________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧
ભાવાર્થ:
જે વખતે ઉત્તરપર્યાય ઉત્પન્ન થાય છે તે વખતે પૂર્વપર્યાયનું વિગમન થાય છે અને તે દ્રવ્ય દ્રવ્યરૂપે ધ્રુવ છે તેથી દરેક વસ્તુ પર્યાયથી ઉત્પાદ-વ્યયરૂપ છે અને દ્રવ્યથી ધ્રુવરૂપ છે. માટે “જગતવર્તી જીવ, પુદ્ગલ આદિ કોઈ વસ્તુનું કે ઘટપટાદિ કોઈપણ વસ્તુનું ગ્રહણ કરીને વિચારીએ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી સહિત તે વસ્તુ છે” એમ ભગવાન કહે છે; કેમ કે ભગવાને તીર્થની સ્થાપના વખતે “સપનેફ વા વિામેડ્ વા, વેક્ વા” એ ત્રિપદી દ્વારા જ તત્ત્વ બતાવેલ છે અને તે ત્રિપદીમાંથી જ આખી દ્વાદશાંગી ઉત્પન્ન થયેલ છે અર્થાત્ આત્મકલ્યાણના અત્યંત અર્થી એવાં ગણધરો તીર્થંક૨ભગવાનને “તત્ત્વ શું છે ?” એ પ્રકારની જિજ્ઞાસાથી પ્રશ્ન કરે છે, તેના ઉત્તરરૂપે ભગવાને આ ત્રિપદી આપી અને તે ત્રિપદીના બળથી જ ગણધરોને આખી દ્વાદશાંગીરૂપ અર્થની ઉપસ્થિતિ થઈ. તેથી આત્મકલ્યાણમાં અતિઉપકારક એવી દ્વાદશાંગીરૂપ સર્વ અર્થ સાથે ત્રિપદીનું એકવાક્યપણું છે. માટે તે ત્રિપદી જ તત્ત્વને બતાવનાર છે એવી સ્થિર શ્રદ્ધા કરવી જોઈએ અને ત્રિપદીના અર્થને જ મનમાં ધારણ કરીને યત્ન કરવામાં આવે તો સર્વ કાર્યો સિદ્ધ થાય છે; કેમ કે ત્રિપદીનો જ વિસ્તૃત અર્થ આખી દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન છે અને તે દ્વાદશાંગી જેના હૈયામાં સ્થિર વસેલી છે અને તેને મનમાં ધારણ કરીને જેઓ તે દ્વાદશાંગી અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે છે અને અનુચિત પ્રવૃત્તિથી નિવૃત્તિ કરે છે, તેઓ સર્વ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે. માટે તેનાં સર્વ કાર્યો સિદ્ધ થાય છે અને આ ત્રિપદી જિનશાસનનો સાર છે પરંતુ નૈયાયિક આદિ, જેમ કેટલાક પદાર્થને નિત્ય કહે છે અને કેટલાક પદાર્થને અનિત્ય કહે છે એ રીતે સ્થૂળ બુદ્ધિથી સ્વીકારીને સ્થૂળ બુદ્ધિથી વિપરીત બોધ કરવો નહીં અર્થાત્ નૈયાયિક કહે છે કે, સંસારી જીવોનો આત્મા, આકાશ અને પરમાણુ આદિ કેટલાક પદાર્થો નિત્ય છે=એકાંત નિત્ય છે, અને ઘટપટાદિ અને ચણુકાદિ કેટલાક પદાર્થો અનિત્ય છે=એકાંત અનિત્ય છે અને સ્થૂળથી વિચા૨ના૨ને, એ વસ્તુ, જે પ્રમાણે નૈયાયિક કહે છે તે રીતે ભાસે છે પરંતુ તે રીતે સ્વીકારવું નહીં; કેમ કે નિત્ય એકાંતપક્ષમાં કે અનિત્ય એકાંતપક્ષમાં લોકયુક્તિ પણ વિરુદ્ધ છે; કેમ કે લોકયુક્તિથી વિચારીએ તો “પોતાનો આત્મા પોતાને બાલ્યકાળમાં જે હું હતો તે જ હું યુવાનીમાં અને વૃદ્ધાવસ્થામાં પણ છું” તેમ પ્રતીત થાય છે અને બાલ્યાવસ્થા અને યુવાવસ્થારૂપ પર્યાયોનો પોતાનામાં ભેદ છે તેમ પ્રતીત થાય છે. તેથી દ્રવ્યથી પોતાનો આત્મા નિત્ય છે અને પર્યાયથી પોતાનો આત્મા અનિત્ય છે તેમ લોકના અનુભવથી અને યુક્તિથી પણ સિદ્ધ થાય છે માટે દીવાથી માંડીને આકાશ સુધી સર્વ પદાર્થો ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યરૂપ જ માનવા એ જ પ્રમાણ છે.
૩૦૮
અહીં દીપને અનિત્ય ગ્રહણ કરીને બૌદ્ધ દર્શન “સર્વ પદાર્થો અનિત્ય છે” તેમ સ્થાપન કરે છે અને આકાશને નિત્ય ગ્રહણ કરીને નૈયાયિક “આકાશની જેમ આત્મા, પરમાણુ આદિ નિત્ય છે” તેમ સ્થાપન કરે છે તેને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે દીપ પણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સ્વરૂપ છે, એકાંત અનિત્ય નથી અને આકાશ પણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યસ્વરૂપ છે, એકાંત નિત્ય નથી. માટે સર્વ પદાર્થો નિત્યાનિત્યરૂપ જ છે. તે આ રીતે :
: