________________
६६
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
પ્રવર્તક પણ વિષયોપદર્શનની સાથે અવિનાભાવ સંબંધ રાખે છે. (કારણ કે જે જ્ઞાન પોતાના વિષયનું યથાર્થ ઉપદર્શન અર્થાતુ પ્રતિભાસ કે નિશ્ચય કરાવે છે, તે જ પ્રવૃત્તિમાં પ્રયોજક બનવા દ્વારા પ્રવર્તક બની શકે છે અને તે પ્રાપક પણ કહેવાય છે.) જ્ઞાન જ્ઞાતા એવા પુરુષનો હાથ પકડીને પદાર્થ સુધી લઈ જતું નથી. પરંતુ જ્ઞાન પોતાના વિષયને બતાવવા દ્વારા પ્રવર્તક બને છે અને પ્રાપક બને છે. (કારણ કે) પોતાના વિષયને બતાવવા સિવાય બીજી કોઈ પ્રવર્તકતા કે પ્રાપકતા જ્ઞાનમાં હોતી નથી. જ્ઞાનની આ પ્રાપકતા શક્તિ સ્વરૂપ છે. કહ્યું છે કે “પ્રાપશnિ: પ્રામાવે તવ ર પ્રાપુરુત્વમ્” અર્થાત્ પ્રાપણશક્તિને જ પ્રામાણ્ય કહેવાય છે અને તે શક્તિનું હોવું તે જ પ્રાપકત્વ છે. (અર્થાત્ અર્થને પ્રાપ્ત કરાવી આપવાની શક્તિને જ પ્રામાણ્ય કહેવાય છે અને તે જ શક્તિનું (જ્ઞાનમાં) હોવું તે પ્રાપકત્વ છે.)
* ભૌતિકલોક બે પ્રકારનો થાય છે. વાસના-કામનાથી યુક્ત લોક=કાયધાતુ તથા કામનાહીન, વિશુદ્ધભૂત નિર્મિત
(જગત) રૂપધાતુ છે. * કાયધાતુમાં જે જીવ નિવાસ કરે છે, તેમાં અઢારે ધાતુ વિદ્યમાન રહે છે. (બ) વિષયગત વર્ગીકરણ: વૈભાષિકો (સર્વાસ્તિવાદિઓ) એ ધર્મોની સંખ્યા ૭૫ માની છે. તેની પહેલા થયેલા
વિરવાદિઓએ ૧૭૦ માની છે. અને તેની પછી થનારા યોગાચારે ૧૦૦ માની છે. ત્રણે સંપ્રદાયોને અનુસારે ધર્મના પ્રથમતઃ બે વિભાગ છે. (૧) સંસ્કૃત, (૨) અસંસ્કૃત. સંસ્કૃત - સન્નતા અન્યોચમપેશ્ય તા: અનિતા તિ સંસ્કૃતા: અર્થાત્ પરસ્પર મળીને, એકબીજાની સહાયતાથી ઉત્પન્ન થવાવાળા ધર્મો તે સંસ્કૃત કહેવાય છે. સંસ્કૃતધર્મ હેતુપ્રત્યયથી ઉત્પન્ન થાય છે અને તેથી તે અસ્થાયી, અનિત્ય, ગતિશીલ તથા આશ્રવ (રાગાદિ મળો)થી સંયુક્ત હોય છે. એનાથી વિપરીતધર્મોને અસંસ્કૃત કહેવાય છે, કે જે હેતુપ્રત્યયથી ઉત્પન્ન થતા નથી. આથી જ સ્થાયી, નિત્ય, ગતિહીન તથા અનાશ્રવ હોય છે. અસંસ્કૃતધર્મના અવાન્તરભેદ નથી. પરંતુ સંસ્કૃત ધર્મોના ચાર અવાન્તરભેદ વૈભાષિકોએ કર્યા છે. (૧) રૂપ, (૨) ચિત્ત, (૩) ચત્તસિક તથા (૪) ચિત્તવિપ્રયુક્ત. (આ ચારભેદો યોગાચારને પણ માન્ય છે પરંતુ વિવાદિઓને અંતિમ પ્રભેદ (ચિત્ત વિપ્રયુક્ત) માન્ય નથી.)
તુલનાત્મક વર્ગીકરણ સ્થવિરવાદિ સર્વાસ્તિવાદિ
યોગાચાર
ધર્મ
અસંસ્કૃત
રૂપ
ચિત્ત
સંસ્કૃત
ચૈત્તસિક - ચિત્તવિપ્રયુક્ત
* વૈભાષિકોના મતાનુસાર સંસ્કૃતધર્મોના ૭૫ ભેદોનું વર્ણન :