________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૪ આત્માના અસંગસ્વરૂપને સદા ૫૨માર્થરૂપે જોનારા તે સાધુ બને છે. તેથી તેઓના દ્રવ્યાનુયોગના ચિંતનથી પ્રતિદિન તેઓનો અસંગભાવ વૃદ્ધિ પામતો હોય છે. વળી, કોઈ સાધુ અસંગભાવની વૃદ્ધિના ઉપાયરૂપે સમુદાયમાં રહીને જ્ઞાનભ્યાસ કરતાં હોય અને ઘણા સાધુની સંખ્યા હોવાથી ભિક્ષાની દુર્લભતા થવાને કારણે તે સાધુને આધાકર્માદિ ભિક્ષાથી દેહનો નિર્વાહ થાય તેમ હોય તો જ્ઞાનની વૃદ્ધિ અર્થે આધાકર્મ દોષ સેવે તોપણ તે સાધુના ચારિત્રનો ભંગ નથી; કેમ કે દ્રવ્યાનુયોગના ચિંતવનથી થયેલ અસંગભાવરૂપ ભાવશુદ્ધિ બળવાન હોવાને કારણે શાતા અર્થે આધાકર્મના ગ્રહણના પરિણામરૂપ સંશ્લેષવાળું ચિત્ત લેશ પણ થતું નથી. એ પ્રમાણે પંચકલ્પભાષ્યમાં કહ્યું છે અને ગ્રંથકારશ્રી કહે છે કે પોતે સદ્ગુરુ પાસેથી સાંભળ્યું છે.
૧૦
દ્રવ્યાનુયોગના ચિંતવનવાળા મુનિને આધાકર્માદિ દોષથી પણ સંયમની મલિનતા થતી નથી, તે સ્પષ્ટ ક૨વા અર્થે શાસ્ત્રમાં કહેલ કય્યાકલ્પનો અનેકાંત બતાવે છે.
“આધાકર્માદિક આહારને જે વાપરે છે. તે પરસ્પર=આધાકર્માદિ આહાર અને તેનો આત્મા પરસ્પર સ્વકર્મ દ્વારા=સ્વક્રિયા દ્વારા, “લેપાયેલો” જાણવો અથવા વળી, “નહીં લેપાયેલો” જાણવો. આ ભજનાસૂત્રમાં આધાકર્માદિક આહારના કર્મબંધરૂપ ફળમાં ભજના કહેવાયેલી છે. તેથી એ ફલિત થાય કે આધાકર્માદિક આહાર વાપરનાર કર્મબંધ કરે પણ છે અને કર્મબંધ નથી પણ કરતાં; કેમકે જ્યારે લેપાય છે ત્યારે કર્મબંધ કરે છે અને જ્યારે લેપાતા નથી ત્યારે કર્મબંધ થતો નથી.
આધાકર્મ વાપરવાથી કર્મબંધ થાય છે એ પ્રમાણે એકાંત સ્વીકા૨વારૂપ અથવા આધાકર્મ નહીં વા૫૨વાથી કર્મબંધ થતો નથી. એ પ્રમાણે એકાંત સ્વીકા૨વારૂપ બંને સ્થાનોથી વ્યવહાર વિદ્યમાન નથી, અર્થાત્ શુદ્ધ સંયમનો ઉચિત વ્યવહાર નાશ પામે છે.
વળી, સાધુને આધાકર્મ ન વપરાય એ રૂપ એકાંત સ્થાન અને સાધુને આધાકર્મ વપરાય એ રૂપ એકાંતસ્થાન સ્વીકારવામાં આવે તો આ બંને સ્થાન અનાચારરૂપ છે એમ જાણવા.
આ વચનથી એ ફલિત થાય કે દ્રવ્યાનુયોગના ચિંતવન દ્વારા અસંગભાવમાં જનારા સાધુ, કારણસર આધાકર્મ વાપરે તો સાધુ લેપાતા નથી અને તેવું કોઈ કારણ ન હોય છતાં આધાકર્મ વાપરે તો સાધુ અવશ્ય લેપાય છે.
વળી, “પ્રશમરતિ”ના વચનથી પણ આધાકર્મ વાપરનાર જ્ઞાનયોગવાળા મુનિ લેપાતા નથી, તેની પુષ્ટિ કરે છે.
સાધુનો આહારરૂપ પિંડ, સાધુની વસતિરૂપ શય્યા, સાધુનાં વસ્ત્ર, સાધુનાં પાત્રો અને ઔષધ, ભેષજાદિ કોઈક સંપૂર્ણ શુદ્ધ હોય તોપણ અકલ્પ્ય થાય છે; કેમ કે જો કોઈ શુદ્ધ પિંડાદિ પણ સંયમવૃદ્ધિનું કારણ ન હોય અને શુદ્ધ પિંડાદિથી દેહની પુષ્ટિ થવાથી રાગાદિની વૃદ્ધિ થતી હોય તો તે શુદ્ધ પિંડાદિ અકલ્પ્ય બને. વળી, તેવા દેશ, કાળ કે પુરુષની અવસ્થાને આશ્રયીને કે ઉપયોગની શુદ્ધિ આદિના પરિણામને આશ્રયીને અકલ્પ્ય એવાં પણ પિંડાદિ સાધુ માટે કલ્પ્ય બને છે. પરંતુ “આ પિંડ સર્વ દોષોથી