SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧ ૩ ૨ - "आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्राऽनतिभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः" ।।१।। (अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, श्लोक-५) T૯/૧ ટબાર્થ - એક જ અર્થ-જીવપુદ્ગલાદિક અને ઘટપટાદિક એક જ અર્થ, જેમ-ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય-ત્રણ લક્ષણે કરી સહિત શ્રી જિનરાજ કહે છે. કેમ ત્રણ લક્ષણે કરી સહિત કહે છે ? તેથી કહે છે – ૩૫ને વા વિખેર વા, ઘુવેર વા એ ત્રિપદીને આશ્રયીને જિનરાજ કહે છે અને જેમ જિનરાજ કહે છે તેમ સહણાનેaહૈયાની રુચિપૂર્વક સ્વીકારીને, મનમાં ધારતાં-આ ત્રિપદીના પારમાર્થિક સ્વરૂપને મનમાં ધારતાં, સર્વ કાર્યો સિદ્ધ થાય છે. અહીં પ્રશ્ન થાય કે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એટલું ધારવાથી આત્માનાં સર્વ શુભ કાર્યો કઈ રીતે સિદ્ધ થાય છે ? તેથી કહે છે – એ ત્રિપદીને, સર્વ અર્થનું સર્વશે કહેલા સર્વ પદાર્થોરૂપ સર્વ અર્થનું, વ્યાપકપણું ધારવું અર્થાત્ તે સર્વ અથનું વર્ણન છે તેમાં ત્રિપદી વ્યાપીને રહેલી છે એમ જાણવું. તેથી ત્રિપદીના બળથી જ ભગવાનના શાસનના સર્વ પદાર્થો પ્રગટ થાય છે તે જિનશાસનનો અર્થ છે. પરંતુ “કેટલાક નિત્યક કેટલાક પદાર્થ નિત્ય છે, અને કેટલાક અનિત્યકેટલાક પદાર્થ અનિત્ય છે,” એમ તૈયાયિક કહે છે તે રીતે નહીંeતે રીતે પદાર્થોને ધારણ કરવા નહીં. કેટલાક નિત્ય પદાર્થો અને કેટલાક અનિત્ય પદાર્થો કેમ સ્વીકારવા નહીં પરંતુ સર્વ પદાર્થોને નિત્યાનિત્ય જ કેમ સ્વીકારવા તેને માટે યુક્તિ કહે છે – નિત્ય એકાંત અને અનિત્ય એકાંત પક્ષમાં લોકયુક્તિ પણ વિરુદ્ધ છે તે માટે નિત્ય એકાંત પક્ષ અને અનિત્ય એકાંત પક્ષ લોકયુક્તિથી વિરુદ્ધ છે તે માટે, દીપકથી માંડીને આકાશ સુધી સર્વ પદાર્થોને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ માનવા તે જ પ્રમાણ છે. =અને કહેવાયું છે=સર્વ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણવાળા છે તે કહેવાયું છે – “આરીમાવ્યોમસમસ્વભાવે વસ્તુ-દીપથી માંડીને આકાશ સુધી સમસ્વભાવવાળી વસ્તુ, ચાદ્ભવમુદ્રાડનતિષત્રિ સ્યાદ્વાદમુદ્રાને અનતિભદિ છે સ્યાદ્વાદમુદ્રાને નહીં ઓળંગનારી છે. તzતે કારણથી, નિત્યમેવમનિત્યમ–નિત્ય જ એક છે, અનિત્ય અન્ય છે. કૃતિ પ્રતાપ = એ પ્રમાણેના પ્રલાપો, દાણાદિષતાં તમારી આજ્ઞાનો દ્વેષ કરનારા પુરુષોના છે." I૧u (અન્યયોગવ્યવચ્છેદઢાવિંશિકા, શ્લોક-૫) /૧
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy