________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | પ્રસ્તાવના
દ્વારથી યુક્ત એવા શુક્લધ્યાનરૂપી મનમંદિરનું નિર્માણ કઈ રીતે થઈ શકે છે તેનો સ્પષ્ટ બોધ પ્રસ્તુત ગ્રંથની ઢાળ-૧થી ઢાળ-૯ સુધી કરાવ્યો.
પ્રસ્તુત ગ્રંથનું વિવેચન પંડિતવર્ય પૂ. શ્રી પ્રવીણભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું તેનું ગીતાર્થ ગંગાના ઉપક્રમે પુસ્તકરૂપે સંકલન કરવાનો મને મોકો મળ્યો. પૂર્વે તેઓશ્રી પાસે જ “અધ્યાત્મસાર'નું અધ્યયન કરવાની તક મળી હતી ત્યારે તે ગ્રંથના અંતિમ ચરણમાં મોક્ષની પ્રાપ્તિ અર્થે શુક્લધ્યાનની આવશ્યકતા બાબતે પ્રકાશ પડ્યો હતો પરંતુ શુક્લધ્યાનની પ્રાપ્તિ કઈ રીતે થાય તે અંગે વિસ્તારપૂર્વક ચર્ચા ત્યાં ન હતી અને અધ્યાત્મસાર” બાદ તુરત જ ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ” ગ્રંથનું લખાણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો તેથી શુક્લધ્યાનની પ્રાપ્તિ અર્થે જરૂરી પરિબળોનો સ્પષ્ટ બોધ આજે થઈ શક્યો છે. જો કે આ બોધ તો માત્ર શાબ્દબોધરૂપે જ થયો છે પરંતુ તેના દ્વારા જ તેને અનુકૂળ પરિણતીની ક્રમે કરીને પ્રાપ્તિ થાય એવી અભિલાષા જાગી છે. કૃતજ્ઞ ભાવે ઉપકાર સ્મરણ :
(૧) જગત્વર્તી પદાર્થોના સ્વરૂપની પ્રરૂપણા કરનાર શ્રી તીર્થંકર પરમાત્માનો અત્યંત ઉપકાર છે. (૨) ભગવાને કહેલી ત્રિપદી દ્વારા સારને ગ્રહણ કરીને આગમની રચના કરનાર ગણધર ભગવંતોનો અતિ ઉપકાર છે. (૩) આગમના કઠિન પદાર્થોને ગ્રહણ કરીને પોતાના ક્ષયોપશમ દ્વારા લોકભોગ્ય ભાષામાં ગ્રંથરૂપે રચના કરનાર પૂર્વાચાર્યો અને જ્ઞાની મહાત્માઓનો પણ બહુ મોટો ઉપકાર છે. (૪) પ્રસ્તુત ગ્રંથના રચયિતા મહોપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મ.સા.નો વિશેષ ઉપકાર છે. (૫) વ્યાખ્યાનાદિ દ્વારા જિનવાણીનું શ્રવણ કરાવનાર અનેકાનેક મુનિભગવંતોનો ઉપકાર અવિસ્મરણીય છે. (૩) જૈન ધર્મના વિવિધ પાસાનું જ્ઞાન પીરસનાર ગુરુ પં. ડૉ. શ્રી જિતેન્દ્રભાઈ શાહનો અસીમ ઉપકાર છે. પંદરેક વર્ષ પૂર્વે આ જ ગ્રંથનું અધ્યયન તેઓશ્રી દ્વારા કરાવવાનું શરૂ થયેલ પરંતુ મારી સાથેના અન્ય સહાધ્યાયીઓ અને મને પણ તે સમયે પ્રસ્તુત પદાર્થો સમજવાની ભૂમિકા પ્રાપ્ત થઈ ન હોવાથી લગભગ અડધેથી અપૂર્ણ રહી ગયેલ, જે આજે પૂર્ણ થઈ શક્યું છે. જો કે આજે પણ પં. ડૉ. શ્રી જિતેન્દ્રભાઈ શાહ “યોગશતક'નું અધ્યયન કરાવી રહ્યા છે. (૭) લોકભોગ્ય ભાષામાં રચાયેલા પ્રસ્તુત ગ્રંથને પણ સમજવાની મારી મતિ સમર્થ ન હોવાથી તેના વિશેષ વિવેચન દ્વારા સ્પષ્ટ બોધ કરાવનાર પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાનો મારા પર ઘણો ઉપકાર છે. (૮) યુવાન વયે ધર્મ પ્રત્યે પણ ધૃણા ધરાવનાર મારામાં જૈન ધર્મનો પ્રભાવ અને પ્રીતિ જગાડનાર મારા પતિ ડો. હેમંતભાઈ પરીખનો ઉપકાર અત્રે મરું છું. (૯) જૈન ધર્મના વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે સમયની સાનુકૂળતા કરાવી આપનાર પૂ. વડીલો તથા સર્વ કુટુંબીજનોનો પણ ઉપકાર ભૂલી ન જ શકાય. (૧૦) જૈનકુળમાં જન્મ આપનાર, સુસંસ્કારોનું સિંચન કરનાર માતાપિતાના ઉપકારને અત્રે યાદ કરીને પ્રણામ કરું છું.