________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
અર્થપ્રદર્શિત કરવાસ્વરૂપ પ્રાપકત્વ નથી. તેથી પ્રામાણ્ય પણ નથી.) વળી પ્રત્યક્ષ અને અનુમાન સિવાયના જ્ઞાનોમાં વસ્તુ દેશની, જે કાલમાં અને જે આકા૨વાળી તેઓવડે બતાવેલી, તે જ દેશમાં, તે કાલે, તે આકારવાળી ઉપલબ્ધ નથી થતી. અને જે દેશ-કાલ-આકા૨વાળીવસ્તુ પ્રાપ્ત કરાય છે, તે દેશ-કાલ-આકારમાં બતાવાયેલી હોતી નથી. (કહેવાનો આશય એ છે કે
८०
પવનના સ્થાને છે. તથા (સપ્તવિધ) વિજ્ઞાનતરંગોના પ્રતીક છે. લંકાવતારસૂત્રમાં ક્યું છે કે...
तरङ्गा उदधेर्यवत् पवनप्रत्ययेरिताः । नृत्यमानाः प्रवर्तन्ते व्युच्छेदश्च न विद्यते ।। ९९ ।। आलयौघस्तथा नित्यं विषयपवनेरितः । चित्रस्तरङ्गविज्ञानैर्नृत्यमानः प्रर्वतते । । १०० ।।
જે પ્રકારે સમુદ્ર તથા તરંગોમાં ભેદ નથી-તે પ્રકારે ‘આલયવિજ્ઞાન’ અને અન્ય સાતવિજ્ઞાનોમાં વિજ્ઞાનાકારથી ભેદ નથી.
આચાર્ય વસુબંધુએ પણ આલયવિજ્ઞાનની વૃત્તિ જલપ્રવાહના સમાન બતાવેલ છે. (તરૢ વર્તતે સ્રોતમૌધવત્ ત્રિંશિકા કા.-૪) જે પ્રકારે જલપ્રવાહ તૃણ, કાષ્ઠ, ગોમય આદિ નાનાપદાર્થોને ખેંચતા-ખેંચતા આગળ વધે છે, તે પ્રકારે આલયવિજ્ઞાન પણ પુણ્ય-અપુણ્ય અનેકકર્મોની વાસનાથી અનુગત સ્પર્શ, સંજ્ઞા વેદના આદિ ચૈત્તધર્મોને ખેંચતુંખેંચતું આગળ વધે છે. જ્યાં સુધી આ સંસાર છે, ત્યાં સુધી ‘આલયવિજ્ઞાન'નો વિરામ નથી.
આ આલયવિજ્ઞાન આત્માનું પ્રતિનિધિ મનાય છે. પરંતુ બંનેમાં સ્પષ્ટ અંતર પણ વિદ્યમાન છે. તેની અવલેહના પણ કરી શકાય તેમ નથી. ‘આત્મા’ અપરિવર્તનશીલ રહે છે. સદા એકાકાર એકસ. પરંતુ ‘આલયવિજ્ઞાન’ પરિવર્તનશીલ હોય છે. અન્યવિજ્ઞાન ક્રિયાશીલ રહે અથવા પોતાનું કાર્ય બંધ પણ કરી દે. પરંતુ ‘આલયવિજ્ઞાન’નો પ્રવાહ સતત ચાલું રહે છે. આલયવિજ્ઞાનની ચૈતન્યધારા ક્યારેય ઉપશાંત થતી નથી. તે પ્રત્યેક વ્યક્તિમાં ૨હે છે. પરંતુ સમષ્ટિચૈતન્યનું પ્રતીક છે.
આલયવિજ્ઞાનના ચૈત્તધર્મો :
આલયવિજ્ઞાનની સાથે સમ્બદ્ધ સહાયકઐત્તધર્મ પાંચ માનવામાં આવે છે. (૧) મનસ્કાર (ચિત્તની વિષય તરફ એકાગ્રતા), (૨) સ્પર્શ (ઇન્દ્રિય તથા વિષયની સાથે વિજ્ઞાનનો સંપર્ક), (૩) વેદના (સુખ-દુ:ખની ભાવના), (૪) સંજ્ઞા (કોઈ વસ્તુનું નામ), (૫) ચેતના (મનની જે ચેષ્ટા કે જે રહેવાથી ચિત્ત આલંબનની તરફ સ્વતઃ જુકે છે). (સ્થિ૨મતિ કહે છે કે - ચેતના વિત્તામિસંહારો મનસક્ષેદા । યહ્યાં સત્યાત્માશ્ર્વનું પ્રતિ શ્વેતત: પ્રચન્દ્ર ડ્વ ભવતિ, अयस्कान्तवशाद् अयः प्रस्यन्दवत् )
જે વેદના ‘આલયવિજ્ઞાન’ની સાથે સહાયકધર્મ છે, તે ઉપેક્ષાભાવ છે કે જે અનિવૃત્તિ તથા અવ્યાકૃત મનાય છે. ઉપેક્ષા મનોભૂમિમાં વિદ્યમાન રહેવાવાળા આગંતુક ઉપક્લેશોથી ઢંકાયેલી રહેતી નથી. આથી તે ઉપેક્ષા પ્રાણીઓને નિર્વાણ પહોંચાડવામાં સમર્થ થાય છે. જે વિજ્ઞાનનું આ વિશ્વ વિકૃમ્ભણમાત્ર મનાય છે, તે વિજ્ઞાન આલયવિજ્ઞાન છે.
યોગાચારમતાનુસાર પદાર્થસમીક્ષા : યોગાચારમતવાળા આચાર્યોએ વિશ્વના સમગ્રધર્મો(પદાર્થો)નું વર્ગીકરણ બે પ્રધાનવિભાગમાં કરે છે. (૧) સંસ્કૃત અને (૨) અસંસ્કૃત.
જે હેતુ-પ્રત્યય જનિત છે અર્થાત્ જે કોઈ કારણ તથા સહાયકકારણથી ઉત્પન્ન થઈ પોતાની સ્થિતિ પ્રાપ્ત કરે છે તે સંસ્કૃતધર્મો છે. અને જે હેતુ-પ્રત્યયથી જન્ય નથી, પણ સ્વતઃ સિદ્ધ છે તે અસંસ્કૃત ધર્મ છે. આ ધર્મની સ્થિતિ કોઈ