________________
-II પ્રસ્તાવના |
અને આ ગ્રંથના પદાર્થોને વિશદરૂપે સ્પષ્ટ કરે તે જરૂરી છે.
સાત કે આઠ નયોની વિચારણામાંથી ૧૨ ભંગો નો સુધી મલ્લવાદિસૂરિ પહોંચ્યા છે. આ વિલક્ષણ રીલી વિકસાવવાની પૂજયશ્રીની આગવી પ્રતિભા દાદ માંગી લે છે. અને આખરે નયોને ચક્રગતિ આપીને નયોની સંખ્યાતીતાને બારનયોમાં સારભૂતરૂપે પેશા કરે છે.
સંક્ષેપમાં કહીએ તો દરેક વિધાનનાપ્રતિવિધાન હોય છે. પણ જો વિધાનો એકાંત હોય તો તેને એકાંતપ્રતિવિધાનથી દૂર કરી શકાય છે. અને છેવટે દરેક વિધાનોમાંથી એકાંત કાઢી નાંખીને વિધાનોને વિશુદ્ધ કરી શકાય છે. અને અનેકાંતરૂપ નયચક્રને શાસન ચક્રવર્તી તીર્થકરોનાચક્રને ત્રણ જગતમાં વિજયી બનાવી શકાય છે.
પ્રસ્તુત પુસ્તક અમારા શિષ્ય આચાર્ય શ્રી રત્નસશસૂરિના શાંતિનગરના સફળ ચાતુર્માસની સ્મૃતિરૂપે છપાઇ રહ્યું છે. જેનો લાભ શ્રી શાંતિનગર જે. મૂર્તિપૂજક જૈન સંઘના જ્ઞાનખાતામાંથી લેવામાં આવ્યો છે. આ સંઘના તમામ ટ્રસ્ટીઓને પણ ધન્યવાદ છે. શાંતિનગરના સમસ્ત ટ્રસ્ટીગણ લબ્ધિસૂરિદાદાના અનુરાગી છે અને આગ્રંથના ગૌરવથી પરિચિત છે.
એક સુભગ અને સુંદર યોગ એવો છે કે આ પુસ્તકનું પ્રકાશન લબ્ધિ સ્વર્ગારોહણ સુવર્ણ જયંતિના પ્રસંગે થઈ રહ્યું છે. અને ઉદ્ઘાટન પણ પૂ. ગુરૂદેવ વિક્રમ સૂ. મ. ની સ્વર્ગારોહણના રજત જયંતિનામહોત્સવ પ્રસંગે થઇ રહ્યું છે.
અંતમાં આ પુસ્તકના પઠનથી જ્ઞાન પ્રવૃત્તિ વધે; જ્ઞાન પ્રવૃત્તિથી ચારિત્ર પરિણતિ વધે અને સહુ આત્માથી પરમાત્મા બને એજ પ્રાર્થના.
-લે.પૂ.આ.દેવરાજયશસૂરીશ્વરજી મ. સા.
સંસ્કૃતિ ભવના અમદાવાદ-૧૩