________________
પ્રસ્તાવના
‘દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ' ગ્રંથ ભાગ-૧ના શબ્દશઃ વિવેચનની સંકલના વેળાએ પ્રાસ્તાવિક ઃ
તીર્થંક૨ પ૨માત્માએ પ્રરૂપેલ ત્રિપદી એ જિનધર્મનો પ્રાણ છે અને એ ત્રિપદી દ્વારા જગતની વ્યવસ્થાનો બોધ થાય છે. જગતમાં રહેલા સર્વ પદાર્થો જેમ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણસ્વરૂપ છે તેમ દરેક પદાર્થ દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપ ત્રણ સ્વરૂપે પણ છે. તેનો જ યથાર્થ બોધ કરાવવા અર્થે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ. સા.એ ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’ નામનો પ્રસ્તુત ગ્રંથ રચ્યો છે.
ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, મહામહોપાધ્યાયના બિરૂદને પ્રાપ્ત કરનાર પૂજ્ય શ્રીમદ્ યશોવિજયજી મ.સા.ની સ૨ળ શૈલી અહીં પ્રગટ થાય છે. સૂક્ષ્મ પ્રજ્ઞાવાળા જ્ઞાની મહાત્માઓને તો જગતના પદાર્થોની વ્યવસ્થાનો બોધ ગણધરરચિત આગમો દ્વારા સરળતાથી થાય છે પરંતુ બાળજીવોને તેમની જ ભાષામાં સરળતાથી બોધ થાય તે માટે મહોપાધ્યાયજીએ પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી ઢાળો દ્વારા સ૨ળ ભાષામાં રચ્યો છે.
દ્રવ્યાનુયોગની મહત્તા દર્શાવવા ગ્રંથની શરૂઆતમાં ગ્રંથકારશ્રી કહે છે કે પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિના કારણરૂપ શુક્લધ્યાનના પાયામાં આ દ્રવ્યાનુયોગના ચિંતનરૂપી ઈંટની જ આવશ્યકતા છે. વળી, તેના ચિંતન માટે દ્રવ્ય અને તેના ગુણપર્યાયના લક્ષણોનો બોધ જરૂ૨ી છે તેથી બીજી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયના લક્ષણોરૂપી સિમેન્ટના સ્વરૂપને બતાવ્યું. વળી, દ્રવ્યગુણપર્યાયના અભેદ સ્વરૂપનો બોધ કરાવીને ત્રીજી ઢાળમાં અભેદાત્મકતારૂપી રેતીના સ્વરૂપને આલેખ્યું. ચોથી ઢાળમાં દ્રવ્યગુણપર્યાયના ભેદાભેદાત્મક સ્વરૂપને બતાવીને દૃઢ ક૨વા અર્થે યુક્તિઓ અને શાસ્ત્રવચનરૂપી પાણીનું સિંચન કર્યું.
આ રીતે દ્રવ્યાનુયોગના ચિંતનરૂપી ઈંટ, દ્રવ્યગુણપર્યાયના લક્ષણોરૂપી સિમેન્ટ તથા દ્રવ્યગુણપર્યાયના ભેદાભેદાત્મકતારૂપી રેતીના મિશ્રણમાં યુક્તિઓ અને શાસ્ત્રવચનરૂપી પાણીનાં સિંચન દ્વારા દ્રવ્યગુણપર્યાયના સૂક્ષ્મ સ્વરૂપના બોધરૂપી મજબૂત દિવાલનું નિર્માણ ઢાળ-૧થી ૪ સુધી કર્યું.
પ્રસ્તુત મજબૂત દિવાલને જોવા માટે નયપ્રમાણદૃષ્ટિરૂપ બારીઓની આવશ્યકતા છે. તેથી ઢાળ૫થી ૮ સુધી કયા નયથી દ્રવ્યગુણપર્યાયનું કેવું સ્વરૂપ છે ? તે બતાવ્યું. અંતે ઢાળ-૯માં દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં જિનેશ્વર પરમાત્મા દ્વારા પ્રણિત ત્રિપદીના સ્થાપનરૂપી દ્વારનું નિર્માણ કર્યું.'
આ રીતે દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપરૂપી દિવાલ, નયપ્રમાણદૃષ્ટિરૂપી બારી અને ત્રિપદીના સ્થાપનરૂપી