધ્યમિકકારિકામાં કરી છે– दर्शनश्रवणादीनि वेदनादीनि चाप्यथ । भवन्ति येभ्यस्तेष्वेष भतेष्वपि न विद्यते ।। ९/१० ।। નિષ્કર્ષ એ છે કે દર્શનાદિક્રિયાઓની પૂર્વે આત્માના અસ્તિત્વનો આપણને પરિચય થતો નથી. આની