________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
જે દેશમાં જે કાલે, જે આકારવાળો શંખ હતો તે શ્વેત પ્રદર્શિત થયેલો છતાં (રોગથી અભિભૂત આંખવાળાને) તેનાથી વિપરીત પીત છે, એ રીતે ઉપલબ્ધ થાય છે. તથા વર્તમાનમાં જે પીતાકાર છે, તે પૂર્વે પીતાકારરૂપે પ્રદર્શિત થયેલો નહોતો. આથી ‘પીતશંવ:' જ્ઞાન યથાર્થ નથી.) વળી દેશાદિનાભેદથી વસ્તુનોભેદ નિશ્ચયે થાય છે. આમ પ્રત્યક્ષ અને અનુમાન સિવાયના તે
८१
કારણ ઉપર અવલંબિત નથી. આ બંનેની અંદર અવાન્તરભેદો પણ છે.
સંસ્કૃતધર્મોના ચાર ભેદ છે. (૧) રૂપધર્મ - ૧૧ છે. - તે વૈભાષિકોની અનુસાર જાણવા. (૨) ચિત્તના ૮ ભેદ છે. (૩) ચૈત્તસિકના ૫૧ ભેદ છે. (૪) ચિત્તવિપ્રયુક્તના ૨૪ ભેદ છે.
ચૌદ ભેદો વૈભાષિકમતમાં જણાવ્યા તે પ્રમાણે અને ૧૦ નવા ધર્મો આ પ્રમાણે છે
-
(૧) પ્રવૃત્તિ - સંસાર, (૨) એવંભાગીય-વ્યક્તિત્વ, (૩) પ્રત્યનુબંધ - પરસ્પર સાપેક્ષસંબંધ, (૪) જઘન્યપરિવર્તન, (૫) અનુક્રમ-ક્રમશ:સ્થિતિ, (૬) દેશ-સ્થાન, (૭) કાલ-સમય, (૮) સંખ્યા-ગણના, (૯) સામગ્રીપરસ્પરસમવાય, (૧૦) ભેદ-પૃથક્ સ્થિતિ.
અસંસ્કૃત છ ધર્મો : (૧) આકાશ, (૨) પ્રતિસંખ્યાનિરોધ, (૩) અપ્રતિસંખ્યાનિરોધ, (૪) અચલ, (૫) સંજ્ઞાવેદના- નિરોધ, (૬) તથતા.
પ્રથમ ત્રણ વૈભાષિકો (સર્વાસ્તિવાદિઓ)ની કલ્પનાનુસાર છે. તે પૂર્વે બતાવેલ છે. બાકીના ત્રણની વ્યાખ્યા કરાય છે ઃ
(૪) અચલ : આ શબ્દનો અર્થ છે ઉપેક્ષા. ઉપેક્ષાથી સુખદુઃખની ભાવનાનો સંપૂર્ણ તિરસ્કાર છે. વિજ્ઞાનવાદિઓના મતે ‘અચલ’ની દશાનો પણ ત્યારે જ સાક્ષાત્કાર થાય છે, કે જ્યારે સુખ અને દુઃખ ઉત્પન્ન ન થાય. આ ચતુર્થ ધ્યાનમાં દેવતાની મન: સ્થિતિની સમાન માનસસ્થિતિ છે.
(૫) સંજ્ઞા-વેદના-નિરોધ : આ દશા ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે યોગી નિરોધસમાપત્તિમાં પ્રવેશ કરે છે. અને સત્તા તથા વેદનાના માનસધર્મોને બિલકુલ પોતાના વશમાં કરી લે છે.
પ્રથમ પાંચ સંસ્કૃતધર્મોને સ્વતંત્ર માનવા ઊચિત નથી. કારણ કે તથતાના પરિણામથી તે તે ભિન્ન-ભિન્નરૂપ છે. ‘તથતા' જ વિશ્વમાં પરિણામ ધારણ કરે છે. અને તે પાંચે ધર્મો ‘તથતા’નો આંશિક વિકાસમાત્ર છે.
(૬) તથતા : તથતાનો અર્થ છે - તથા (જેવી વસ્તુ હોય તેવી તેની સ્થિતિ)નો ભાવ. આ વિજ્ઞાનવાદિઓનું ૫૨મતત્ત્વ છે. વિશ્વના સમગ્રધર્મોનો નિત્યસ્થાયી ધર્મ ‘તથતા’ જ છે. તથતાનો અર્થ છે અવિકારી તત્ત્વ. અર્થાત્ એવો પદાર્થ કે જેમાં કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન ન થાય. (સ્થિરમતિની ટીકામાં આ જ વાત કરી છે.) તથતા અવિારાર્થેનેત્વર્થઃ । નિત્યં સર્વભિન્ ાછેડસંસ્કૃતત્ત્વાત્ર વિયિતે (મધ્યાન્હવિભાગ પૃ-૪૧)
વિકાર હેતુ-પ્રત્યયજન્ય હોય છે. આથી ‘તથતા' અસંસ્કૃતધર્મ હોવાનાકારણે અવિકાર હોવો તે સ્વાભાવિક છે.
આ પરમતત્ત્વના ભૂતકોટિ, અનિમિત્ત, પરમાર્થ અને ધર્મધાતુ પર્યાયવાચી શબ્દ છે.
ભૂત = સત્ય + અવિપરીત પદાર્થ; કોટી = અન્ન, એનાથી અતિરિક્ત બીજો કોઈ શેયપદાર્થ નથી. આથી તેને ભૂતકોટી (સત્યવસ્તુઓનું પર્યવસાન) કહેવાય છે. (મૂર્ત સત્યવિવરીનિત્યર્થ:। જોટિ: પર્યન્તઃ । યતઃ રેખાન્યત્ જ્ઞેયં નાસ્તિ અતો ભૂતોટિ: ભૂતપર્યન્તઃ। (સ્થિરમતિની ટીકા, મધ્યાન્હવિભાગ પૃ-૪૧)