________________
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ८, बोद्धदर्शन
પ્રત્યક્ષ અને અનુમાન જ પોતાના વિષયના ઉપદર્શક છે. તે સિવાયના જ્ઞાન સ્વ-વિષયના ઉપદર્શક નથી. અર્થાત્ પ્રત્યજ્ઞ અને અનુમાન પોતાના વિષયનું યથાર્થજ્ઞાન કરાવે છે. તે સિવાય બીજા કોઈ જ્ઞાન નથી કે જે વસ્તુનું યથાર્થજ્ઞાન કરાવી શકે. આથી પ્રત્યક્ષ અને અનુમાન આ બે જ લક્ષણ માટે યોગ્ય છે. અર્થાત્ પ્રત્યક્ષ-અનુમાન સ્વવિષયના યથાર્થઉપદર્શક હોવાના કારણે લક્ષણ માટે યોગ્ય છે.
વળી અનુમાન અને પ્રત્યક્ષ બંનેનું પણ (સામાન્ય)લક્ષણ અવિસંવાદિકત્વ છે. પ્રત્યક્ષ અર્થક્રિયા સાધક (સ્વલક્ષણસ્વરૂપ) વસ્તુને સાક્ષાત્ વિષયકરીને, તેનું ઉપદર્શક બને છે અને તેથી તેમાં પ્રાપકત્વ આવે છે. (૧) રૂ૫ - ૧૧ પ્રકારે છે :
(૧) ચક્ષુરિન્દ્રિય, (૨) શ્રોત્રેન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) રસનેન્દ્રિય, (૫) કાય ઇન્દ્રિય, (૯) રૂપ (૭) શબ્દ, (૮) ગંધ, (૯) રસ, (૧૦) સ્પષ્ટવ્ય વિષય, (૧૧) અવિજ્ઞપ્તિ. રૂપનો અર્થ સાધારણ ભાષામાં ‘ભૂત” છે. રૂપની વ્યુત્પત્તિ છે રુણ તિ રુપમ્ - જે ધર્મ રૂપ ધારણ કરે છે. રુપનું લક્ષણ અપ્રતિઘત્વ છે. પ્રતિઘ એટલે રોકવું. બૌદ્ધધર્માનુસાર રૂપધર્મ એકસમયમાં જે સ્થાનને ગ્રહણ કરે છે, તે સ્થાન બીજાનાદ્વારા ગ્રહણ કરી શકાતું નથી. પાંચ ઇન્દ્રિયઃ વૈભાષિક (સર્વાસ્તિવાદિ) યથાર્થવાદિદર્શન છે. અર્થાત્ આપણી ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જે સ્વરૂપ પ્રતીત થાય છે તેને તે સત્ય અને યથાર્થ માને છે. તે પરમાણુઓની સત્તા માને છે. વિષય પરમાણુના પંજરૂપ નથી, પ્રત્યુત ઇન્દ્રિયો પણ પરમાણુજન્ય છે. જેને આપણે સાધારણતયા “નેત્ર' નામથી ઓળખીએ છીએ. તે વસ્તુત: ચક્ષુરિન્દ્રિય નથી. ચક્ષુ વસ્તુતઃ અતીન્દ્રિય પદાર્થ છે. જેની સત્તા ભૌતિકનેત્રમાં વિદ્યમાન છે. નેત્ર અનેકપરમાણુઓનો પૂંજ છે. તેમાં ચારમહાભૂત (પૃથ્વી, અ, તેજ વાયુ)ના અને ચાર ઇન્દ્રિય ગ્રાહ્ય(શબ્દ સિવાયના વિષયોના પરમાણુઓ વિદ્યમાન જ હોય છે. સાથે જ તેમાં કાયેન્દ્રિય તથા ચક્ષુરિન્દ્રિયના પણ પરમાણુઓનું અસ્તિત્વ હોય છે. આ રીતે નેત્ર પરમાણુઓનું સંઘાત છે. શ્રોત્રેન્દ્રિય, જેમ વૃક્ષની છાલ ઉતારી લેવામાં આવે તો આપોઆપ છાલ પાછી આવી જાય છે, તેમ જે પરમાણુ કે જેનાથી શ્રોત્ર બની છે તે નિરંતર પાછા આવી જાય છે. ધ્રાણેન્દ્રિયના પરમાણુ નાકની અંદર રહે છે. રસેન્દ્રિયના પરમાણુ જિવાઉપર રહે છે અને તેનો આકાર તેનો અર્ધચંદ્ર જેવો છે. કાય(સ્પર્શ) ઇન્દ્રિયના પરમાણુ સમસ્ત શરીરમાં ફેલાયેલા હોય છે. શરીરમાં જેટલા પરમાણુ
હોય છે, તેટલા જ કાયેન્દ્રિયના પરમાણુની સંખ્યા રહે છે. આ રીતે રૂપના ૧૧ પ્રકારમાંથી પાંચ કહેવાયા. () રૂપ: ચક્ષુનો વિષય રૂપ છે. જે પ્રધાનતયા બે પ્રકારનો છે (૧) વર્ણ (રંગ) અને (૨) સંસ્થાન (આકૃતિ) * વર્ણ બાર પ્રકારના છે: નીલ, પીત, લોહિત, અવદાત (શુભ) ચાર પ્રધાનવર્ણ છે તથા મેઘ (મેઘનો રંગ), ધૂમ,
રજ, મહિકા (પૃથ્વી યા જલથી નીકળવાવાળા નિહારનો રંગ), છાયા, આતપ (સૂર્યની ચમક), આલોક (ચંદ્રમાનો શીતપ્રકાશ) અંધકાર આ આઠ અપ્રધાનવર્ણ છે. સંસ્થાન આઠ પ્રકારનું છે ? દીર્ઘ, સ્વ, વર્તુળ (ગોળ), પરિમણ્ડલ (સૂક્ષ્મગોળ), ઉન્નત, અવનત, શાત (સમાકાર), વિશાત (વિષમ આકાર). શબ્દ : આઠ પ્રકાર છે. (૧) ઉપર મહાભૂતહેતુક = જ્ઞાન શક્તિ રાખવાવાળા પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન. (૨) અનુપાત મહાભૂત હેતુક ઃ જ્ઞાન શક્તિથી હીનએચતનપદાર્થો દ્વારા ઉત્પન્ન. (૩) સન્વાખ્ય : પ્રાણીજન્ય