________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧
૩૦૯
દીપમાં રહેલા ઘીના પુદ્ગલો પ્રતિક્ષણ કલિકારૂપે થાય છે અને તે દીપકલિકા, વ્યાઘાત ન હોય તો, દીર્ઘકાળ સુધી સદશ જ્યોત સ્વરૂપે દેખાય છે. આમ છતાં ઘીના પુદ્ગલો જ તે કલિકારૂપે થયેલા છે અને તે બીજી ક્ષણે નાશ પામે છે અને તે બીજી ક્ષણે નવા ઘીના પુદ્ગલો તે દીપકલિકાના સ્થાને બીજી કલિકારૂપે થાય છે. આ રીતે પ્રતિક્ષણ પૂર્વપૂર્વની કલિકા નાશ પામે છે. આ પ્રમાણે દીપકલિકાના દૃષ્ટાંતથી સર્વ પદાર્થો એકાંત અનિત્ય છે તેમ બૌદ્ધ દર્શન સ્થાપન કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે કે દીપકલિકામાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યલક્ષણ છે. તે આ રીતે –
કોઈક પુદ્ગલો પૂર્વમાં ઘીરૂપે પરિણમન પામેલા, તે ઘીના પરિણામનો ત્યાગ કરીને, કલિકારૂપે પરિણમન પામે છે અને કલિકારૂપે પરિણમન પામેલા ઘીના પગલો ઉત્તર ક્ષણમાં ધૂમાદિરૂપે પરિણમન પામે છે તેથી પ્રથમ ક્ષણના દીપકલિકાના જે પુદ્ગલો છે તે પૂર્વમાં ઘીપર્યાયરૂપે હતા અને ઉત્તરમાં દીપકલિકારૂપે થયા અને ત્યારપછી ધૂમાદિ પર્યાયરૂપે થયા. તે રીતે બીજી ક્ષણની દીપકલિકા પણ પૂર્વની ક્ષણમાં ઘપર્યાયરૂપે હોય છે અને ઉત્તરની ક્ષણમાં દીપકલિકારૂપે થાય છે અને ત્યારપછીની ક્ષણમાં ધૂમાદિરૂપ થાય છે. આ રીતે દીપકલિકાની સંતતિમાં વર્તતા દરેક યુગલો પુદ્ગલરૂપે ધ્રુવ છે અને તે તે પર્યાયરૂપે ઉત્પાદ, વ્યયરૂપ છે. માટે દીપકલિકાના પુદ્ગલોમાં પણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય લક્ષણની પ્રાપ્તિ છે.
વળી, આકાશમાં કોઈ પરિવર્તન નથી પરંતુ સદા સ્થિર એકસ્વભાવવાળો છે તેને દષ્ટાંત કરીને નૈયાયિક આત્મા, પરમાણુ આદિને એકાંત નિત્ય સ્થાપન કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે કે, આકાશ પણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય લક્ષણવાળું છે, એકાંત નિત્ય નથી. તે આ રીતે –
આકાશ દ્રવ્યનો અવગાહન આપવાનો ગુણ છે અને જે આકાશક્ષેત્રમાં જે વસ્તુ અવગાહીને રહે છે તેને અવગાહન આપવાના પરિણામવાળા તે આકાશપ્રદેશો છે અને તે વસ્તુ ક્ષેત્રમંતરમાં જાય છે ત્યારે તે વસ્તુને અવલંબીને તે આકાશપ્રદેશોમાં અવગાહનદાનપરિણામ નાશ પામે છે તેથી તે આકાશપ્રદેશો આકાશરૂપે નિત્ય હોવા છતાં તે આકાશપ્રદેશોમાં રહેલ વસ્તુના ગમન-આગમનને આશ્રયીને તે તે આકાશપ્રદેશોમાં વર્તતા અવગાહનદાનપરિણામમાં ઉત્પાદ, વ્યય થાય છે. તેથી આકાશ પણ ઘટાકાશ, પટાકાશ આદિરૂપે અનિત્ય છે અને આકાશરૂપે નિત્ય છે.
દીપથી માંડીને આકાશ સુધી સર્વ પદાર્થો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપે છે તેમાં ગ્રંથકારશ્રી સાક્ષી આપે છે.
દીવાથી માંડીને આકાશરૂપી સર્વ વસ્તુ સમાન સ્વભાવવાળી છે અને તે સમાન સ્વભાવ હોવાથી જ સ્યાદ્વાદમુદ્રામાં કોઈનો ભેદ થતો નથી અર્થાત્ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ સ્વભાવ દરેક વસ્તુના સમાન છે તેથી એક વસ્તુને નિત્ય અને અન્ય વસ્તુને અનિત્ય એ પ્રમાણે તૈયાયિકો જે કહે છે, તે તેઓનાં વચનો ભગવાનના વચનના કેષવાળાં છે. II૯/૧TI