________________
| પ્રસ્તાવના |
(૧)વિષય અતિકઠીન છે. (૨) બીજા આલંબનો નથી અર્થાત્ બીજાવિશુધ્ધપ્રતીઓ નથી કે
કોઇએ મૂળ ભાષ્યને જૂદુતારવ્યું નથી. (૩) અને પોતે પ્રકાંડ વિદ્વાન હોવા છતાંય પોતાની મતિ મંદતાને
સ્વીકારે છે. આમાં એક કારણપોતાની વૃદ્ધાવસ્થા પણ તેમણે કલ્પી હોય અને હાથમાં બહુવારપુસ્તક રાખી શકવાની અશકિત ને પણકારણમાન્યું હોય.
તેમ છતાં તેઓ જ કહે છે કે વિદ્વાનો હજી પણ મૂળ ભાષ્યને ટીકામાંથી તારવવા પ્રયત્ન કરે અને પદાર્થોને પણ સ્પષ્ટ કરે.જો કે પોતે આ ન્યાયાગમઅનુસારિણી ટીકા પર વિષમ પદ વિવેચના લખી જ છે. છતાંય પૂજયશ્રીનો મલ્લવાદીસૂરિના ભાવો વધુને વધુ સ્પષ્ટ થાય તેવો મનોરથ ખૂબજ સ્તુત્ય રીતે આગળ વધેલો છે.
અહીં મારો પ્રયત્ન માત્ર પૂજયશ્રીએ જે મૂળભાષ્ય ટીકામાંથી ઉદ્ભૂત કર્યું છે તેનું સંકલન મૂળ પાઠ રૂપે કરી જિજ્ઞાસુ અને બુદ્ધિમાન સાધુઓના હાથમાં પહોંચાડવાનું છે.
આ ગ્રંથ સૌથી પહેલા ગાયકવાડ સરકાર તરફથી છપાયેલો હતો. પણ તેમાં શુદ્ધિનો ખાસ પ્રયાસ જ હતો નહીં. તેથી તેનું મૂલ્ય હતું જ નહીં. તે જ કારણથી પૂજયશ્રીએ આ ગ્રંથ ઉપેક્ષિત ન રહી જાય તેવી ભાવનાથી પોતાની પાછલી અવસ્થામાં પણ આ કાર્ય કર્યું. - પૂજયશ્રીની શુભનિશ્રામાં ઇ.સં. ૧૯૬૦માં મુંબઈ દાદરમાં દ્વાદશારાયચક્ર ગ્રંથનું ઉદ્ઘાટન તે સમયના ભારતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શુભહસ્તે થયેલ. અનેક ગણમાન્ય વિદ્વાનો અને મહાનુભાવો ઉપસ્થિત હતાં. પૂજયશ્રીને ૧૦૪ ડીગ્રી તાવ હતો છતાં પ્રાંજલ સંસ્કૃતભાષામાં પ્રવચન કરેલ. સમસ્ત જનતા આનંદવિભોર બનેલ.
આ ગ્રંથ પર પૂ. મુનિરાજ જંબુવિજયજી મહારાજે ખૂબજ પરિશ્રમ કર્યો છે. છતાંય આ કાર્યને તેની અંતિમતા માની લેવાની જરૂર નથી. હજી પણ નવાનવાવિદ્વાનો પાકે અને આ ગ્રંથ પર સંશોધન કરે