________________
વ્યગણાપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-ક-૭, ૮
પપ
છે, છતાં પ્રત્યક્ષથી દેવદત્ત અને ધન પૃથફ દેખાય છે, તોપણ વ્યવહારમાં “આ ધનનો સ્વામી દેવદત્ત છે” એ પ્રકારનો વ્યવહાર થાય છે. માટે દેવદત્ત અને ધનનો સંશ્લેષયુક્ત સંબંધ નહીં હોવા છતાં અસંશ્લેષવાળો કલ્પિત સંબંધ છે તેથી ઉપચરિત વ્યવહાર કહેવાય છે. વળી, દેવદત્ત અને ધન એક દ્રવ્ય નથી પરંતુ દેવદત્ત ચેતન છે અને ધન જડ છે તેથી તે વ્યવહારના પ્રયોગને અસભૂત કહેવાય છે.
(૨) અનુપરિત અસભૂત વ્યવહાર - અનુપચરિત અસભૂત વ્યવહારનયની દૃષ્ટિથી “આત્માનું શરીર' એમ કહેવાય છે અને આત્માનો દેહની સાથેનો સંબંધ, દેવદત્તના ધનની સાથેના સંબંધની જેમ કલ્પિત નથી પરંતુ પ્રત્યક્ષથી આત્મા અને દેહનો સંશ્લેષ દેખાય છે. આથી જ જેમ, વિપરીત ભાવના કરવાથી ધનનો સંબંધ નિવર્તન પામે છે અર્થાત્ મહાત્માઓ સંયમ ગ્રહણ કરે છે ત્યારે આ ધનની સાથે મારે હવે સંબંધ નથી' તેવી ભાવના કરે છે ત્યારે પૂર્વમાં ધનની સાથે જે સ્વસ્વામિભાવરૂપ સંબંધ હતો, તે નિવર્તન પામે છે. તેમ, “આ શરીર હું નથી અને આ શરીર સાથે પરમાર્થથી મારો સંબંધ નથી' તેવી ભાવના મહાત્માઓ કરીને આત્માને અશરીરી ભાવનાથી વાસિત કરે છે, તો પણ પોતાના જીવનના અંત સુધી દેહનો સંબંધ રહે છે. માટે ધનના જેવો ઉપચરિત સંબંધ નથી પરંતુ અનુપચરિત સંબંધ છે. વળી, સભૂત વ્યવહારનય આત્માના જ્ઞાનને ગ્રહણ કરે ત્યાં આત્મા અને જ્ઞાન એક દ્રવ્ય છે, ભિન્ન દ્રવ્ય નથી પરંતુ જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે અને અસભૂત વ્યવહારનયમાં આત્માનું શરીર” એમ કહેવામાં આવે છે ત્યારે સંબંધનો વિષય આત્માથી પૃથફ એવો દેહ છે માટે અસભૂત છે.
ઢાળ-૫ની ગાથા-૭થી અત્યારસુધી દિગંબરના મતાનુસાર નય, ઉપનય અને નિશ્ચય-વ્યવહારરૂપ અધ્યાત્મના મૂળનયનું વર્ણન કર્યું તેનું નિગમન કરતાં કહે છે –
બે મૂળનય સહિત અધ્યાત્મના બે મૂળનય સહિત, પૂર્વમાં વર્ણન કર્યું એ નવ નય અને ત્રણ ઉપાય, દિગંબર દેવસેનકૃત નયચક્રમાં કહ્યા છે. તેથી ગ્રંથકારશ્રીએ તેમના વચનાનુસાર અત્યાર સુધી વર્ણન કર્યું છે. II૮/૬-ળા અવતરણિકા :
અત્યાર સુધી દિગંબર પ્રક્રિયાનુસાર નય-ઉપાયો બતાવ્યા. તેના વિષયમાં ગ્રંથકારશ્રી પોતાનો અભિપ્રાય બતાવતાં કહે છે –
ગાથા :
વિષયભેદ યાપિ નહીં રે, ઇહ અહ્મારા થલ;
ઉલટી પરિભાષા ઇસી રે, તો પણિ દાઝા મૂલ રે. પ્રાણી ટાઢા ગાથાર્થ -
ઈહાં દિગંબરની પ્રક્યિામાં, જો કે થલ=ભૂલથી, અહ્મારઈ અમારે, વિષયભેદ નથી તોપણ, મૂલ=મૂળથી, ઈસી આવી, ઊલટી પરિભાષા છે (તેથી તે) દાઝઈ તે ખેદ કરે છે. ટાટા