________________
પ્રકાશકીય નિવેદન
w
શાસનપ્રભાવક આવો અપૂર્વ ગ્રંથ પ્રગટ કરતાં અમને અતિ આનંદ થાય છે. જેના પ્રણેતા ચૌદશને ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તરાધર્મસૂનુ પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. આ ગ્રંથમાં છે એ દર્શન અને તેના પેટાભેદોનું સુંદર ખ્યાન કરવામાં આવેલ છે. આની ઉપર સ્વપજ્ઞ “દિગપ્રદા” નામની સંક્ષિપ્ત સુંદર ટકા છે. તથા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વિરચિત “સ્યાદ્વાદકલ્પલતા” નામની વિશાલકાય વૃત્તિ પણ છે.
આ વૃત્તિમાં તે તે ભાવોને અતિ સૂક્ષ્મતાથી ચર્ચવામાં આવ્યા છે, છતાં ભાષા ઘણી જ ગંભીર અને પ્રૌઢ હોવાથી સામાન્ય જીવો યથાર્થ સમજી શકે તેમ નહીં હોવાથી, વિસ્તૃત સરલ ભાષામાં વ્યાકરણવાચસ્પતિ કવિરલ શાસ્ત્રવિશારદ અનુપમવ્યાખ્યાન સુધાવર્ષા વિવિધગ્રંથ પ્રણેતા પરમશાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી મદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબે સ્યાદ્વાદવાટિકા' નામની અભિનવ ટીકાનું રમ્ય નિર્માણ કર્યું. આ ટીકામાં ઉપરોક્ત બન્ને ટીકાઓનો સંપૂર્ણ ભાવાર્થ આવી જાય અને સામાન્ય જીવો પણ તેને સુંદર લાભ લઈ શકે એ રીતે મનોહર ગૂંથણી કરવામાં આવી છે. જે આ ગ્રંથમાં નિયોજિત કરેલ છે.
એ ઉપરાંત આ ગ્રંથના સંપાદક પ્રખરવક્તા વિદ્વદ્દવર્ય પૂજ્ય પન્યાસપ્રવર શ્રી સુશીલવિજયજી ગણિવરે, સંસ્કૃત નહીં ભણેલાઓ પણ તેનું અમુક અંશે જ્ઞાન મેળવી શકે એ મુદ્દાથી મૂળ શ્લોકોનો “સંક્ષિપ્ત ભાવાર્થ પણ ગુંથેલ છે. તે પણ આ ગ્રંથમાં આપેલ છે. તદુપરાંત મૂળશ્લોકોનો અકારાદિ અનુક્રમ તથા વિસ્તૃત અનુક્રમણિકા આપવામાં આવેલ છે.
www