________________
૨૫૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૮ | ગાથા-૮ ટબો :- ઈહાં-વઘપિ અધ્યારÚ-શ્વેતામ્બરનઈ, થલ-કહતાં-મોર્ટા, વિષથભેદ-કહતાં-અર્થનો ફેર નથી. તપણિ-મૂલ કહતાં-પ્રથમથી, ઉલટી-વિપરીત, પરિભાષા-શૈલી કરી, તે દાઝઈ છઈ-ખેદ કરઈ છઈ–
"यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् ।
असमञ्जसं तु दृष्ट्वा , तथापि परिखिद्यते चेतः" ।।१।। इति वचनात् ।।८/८॥ ટબાર્થ -
ઈહા=અહીં=દિગંબરની પ્રક્રિયામાં, જો કે, અમારે શ્વેતાંબરનો, થલ કહેતાં મોટો, વિષયભેદ અર્થનો ફેર નથી, તોપણ, મૂલ કહેતાં પ્રથમથી=નયના ભેદોનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો ત્યારથી, વિપરીત પરિભાષા=વિપરીત શૈલી, કરી તે, દાઝે છેઃખેદ કરે છે. દિગંબરની પ્રક્રિયા ગ્રંથકારશ્રીને કેમ ખેદ કરે છે તેમાં મુક્તિ આપે છે –
“દપ=જો કે, પીય દ્રાક્ષાત્ વતિ રાખે=બીજાની દ્રાક્ષને ગધેડો ચરતો હોતે છતે, નિઃ + પતિહાનિ થતી નથી=પોતાને કાંઈ નુક્સાન થતું નથી. તથાપિ તોપણ, અસમગ્ગા તુ વા=અસમંજસ જોઈને=શ્વેતાંબરને સમાન જૈનતંત્ર હોવા છતાં ભગવાનના વચનની દિગંબરોની અસમંજસ પ્રરૂપણા જોઈને, વેત પરિવર્ત-ચિત ખેદ પામે છે." ત્તિ વયનાએ પ્રકારનું વચન હોવાથી, ગ્રંથકારશ્રીને દિગંબરની પ્રક્રિયા ખેદને કરે છે. ll૮/૮ ભાવાર્થ :
દિગંબરોએ નવ નયો, ત્રણ ઉપનયો અને અધ્યાત્મભાષાના બે મૂળ નયો બતાવ્યા તેમાં સ્કૂલથી કોઈ વિષયભેદની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ નયના જે અર્થો જિનવચનાનુસાર શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રાપ્ત થાય છે તેવા જ અર્થો દિગંબર એવાં દેવસેનાચાર્યએ કરેલ છે. તેથી સ્થૂલથી કોઈ વિષયભેદની પ્રાપ્તિ થતી નથી તોપણ, તે નયના કથનના પ્રારંભમાં સાત નયોને છોડીને નવ નયો કહ્યા તે પ્રથમથી જ વિપરીત પરિભાષા છે અને આ વિપરીત પરિભાષારૂપ શૈલી સર્વજ્ઞના વચનથી અને સર્વજ્ઞના વચનાનુસાર યુક્તિથી બાધિત છે માટે ગ્રંથકારશ્રીને તે જોઈને ખેદ ઉત્પન્ન થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, કોઈ વિપરીત કથન કરે તેમાં ગ્રંથકારશ્રીને કેમ ખેદ થાય છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
જેમ કોઈ અન્યની દ્રાક્ષની વાટિકામાં ગધેડો ચરતો હોય તો તે બીજાની વાટિકામાં થતા નુકસાનથી પોતાને કોઈ નુકસાન થતું નથી તેમ દિગંબર સંપ્રદાય શ્વેતાંબર સંપ્રદાયથી ભિન્ન છે માટે તેઓની અસમંજસ પ્રરૂપણાથી તેઓના સંપ્રદાયની હાનિ થાય પરંતુ શ્વેતાંબર સંપ્રદાયને કોઈ હાનિ પ્રાપ્ત થતી નથી; કેમ કે દિગંબર સંપ્રદાયની તે અસમંજસ પ્રરૂપણા જોઈને શિષ્ટ લોકોથી તે વચન અગ્રાહ્ય બને છે.